મારા પ્રતિભાવો – નાની નાની વાતોમાં હસવું,,(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો).. (via “કુરુક્ષેત્ર”)


નાની નાની વાતોમાં હસવું,,(રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો).. નાની નાની વાતોમાં હસવું,,(રમેશ તું તો સ્વર્ગ માં  ચાલ્યો)..    

*અમારી રાત્રી ની જોબ માં બ્રેક માં મિત્રો સાથે ગામગપાટ બહુ ચાલે.ભારત ના સમાચારો ની પણ ચર્ચા ચાલે.અમારા એક મિત્ર છે રમેશ ભાઈ.અમે એમને રમેશ મોટા કહીએ છીએ,કદ માં છોટા છે એટલે. એ કહે જયારે એ  અમેરિકા આવવા નીકળ્યા ત્યારે કોઈ એમનો મિત્ર મળવા આવેલો.તે મિત્ર કહે ‘રમેશ તું તો સ્વર્ગ માં ચાલ્યો’.અમેરિકા એટલે સ્વર્ગ.મેં રમેશભાઈ ને કહ્યું ત્યારે હવે અમે તમને  સ્વર્ગસ્થ રમેશભાઈ કહીશું.મને કહે ….…

Read More

via “કુરુક્ષેત્ર”   — ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

લેખના રસ બાબતે મીતાબહેન શાથે સંપૂર્ણ સહમત, ચાર્લિ ચેપ્લિનના ચલચિત્ર જેવું થયું ! હાસ્યલેખ તો સરસ જ છે, પરંતુ અંતમાં આપનું કારુણ્ય છલકી આવ્યું. પ્રેમ માટે “હોવું” જરૂરી નથી, ક્યારેક “ન હોવું” એ ઉત્કટ પ્રેમના પ્રક્ટીકરણ માટેનું મહત્વનું કારણ બને છે. આપનો વાત્સલ્યભાવ પણ વધતો રહે તેવી પ્રાર્થના.
બાકી આ ‘સ્વર્ગ’માં ’શૂલ’ પણ ઘણી જાતના થતા લાગે છે !! અમારે તો અહીં વધીને એક બાવળની શૂલ હોય છે !!! lol

Bhupendrasinh Raol : 
શ્રી અશોકભાઈ,
ચાર્લી ચેપ્લીન મહાન અભિનેતા હતા.બોલ્યા વગર ભાવ ની અદભૂત અનુભૂતિ કરાવી શકતા.ખેર આપની વાત સાચી છે.ઓરકુટ માં પણ મારી ભત્રીજી ઓ ના આગ્રહવશ થઇ ને જોડાએલો.મને સ્વીટેસ્ટ અંકલ નું બિરુદ આપેલું છે.મારી સાથે ફોન પર કે ઓનલાઈન વાત કરવા અંદર અંદર ઝગડા પણ થાય.

Mita Bhojak : 
અશોકભાઇએ ખૂબ જ ઊંચી વાત કરી ‘હોવું’ અને ‘ન હોવું’ ઉત્કટ પ્રેમનું પ્રકટીકરણનું મહત્વનું કારણ બને છે. માતાને પુત્ર સાથે અને પિતાને પુત્રી સાથે વધુ લગાવ હોય છે. એટલે જ તમારી જેમ મારા પતિ જલ્દીથી કોઇપણ કન્યા સાથે આત્મીયતા કેળવી શકે છે. ઘણી વખત તો એમના પિતા કરતાં પણ વધારે લાગણી અને આત્મીયતા દાખવે.એટલે જ સગાઓની અને બીજાની દીકરીઓ પોતાની જ દીકરી બની જાય છે. અને એટલે જ વધારે ખોટ સાલે તેવું બને છે. અને મેળવીને ગુમાવવાનું દુઃખને કારણે વધારે અધુરપ લાગે. એટલે જ આપનો સરસ સ્પોન્ટેનિયસ હાસ્યનો પ્રતિભાવ આપવાનું રહી ગયું. અને થોડાક સમય પછી અચાનક જ ‘ પહેલાં બળદ અને હવે ભેંસ…’ યાદ આવતાં પેલા મનીષભાઇની જેમ હસવું રોકાતું નહોતું ત્યારે મારા પતિ ગભરાઇ ગયા ત્યારે મારે કહેવું પડ્યું કે આ હાસ્ય ઉન્માદ છે. બીજું કંઇ ન સમજતા.

Bhupendrasinh Raol  :
મીતાબેના,
આ અશોકભાઈ એકાદ પોઈન્ટ તો ઉંચો લઇ આવતા હોય છે જ.જેમ નાની નાની વાતો માં હસવું,તેમ નાના સાવ સાદા લગતા વાક્યો માં બહુ મોટી ફિલોસોફી કહી દેવાતી હોય છે.આપે પણ એક મહત્વ નું મનોવૈજ્ઞાનિક તારણ કહ્યું છે,’મેળવીને ગુમાવવાનું’.આપના પતિ મારા આર્ટીકલ વાંચવા નહીદે,વધારે હસતા નહિ.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.