મારા પ્રતિભાવો – ચોથી પૂણ્ય તિથિ : બક્ષી સાહેબ ને સાદર શ્રધ્ધાંજલી (via એક ઘા -ને બે કટકા)


ચચ્ચાર વરસથી બક્ષીસાહેબ આપણી વચ્ચે સદેહે ભલે નથી પણ અક્ષરદેહે હંમેશા છે અને રહેશે એ વિશે કોઇ મતમતાંતર ન હોય શકે .  એમના ગદ્યથી તો સૌ કોઇ પરિચિત છે જ અને એવો ગુજરાતી ગોતવો મુશ્કેલ છે જેને બક્ષીબાબુનું ગદ્ય ગમતું ન હોય ! પણ આજે આપણે બક્ષી સાહેબની કવિતાનો આસ્વાદ માણીયે…. (આ રચનાઓ  “એકવચન” માંથી લીધેલ છે. બે શિર્ષક અને પ્રાસ સાથે છે ) “તડકો” પુરુષની ખડતલ છાતીને પાણી પાણી કરતો તડકો તળાવના  પાણીની  ઉપર  ટૂકડે ટૂકડે તરતો તડકો પૂરબ-પશ્ચિમ  ગોળાકારે  સં … Read More

via એક ઘા -ને બે કટકા — રજનીભાઇ અગ્રાવત

મારો પ્રતિભાવ :

રજનીભાઇ, હું તો કાવ્યોની તકનિકી જરાયે સમજતો નથી, (માનો ને પાણી બહારનું માછલું છઉં !) પરંતુ આપે મુકેલા બક્ષીસાહેબનાં કાવ્યો અક્ષરે અક્ષર વાંચી ગયો, બસ મૌજ આવી. લાગ્યું એવું કે સામે શબ્દો નથી પણ ચિત્રો છે.
“નાનપણમાં મીણ ઘસતા હતા અને ચિત્ર ઊભરતું હતું એમ જ આત્મા નગ્ન થઈ રહ્યો હતો”
આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.