ક્લિક…ક્લિક… સાવ સહેલું !


મિત્રો નમસ્કાર.

ડિજીટલ કેમેરા આવ્યા પછી (તેમાંયે P&S કેમેરા સાવ સસ્તા થયા પછી)  હવે ફોટોગ્રાફીનો શોખ આપણા જેવા મધ્યમવર્ગીય, સામાન્યજનને પણ પરવડે તેવો થઇ ગયો. હવે તો મધ્યમ કક્ષાનો મોબાઇલ હોય તો તેમાં પણ સારી જાતનો કેમેરો આવવા લાગ્યો છે. જો કે ફોટા પાડવામાં કંઇ વેદ ભણવાની વાત નથી, તેમાંયે P&S (પોંઇટ એન્ડ શૂટ) કેમેરા તો એકદમ યુઝર ફ્રેન્ડલી આવે છે. બસ એક ક્લિક કરો અને સામેનું દૃષ્ય હંમેશ માટે આપની મેમરીમાં. છતાં પણ, સારા પ્રોફેશ્‌નલ ફોટોગ્રાફરો દ્વારા પડાયેલા ફોટોગ્રાફ્સ જોઇ આપણને પણ થાય કે આપણને પણ આવા, વધુ સારા, ફોટા લેતા આવડે તો સારૂં.  મારા ’લંગોટીયા મિત્ર’  ¡ ¿  શકિલ મુન્શીએ પોતાની આવડત અનુસાર ફોટોગ્રાફીને લગતા કેટલાક લેખ (ગુજરાતીમાં ! મહત્વનું આ છે !!) તેમના બ્લોગ પર મુકવાનું નક્કિ કર્યું છે. આપણને સૌને પણ થોડી તકનિકી માહિતી મળશે. તો રસ ધરાવતા સૌ મિત્રોને વિનંતી કે જરૂરી માહિતીઓ મેળવે અને યોગ્ય જણાય ત્યાં તેમને પ્રોત્સાહન પણ પુરૂં પાડે. તેમના પ્રથમ બે લેખ નીચે આપ્યા છે. આભાર.

ફોટોગ્રાફ અને પ્લેજરિઝમ   

* ફોટો કૉમ્પઝિશન  (ચિત્ર રચના)    

ટિપ્પણીઓ બંધ છે.