મારા પ્રતિભાવો – રામનામ… સત્ય હૈ (via આખી દુનિયાની પંચાત)


રામનામ... સત્ય હૈ કદાચ કોઈનુ ધ્યાન ગયુ હોય કે ના ગયુ હોય હમણાં ધર્મ પરીવર્તન ની ચર્ચા ચાલે છે. હિન્દુ ધર્મ કરતા બીજો ધર્મ સારો,બીજા કરતા ત્રીજો સારો. કોઈ ધર્મ ખોટો નથી દરેક ધર્મ પોત પોતાની રીતે સાચા છે અને સારા છે. માત્ર તેનુ અર્થઘટન કરવા વાળા પોતાના સ્વાર્થ મુજબ વર્તે છે. પરંતુ હિન્દુ ધર્મ વિરૂધ્ધ બોલવા વાળાની સંખ્યા ઘણી છે. કારણ કે હિન્દુ ધર્મ માં અધધ…..૩૩ કરોડ દેવતા. ભારતની વસ્તી પ્રમાણે ગણીયે તો લગભગ દર ૪ વ્યક્તીયે એક દેવતા. શંકરની પૂજા કરવાવાળા ક્રુષ્ણના મં … Read More

via આખી દુનિયાની પંચાત  —  શૈલેષભાઇ

મારો પ્રતિભાવ :

આપની ઉપાધી સકારણ છે. હિન્દુધર્મ (જો કે તકનિકી રીતે હિન્દુધર્મ કરતાં વૈદિકધર્મ એ વધુ યોગ્ય શબ્દ છે, કારણ કે હિન્દુ શબ્દ તો પશ્ચિમના લોકોએ આપણને આપ્યો છે) તેનું મુળ સ્વરૂપ ગુમાવી અને વિવિધ વાડાઓમાં વહેંચાતો ગયો, જેમણે ખરેખર ધાર્મિક એકતાનું કાર્ય કરવાનું હોય તેવા ધર્મગુરુઓ પોતાના અંગત સ્વાર્થને જ ધ્યાને રાખી વધુને વધુ વિભાજન કરાવતા ગયા. ક્યાંક સ્વાર્થી લોકોએ શાસ્ત્રોના (અહીં શાસ્ત્રો કહેતા વેદ અને વેદાંગ જ ગણવા)મનઘડંત અર્થો કરી અને પોતાનો ઉલ્લુ સીધો કરી લીધો. આમા અમુક વર્ગને અન્યાય થયો પણ ખરો અને વધુમાં અમુક વર્ગને અન્યાય થયાની લાગણીઓ પણ જાણી જોઇને પંપાળે રખાઇ. અને જેમને સતત અન્યાય થયાની લાગણી જ થયે રાખે તે તો વિદ્રોહરૂપે પણ ધર્મપરિવર્તન કરવાનાજ.
લાગે છે કે હવે ફરીથી એક મહાક્રાંતિની જરૂર છે.(પહેલી શંકરાચાર્ય દ્વારા થયેલી) જેમાં અન્ય છીછરા અને કહેવાતા શાસ્ત્રોને બદલે મુળ વેદ અને ઊપનિષદોનું જ્ઞાન સરળ ભાષામાં પ્રકાશમાં લાવી શકાય. ખાસ તો ઊપનિષદોમાં જે જ્ઞાનનો ભંડાર પડ્યો છે તે યુવાનોને આકર્ષ્યા વીના નહીં રહે, ફક્ત તેને આધુનિક અને સમયોચિત પેકિંગમાં રજુ કરનાર વધુ એક વિવેકાનંદની કે દયાનંદની પ્રતિક્ષા છે.
રહી વાત રામનામ સત્યની તો એ બીક રાખવા જેવી નથી. કારણકે ૧૦૦૦ વર્ષનું વિદેશી કે વિધર્મી શાસન પણ એ કામ કરી શક્યું નથી, હા, હિન્દુઓની સહિષ્ણુતા ક્યારેક કાયરતાની હદ સુધી પહોંચે છે જરૂર, પરંતુ એ સહિષ્ણુતા જ આ ધર્મ અને સંસ્કૃતિને હંમેશને માટે ટકાવી રાખનાર મુખ્ય પરીબળ છે.
આટલો સરસ વિચારપ્રેરક લેખ આપવા માટે ધન્યવાદ.

****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.