મારા પ્રતિભાવો – દાદા-દાદી….પોત્રા-પોત્રી…દ્વારા પત્ર !! (via અરવિંદ અડાલજાનો બ્લૉગ)


  દાદા-દાદી અને નાના-નાનીને પોત્રા-પોત્રી અને દોહિત્રા-દોહિત્રી ( ઉંમર વર્ષ 1 ½ થી 16 સુધીના) દ્વારા પત્ર !!!! આ આવેદન પત્ર આપનાર અમો છીએ આપના સૌના લાડકા-વ્હાલા પોત્રા-પોત્રી અને દોહિત્રા-દોહિત્રી. આપ જાણો છો કે આવનારા દિવસોમાં અમારા ઉપર પરીક્ષાના વાદળો હાવી થઈ ધેરાઈ રહ્યા છે. ચો-તરફ પરીક્ષાનો હાઉ અમને ધરાર ડરાવી રહ્યો છે. માનસિક રીતે અમને હળવા થવા કોઈનો ખોળો કે ખભ્ભો ઉપલબ્ધ નથી. અમો અમારી ચિતા-વ્યથા-કે પીડા કોઈ સમક્ષ ઠાલવી હળવા થઈ શકતા ના હોઈ મન … Read More

via અરવિંદ અડાલજાનો બ્લોગ

મારો પ્રતિભાવ :

“એક વ્યક્તિ બકરાને બાંધી જતી હતી અને પેલો બકરો બેં બેં બેં બેં એવી ચીસો પાડી રહ્યો હતો તે જોઈ આપને પૂછેલું કે આ બકરો ચીસો શા માટે પાડે છે ? જવાબમાં આપે કહેલું કે તેને કતલ કરવા કતલખાને લઈ જવામાં આવે છે તેની બકરાને જાણ થઈ ગઈ હોય તે ચીસો પાડતો ચાલે છે. તેના જવાબમા અમે કહેલુ કે અરે, રામ ! તેમાં ચીસો શું પાડવાની ? મને થયું કે તેને શાળાએ મૂકવા લઈ જાય છે.”
– વાહ ! આવું જ લગભગ બધા બાળકોને નાનપણમાં થતું હશે, જો કે મોટા થયા પછી ભુલાઇ જાય છે. અને પોતાનાં બાળકને ખરેખર રમવાની ઉંમરે, ૧ – ૧.૫ વર્ષે, ફરી એજ અનુભવ કરાવવા તત્પર થાય છે. કદાચ દેખાદેખી !!!

 arvind adalja 
શ્રી અશોકભાઈ
આભાર મુલાકાત અને સંદર પ્રતિભાવ માટે ! વાત સાચી છે મોટા થાય એટલે પોતા ઉપર વીતી હોય તે ભૂલી મોટા ભાગના લોકો એવું જ વર્તન કરતા હોય છે ! દેખા દેખીની વાત તો 110% સાચી છે ! આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.