અર્ધનગ્ન નાચ..”અર્ધ” ?


રાજકોટમાં સંસ્કૃતિનું ચિરહરણ, નેતાઓએ નિહાળ્યા અર્ધનગ્ન નાચ

મુંબઇની ડાન્સ ગર્લ્સની ઉછળકુદ જુવાનીએ રાત રંગીન બનાવી
રાજકોટ – થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની નાઇટ પાર્ટીઓમાં સંસ્કૃતિને લાંછન લગાડે એવા અર્ધનગ્ન નાચ તો થતા થશે, પરંતુ એ પહેલાં ગઇકાલે રાતે રેસકોર્સ મેદાન ખાતે માલેતુજાર બિલ્ડર લોબીએ રાખેલા જલ્સામાં મુંબઇની ડાન્સ ગર્લ્સ દ્વારા રાજકોટના સુસંસ્કૃત પ્રજાજનોને શરમાઇને નીચું જોઇ જવું પડે એવા અર્ધનગ્ન ડાન્સ છડેચોક રજૂ થયા હતા.  (આગળ વાંચો… ગુ.સ. ન્યુઝ…)

હવે… ગઇકાલના આ સમાચાર વાંચીને અમારી નિંદર વેરણ થઇ ગઇ ! માત્ર એ વિચારવામાં કે આમાં ખોટું શું થયું ??  (અને અમને આ આયોજનની અગાઉ જાણ કેમ ન થઇ તે ચિંતા પણ ખરી જ !) પ્રથમ નજરે તો વાંધો સંસ્કૃતિનાં ચિરહરણનો લાગ્યો. પરંતુ જ્યાં સંસ્કૃતિ અને ચિરનું સાથે નામ પડે ત્યાં અમને  સૌ પ્રથમ અમારૂં (એટલે મારૂં નહીં ! અમારા ગામનું !!) નાગાબાવાઓનું સરઘસ યાદ આવે. ત્યાર પછી તો અજંતા-ઈલોરા, ખજુરાહો, આપણું મોઢેરા એવી એવી ઘણી સુંદર કૃતિઓ યાદ આવવા માંડે.  અને લાગે કે આટલી સુંદર, કુદરતિ અને ભવ્ય સંસ્કૃતિનું ચિરહરણ શક્ય નથી !  આ પ્રકારે તેને કશું જોખમ પણ નથી, ઉલ્ટું તેને માટે તો ચિરધારણ કરાવનારાઓ વધુ જોખમી છે !

તો પછી અહીં આ સમાચારકને વાંધો શાનો પડ્યો હશે ?  ફરી ફરીને વાંચ્યું, બહુ વિચાર્યું ત્યારે ટ્યુબલાઇટ થઇ ! અરે હા,,, આ નેતાઓએ ’અર્ધનગ્ન નાચ’ નિહાળ્યા તે વાંધાજનક છે !! અરે ભઇ ! નેતાઓ ક્યારના સુધરી ગયા અને આવાં અધૂરાપધૂરા કામ કરવા માંડ્યા ?  “અર્ધ” ???  અરે ભાઇઓ (એટલે કે નેતાઓ !), તમારી વિશ્વમાં ખ્યાતિ જ આ “અર્ધ”વિહીન નાચ માટેની છે ! અને તમે આ “અર્ધ”નાં રવાડે ક્યાં ચઢ્યા !! 

હવે આપણું શું થશે ?  છાપાવાળાઓ છાપશે શું ? આપણે સવારમાં વાંચીશુ શું ?  ભાઇઓ (એટલે કે નેતાઓ જ !) આ “અર્ધ” શબ્દને પડતો મુકો અને જે કામ કરો તે “પુરેપુરા” કરો !!  જેથી અમારી સવાર અને છાપાવાળાઓનો દિવસ સુધરે ! અમને નિંદારસ, કૂથલીરસથી વંચિત રાખવાનો તમને શો અધિકાર છે ?

14 responses to “અર્ધનગ્ન નાચ..”અર્ધ” ?

 1. શ્રી અશોક્જી [જી ફોર **** ] (Sorry for some edit !!! ગાળો માત્ર મેઇલમાં જ સ્વિકાર્ય રહેશે 😉 Ashok)
  આ છાપાવાળા ઓ ને સંસ્કૃતિ ની ચિંતા ક્યારે થવા લાગી ? વિદેશી સમાચારો ના બહાને રોજ અર્ધનગ્ન ફોટોગ્રાફ છાપે છે,અર્ધસાપ્તાહિક પુર્તી ઓ માં,બોલીવુડ -હોલીવુડ ના ફોટાઓમાં ભારત ની સંસ્કૃતિનું ચિરહરણ નથી થતું .. .. . ?? [યાર તારી ભાભી એ ઘરે બધા ન્યુઝ પેપર બંધ કરી દીધા છે એના બળાપા ??? હા હા હા]

  Like

 2. શ્રી અશોકભાઈ

  નિંદારસ, કૂથલીરસ બ્લોગરોનો બ્લોગ-સિદ્ધ અધિકાર છે. આપને વંચિત રાખવાનો કોઈને કશો હક નથી. તમ તમારે આ રસ પીધે રાખો બાપલા.

  રસ લખતો હતો ત્યારે ભૂલથી કેપ્સ-લોક ઓન થઈ ગયું અને શું લખાયું તે વાંચવું છે તો વાંચો:- આશા

  Like

 3. અશોકભાઈ,
  તમે એવી રીતે લખો છો કે પ્રતિભાવ રૂપે હસ્યા કરો. શું લખે, હસવાનો અવાજ કે ઍક્શન? મેંગલોરમાં સંસ્કૃતિરક્ષકોએ જે કર્યું તે પછી સંસ્કૃતિ રક્ષણ વિશે ચર્ચા કરવા જેવું છે. પણ તમારા બ્લૉગને સાચવજો!

  Like

 4. પ્રખર નીતીવાદી પુરુષોત્તમદાસ ટંડન ખાજુરાહોના શિલ્પ પુરાવી દેવા માંગતા હતા.ભલું થાજો રવિન્દ્રનાથ ટાગોરનું એમણે જોરદાર વિરોધ કરીને અટકાવી દીધું.

  Like

  • આભાર, ભુપેન્દ્રસિંહજી.
   તેમ કરવા ગયા હોત તો, લગભગ બધા જ, પ્રાચિન સ્થાપત્ય પુરાવી દેવા પડત. હર્ષદ (પોરબંદર પાસે) માં ટેકરી પરના પ્રાચિન મંદિરની કોતરણી (જો કે મોટાભાગની સમૂદ્રની ખારી હવા લાગવાથી નાશ પામી છે, માત્ર મંદિરની પછીતના ભાગમાં જ થોડી જોવા મળે છે) પણ જોવા લાયક છે. એ સુંદર ભાવભંગિમાયુક્ત શિલ્પકલા જોઇને, તેને કંડારનારા એ શિલ્પીઓને પણ એકાદ પ્રણામ કરવા જોઇએ.

   Like

   • પરંતુ વર્ણ વ્યવસ્થાને કારણે આ શિલ્પીઓ ગુમનામ રહ્યા છે! પણ કોઈને પણ પૂછો “કામસૂત્ર કોણે લખ્યું?” જવાબ મળી જશે, કારણ કે રચનાકાર સૌથી ઉચ્ચ વર્ણના હતા. જો કે આપણી સંસ્કૃતિનું આ પ્રદાન સૌના ધ્યાનમાં લાવવું જોઈએ.

    Like

   • વડોદરામાં કાશી વિશ્વનાથ મહાદેવનું પ્રખ્યાત મંદિર રાજમહેલની સામેના ભાગમાં મેઈન રોડ પર છે.કોઈ પ્રાચીન મંદિર નથી.તેની પ્રદક્ષિણા કરો તો ખાજુરાહો જેવી મૂર્તિઓ પણ મીનીએચર કોતરેલી છે.કોઈનું ખાસ ધ્યાન જતું નથી.મને સ્થાપત્ય જોવાનો શોખ ભગવાન કરતા.એટલે મારી નજરમાં આવી ગયેલું.બરોડા રહેતા બ્લોગર મિત્રોએ જોઈ ને ખાતરી કરી લેવા જેવી.

    Like

 5. શ્રી અશોકભાઈ,
  નેતાઓ તો બધું જ કરી શકે. છાપ વાળાને જ વાંધા છે.
  જુઓ ને ૮૦ વર્ષનો નારાયણ દત તિવારી ( ન્યુ દિલ્હી તિવારી )
  ઘરડો વાંદરો ક્યાં ગુલાંટ મારવાનું ભૂલે છે.
  જેમ અમૃત પર દેવોનો હક્ક પહેલો તેમ શૃંગાર રસ પર
  પહેલો હક્ક તો નેતાઓનો જ કહેવાય ને ?
  નેતા પછી ન- હતા તો કોણ બોલાવવાનું છે.
  અશોકભાઈ તમે જબરું શોધી લાવો છે……યાર…

  Like

 6. મન મૂકીને જુએ તમાશો અને ઉપરથી વગોવે
  અંદરથી કરે મલકાટ અને ઉપર ઉપરથી રોવે
  ધોબી ઘાટ જેવી આ જોઈ લો એમની ધમાલ …
  ખુદના મનનો મેલ બાપડા છાપે છાપે ધુવે.

  Like

 7. આપનાં તદ્દન નાગા નેતાઓ અર્ધ નગ્ન નાચ વિના બેજું શું જોવાના? સજ્જનો એવી મહેફિલ માં ન જાય એમાં એમની ભલાએ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s