મારા પ્રતિભાવો – પછાત એટલે ? (via મારી વાત)


ભગવદ્દ ગોમંડળ અનુસાર સંસ્કૃત શબ્દ પશ્ચાત પરથી પછાત શબ્દ આવ્યો છે.  પછાત શબ્દનાઅન્ય  કેટલાક અર્થ છે(1)  પાછળ રહી ગયેલુ, પાછળનું.  (2) બિન કેળવાયેલ, બિનસુધરેલ , અવિદ્વાન (3) પાછળ, પછવાડે, પુંઠે . કદાચ હવે ફરી ભગવદ્દ ગોમંડળની રચના કરવાની થાય તો પછાત શબ્દનો અર્થ અને અર્થ છાયાઓ નક્કી કરવામાં ભલભલા ભાષાશાસ્ત્રીઓ પણ મુંઝવાઇ જાય. આપણા દેશમાં અત્યારે પછાત શબ્દના અર્થ અંગે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને રાજકારણમાં ભારે ગુંચવાડા જોવા મળે છે.  પછાત શબ્દ આજકાલ … Read More

via મારી વાત  — હિરેનભાઇ અંતાણી

મારો પ્રતિભાવ :

ઘણું ઊંડાણપૂર્વક વિચાર્યું હીરેનભાઇ.
આપના વિચારો પરથી મારા નમ્ર તારણ મુજબ પછાત શબ્દ એકલો કોઇ અર્થ દર્શાવતો નથી, એટલે કે સાપેક્ષ છે. કોના સંબંધમાં પછાત, તે ખાસ જરૂરી છે. આર્થિક પછાત, સામાજીક પછાત, શૈક્ષણિક પછાત, બૌદ્ધિક પછાત, નૈતિક પછાત આવા ઘણા વર્ગ પડી શકે. અર્થાત આપે લેખનાં અંતભાગમાં આપેલા ઉદાહરણ મુજબ એક પ્રકારના પછાત હોય તે, અન્ય બાબતોમાં બીજાઓ કરતા ક્યાંય વધુ સુધરેલા કે આગળ પણ હોય શકે. કોઇ એકાદ ક્ષેત્રે પછાતમાં ગણના થવી તે હલ્કું ગણાવાને બદલે કયા ક્ષેત્રે વધુ ધ્યાન આપવાનું છે તે સુચવતું એક દર્શકચિહ્ન માત્ર ગણાવું જોઇએ.
આપનું એ અવલોકન ખુબ ગમ્યું કે ’પછાતપણાના આપણા માપદંડની સમીક્ષા કરવાની જરૂર છે. માપદંડ ખોટો હશે તો તેના આધારે થયેલું આયોજન પણ ખોટું જ પડવાનું છે.’
આભાર.

Bhajman Nanavaty : 
 ખુબ મનનીય લેખ અને મોઢવાડિયા સાહેબનો શિરમોર સમો ઉપસંહાર. સહુ પછાતની પીપુડી ફૂંક્યા કરે છે અંગત સ્વાર્થ માટે. અને હવે તો પછાત હોવાનું ગૌરવ ગણાય છે!

****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.