મારા પ્રતિભાવો – પૃથ્વીરાજ-સંયુક્તા,અમર પ્રેમ કહાની,વિલાસિતા કે પછી વ્યભિચાર? (via “કુરુક્ષેત્ર”)


પૃથ્વીરાજ-સંયુક્તા,,અમર પ્રેમ કહાની,વિલાસિતા કે પછી વ્યભિચાર?  પૃથ્વીરાજ સંયુક્તા,,અમર પ્રેમ કહાની,વિલાસિતા કે પછી વ્યભિચાર?      *ઈતિહાસ ના આયના  માં પુછવા જેવા કેટલાક સવાલો છે.ભારત ના ઈતિહાસ માંની ઘણી બધી  પ્રેમકથાઓ વચ્ચે પૃથીરાજ ચૌહાણ અને સંયુક્તા ની પ્રેમકથા મહત્વ નું સ્થાન ધરાવે છે.મારો આ મહાન છેલ્લા દિલ્હીના સ્વતંત્ર હિંદુ રાજા ની અવહેલના કરવાનો જરાપણ ઈરાદો નથી.આ એક એવો મહાન વીર રાજા હતો,જેણે ફક્ત ૨૦ વર્ષ ની ઉંમર માં દિલ્હી ની ગાદી મેળવી ને બહુ ઝડપથી.ગુજરાત,રાજસ્થાન,હરિયાણા,પંજાબ અને ઉત્તરપ્રદેશ માં પો … Read More

via “કુરુક્ષેત્ર”    —  શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

 
ઈતિહાસ સામાન્ય રીતે વિવાદાસ્પદ વિષય છે. ભાગ્યે જ કોઇ ઈતિહાસ તટસ્થતાપૂર્વક આલેખાતો હશે. અહીં જાણીતા ઈતિહાસનું એક અલગ દૃષ્ટિકોણથી દર્શન કરાવવા બદલ આભાર. ગુજરાતી વિજ્ઞાન પત્રીકા ’સફારી’માં પણ ઘણી વખત ઈતિહાસનું અલગ દૃષ્ટિકોણથી અવલોકન અપાય છે.
એક માણસમાં બધા જ ગુણો (સારા) હોય તે જરૂરી નથી, પરંતુ આપણી પૂર્વની સંસ્કૃતિનું કદાચ એ લક્ષણ જ રહ્યું છે કે અહીં કાં તો માણસને એકદમ (એક્સ્ટ્રિમ લેવલે) દેવ ગણી લેવાય છે અથવા એકદમ દાનવ !! ગુણ અને અવગુણ દરેકમાં કુદરતી રીતે વણાયેલા હોય જ છે.
પૃથ્વીરાજ શૂરવીર હતો પણ શાથે વિલાસિ હતો, નહીં તો દિલ્હીની ગાદી પર કદાચ વિદેશીઓનું શાસન ન પણ આવત. ઘણી વખત એક વાક્ય સાંભળ્યું છે કે ’જો સંયુક્તા ન જન્મી હોત તો ભારતનો ઈતિહાસ અલગ હોત’ જાણે બધો વાંક સંયુક્તાનો જ હોય !!! આજે આપે પૃથ્વીરાજને કઠેરામાં ખડો કરીને ઓછામાં ઓછું સંયુક્તાને ન્યાય અપાવવાનો પ્રયત્ન તો કર્યો. ઘણા ભારતીય રાજકર્તાઓની આ વિલાસિતા, આપસની ઇર્ષા, ખોટા અભિમાનો વગેરે કારણે તો વિદેશી આક્રાંતાઓ અહીં ફાવી ગયા. આભાર.

Bhupendrasinh Raol :
શ્રી અશોકભાઈ,
સંયુક્તા તો ટીન એજર હતી.એ જમાના માં દીકરીઓ ને બહુ નાની પરણાવી દેતા.હજુય ઘણા રાજપૂત ફેમીલી માં દીકરીઓ ને બહુ મોટી થવા દેતા નથી.ટીન એજર ની સંમતિ ને કાયદો પણ માનતો નથી.એની બુદ્ધિ કેટલી?આતો મેં આ સ્ટોરીની કોઈ ટીવી સીરીયલ ના ફોટા જોયા એટલે મેં લેખ લખીને મુક્યો.અહી અમેરિકા માં કોઈ ભારતીય ટીચરે સ્કુલ ના વિદ્યાર્થી જોડે સહયોગ કર્યો હશે.તો પેલા એ મોટા થઇ ને પોલીસ માં નોકરી મળ્યા પછી કેસ કર્યો કે હું તો નાનો હતો ને આ ટીચરે મારો ઉપયોગ કર્યો હતો.બસ કોર્ટે પેલા બેન ને જેલ માં ધકેલી દીધા છે.

Mita Bhojak :
૨૦મી સદીના અર્ધભાગ સુધી પુરુષના તેનાથી ત્રણ ગણી નાની ઉંમરની સ્ત્રી-જે મોટેભાગે ટીનેજરે જ હોય તેના સાથે લગ્ન થતાં અને આ બાબતને બહુ જ સામાન્ય ગણાતી. બીજું મેં હમણાં કયાંક વાંચેલું કે મનુસ્મૃતિમાં આનો ઉલ્લેખ પણ છે કે લગ્ન માટે પુરુષ અને સ્ત્રીમાં ત્રણનો અનુપાત સુધી ઉંમરનો તફાવત ચાલી શકે. અને બીજું રાજપૂત અને મુસ્લિમમાં સગી બહેન સિવાયના એટલેકે લોહીની સગાઇ ના હોય તેવા લગ્ન થતાં અને કદાચ પારસીમાં પણ આ રીતે લગ્ન થઈ શકે છે. એટલે અંદરઅંદર સગાંમાં લગ્ન થઈ શક્તાં. અને પૌરાણિક કથાઓ અને રાજાશાહીમાં એક રાજાને ઘણી રાણીઓ કરી શકાતી. તેથી રાજા ગમે તે ઉંમરે લગ્ન કરી શકે. અને સ્વયંવરપ્રથા હોવાને કારણે તે વખતની કન્યા જાતે જે રાજા શૌર્યવાન હોય કે તેની ચારેતરફ કીર્તિ હોય તેવા રાજાને વરમાળા પહેરાવતી. એટલે સંયુક્તા અને પૃથ્વીરાજનું લગ્ન એ સમય પ્રમાણે વિલાસિતા કે વ્યાભિચાર ના ગણાય. અને કદાચ આવી લગ્નવ્યવસ્થાને કારણે જે લોકો દુર્બળ હોય કે નબળા હોય તેને કન્યા ન મળવાને કારણે આજની લગ્નવ્યવસ્થા બનાવવામાં આવી હશે. ખાસ તો બળવાન રાજાઓને ભાગે જ કન્યા આવતી. અને ઘણીવાર એવું પણ બનતું કે રાજાઓ પણ એકબીજાના રાજ્ય પર હુમલો કરે અને તે જે રાજા હારે તે રાજાને કુંવરી હોય તો જીતેલા રાજાને પરણાવી દે તો તેનું હારેલું રાજ્ય પાછું મળતુ.

અંદરઅંદરના થતા લગ્નોના કારણે થતાં નુકશાનને કારણે હવે લગભગ તે હવે થતા નથી. આવા લગ્નથી બાળક કાં તો વધારે ઇન્ટેલિજ્ન્ટ બને કે સાવ મંદબુદ્ધિનું બને.

પૃથ્વીરાજ ચૌહાણ એક નિપુણ રાજા તો ગણાય જ જેણે તેની આંખો ફોડી નાખવામાં આવી છતાં ઘોરીને તેની નિશાનબાજીની નિપુણતાને લીધે માર્યો.પૃથ્વીરાજ ૧૭ વખત ઘોરી સાથેના યુદ્ધમાં કે માત્ર એક વખત પણ જીત્યો અને બીજા યુદ્ધમાં હાર્યો તેનું કારણ સંયુક્તા સાથેનું લગ્ન નહીં પણ જયચંદનો અસંતોષ કારણરૂપ બન્યો હોઇ શકે. મોટાભાગના યુદ્ધમાં અસંતોષી કે વિઘ્નસંતોષીઓને કારણે જ યુદ્ધ હારતાં. તેના માટે સૌથી મોટા પુત્રને રાજપાટ મળે તે પ્રથાથી અસંતોષ ઉભો થતો અને મોટાં રાજ્યો નાનાં રજવાડા બની જતાં.
ઈતિહાસ હંમેશા વિવાદાસ્પદ વિષય રહ્યો છે. મેં પણ જેવું જોયું, મને જેવું લાગ્યું તે લખ્યું છે તમારી જેમ હું કદાચ ખોટી પણ હોઇ શકું.

અશોક મોઢવાડીયા :
મીતાબહેન, આપના આગવા વિચારોના સંપૂર્ણ સન્માન શાથે, મારે ફક્ત એક બાબતે ટીપ્પણી કરવી છે. સગોત્ર લગ્ન મુસ્લિમ લોકોમાં માન્ય છે તે સાચું, પરંતુ રાજપૂતો (ક્ષત્રિયો)માં આ પ્રથા હોવાનું જાણવા મળેલ નથી. (મેં ક્ષત્રિય પર થોડું શોધકાર્ય કરેલ તેના આધારે કહું છું, કદાચ હું પણ ખોટો હોઇ શકું) હા, મામા-ફોઇનાં સંતાનો વચ્ચે લગ્નની પ્રથા આજે પણ ઘણી, મુળ ક્ષત્રિય સમાજમાંથી ઉતરેલી, જ્ઞાતિઓમાં છે. પરંતુ કાકા-કુટુંબમાં લગ્નનિષેધ પ્રાચિનકાળથી જ ચાલ્યો આવે છે. આભારસહ:

Bhupendrasinh Raol :
મીતા બેનશ્રી,
આપની કોઈ ભૂલ કે ગેરસમજ થઇ હશે.મુસલમાન માં એક માં ના પેટે અવતરેલા હોય તેમના સિવાય કોઈ લોહીનો સબંધ જોવામાં આવતો નથી અને લગ્ન થાય છે.મામા કે માસીના અરે એક બાપ ના પણ જો માં જુદી હોય તો લગ્ન થાય.પારસીમાં માસીના સાથે છૂટ હોય છે.જયારે રાજપૂતોમાં આવું કદી ના થાય.અરે સાત પેઢીમાં પણ લોહીના ટીપા નો સબંધ હોય તો લગ્ન ના થાય.સગાઓ ભલે હોય બ્પણ મામા માસી કે દુર નો પણ લોહીનો સબંધ ના ચાલે.અરે એક અટક હોય તો પણ લગ્ન ના થાય.જેમ કે પટેલ પટેલ જોડે કે જોશી જોશી જોડે કે દવે દવે સાથે લગ્ન કરે તેવું પણ રાજપૂતોમાં ના થાય.ચૌહાણ ચૌહાણ સાથે કદી લગ્ન ના કરે.રાઠોડો ની અનેક જુદી જુદી શાખાઓ છે.જેવીકે રમલાવત,કુંપાવત,ચંપાવત,જોદ્ધા પણ કુંપાવત ક્યારેય ચંપાવત કે જોદ્ધા સાથે લગ્ન ના કરે.વનરાજ ચાવડા ને લગભગ હજાર વર્ષ થઇ ગયા.ગુજરાત ના ચાવડા રજપૂતો એમના વંશજો છે.પણ ચાવડા ક્યારેય ચાવડા માં લગ્ન ના કરે.ભલે હજાર વર્ષ થયા પણ વનરાજ આપણો પિતા કહેવાય એ હિસાબે ચાવડા બધા ભાઈ બહેન થયા.માટે લગ્ન ના થાય.એટલે પૃથ્વીરાજ થી માસીનાં દીકરા ભાઈની દીકરી જોડે લગ્ન અસંભવ.ભલે ચૌહાણ રાઠોડ સાથે લગ્ન કરે પણ લોહીનો સબંધ હોય ત્યાં લગ્ન ના કરે.બીજું ઘણી બધી ક્ષત્રીય કોમો છે.એમાં રોયલ રજપૂતો જુદા છે.ખેડા,બરોડા અને પંચમહાલ અને ભરૂચ જીલ્લા ના બારિયા ક્ષત્રિયો પણ પોતાને દરબાર કહેવડાવે છે.પણ અમારે એમના સાથે નહાવા નિચોવાનો પણ સબંધ ના હોય.એ લોકોના રીવાજો જુદા હોય.એટલે ગેરસમજ થતી હોય છે.લોકશાહી માં બધા ગમેતે અટક લખાવી શકતા હોય છે.પરમાર પરમાર સાથે લગ્ન કરે તો એ બારિયા ક્ષત્રિયો માં હોય.રાજપૂત હોય તો પરમાર પરમાર માં લગ્ન ના કરે.સૌરાષ્ટ્ર માં કાઠી દરબારો પણ છે.એમના પણ રજવાડા હતા.વાળા ખુમાણ અને ખાચર એમની શાખાઓ છે.એમના રીવાજો પણ જુદા છે લગ્ન બાબતે.એમના માં મામાની દીકરી સાથે લગ્ન થાય છે.આમારા રજપૂતો માં નહિ.ખેર હવે કશું બચવાનું નથી.પણ માહિતી માટે આ બધું લખ્યું છે.ઉમર ની વાત સાચી છે તમારી.ઘણી વાર છોકરી મોટી પણ હોય.ગાયત્રી દેવી જયપુર ના પતિ મહારાજા સવાઈ માનસિંહ ના પ્રથમ પત્ની મરુધર કુંવરી જોધપુર ના મહારાજા ના દીકરી હતા જે એમના પતિ કરતા મોટા હતા.ગયાત્રીદેવી કૂચબિહાર ના રાજ કુંવરી હતા.એમના માતુશ્રી સયાજીરાવ બરોડા ના પુત્રી હતા.લંડન માં સાથે ભણતા ડેશિંગ અને પોલોના મહાન ખેલાડી ગણાતા રાજા માનસિંહ સાથે લવ થઇ જતા ગાયત્રી દેવી બધાના વિરોધ છતાં માનસિંહ સાથે પરણી ગયેલા.

Mita Bhojak :
સરસ ઘણી સાચી માહિતી જાણવા મળી. મેં તો આ જે લોકો પોતાને રાજપૂત ગણાવતા હોય તેઓના દ્વારા જાણવા મળેલી માહિતીના આધારે જ લખ્યું છે અને એટલે જ ઈતિહાસની જેમ આ જાતિ વિશે પણ બધું વિવાદસ્પદ જ છે. અને એટલે જ લખ્યું હતું કે કદાચ હું ખોટી હોઇ શકું. અને હવે કશું બચવાનું નથી એ પણ સાચી વાત. અશોકભાઇનો અને આપનો આભાર.

pramath :  

મસિયાઈ સંબંધ સગોત્ર હોઈ શકે. (બે બહેનો એક જ ગોત્રમાં પરણી હોય તો.) દક્ષિણમાં, મેરોમાં  મામા-ફોઈના પરણી શકે – પણ ગોત્ર જુદા જ પડે.

ખરેખર જુઓ તો બે સગા ભાઈ પણ જનીનિક રીતે તદ્દન જુદા હોઈ શકે – અને તેમનાં સંતાનોનાં સગોત્ર લગ્ન સાવ અલગ રીતે જનીનોની ભાત અજમાવી શકે.

ગોત્રવ્યવસ્થા જાતિવ્યવસ્થા કરતાં વધુ વૈજ્ઞાનિક છે. ખામીભરેલા જનીનોને નજીક ન આવવા દેવાનો પ્રયત્ન છે. જાતિવ્યવસ્થા અપનાવી આપણે જનીનોની ફરજિયાત લેવડદેવડ પર કુહાડો ચલાવી દીધો છે.

હવે તો યુજેનિક્સ અનૈતિક ગણાય છે. જો નૈતિક ગણાતું હોત તો બાપના (‘Y’ રંગસૂત્રનાઆધારે) ગોત્રની સાથે માનું (મિટોકોન્ડ્રિયલ) ગોત્ર ત્યાજ્ય બનાવવું જોઇએ.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.