મારા પ્રતિભાવો – અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે (via અભીવ્યક્તી)


અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે. એનો ખેદ વ્યક્ત કરીએ તો લોકો લખનારા પર ‘નાસ્તીક કે પાપી’ જેવાં વીશેષણો ઠોકી દે છે ! આ લખનારે ઘરમાં આજપર્યંત સત્યનારાયણની કથા, પુજા … Read More

via અભીવ્યક્તી   — ગોવીંદભાઇ મારુ

મારો પ્રતિભાવ :

શ્રી ગોવીંદભાઇ, દીનેશભાઇનો સુંદર, વિચારવંત લેખ આપવા બદલ આભાર. PDF મોકલશોજી.
એકદમ માખણ જેવો લેખ લખ્યો છે ! ન કોઇ ટીકા, ન કોઇ વિવાદ, બહુ સાલસ શબ્દોમાં સુંદર સમજણ. હળાહળ આસ્તિકને ગળે પણ ઘુંટડો ઉતરી જાય. શ્રદ્ધા એ માનવીના સંસ્કારોને કારણે ઉદ્‌ભવતું પરીબળ છે, જ્યારે તેમાં કોઇ પણ પ્રકારનો સ્વાર્થ ભળે છે ત્યારે તે અંધશ્રદ્ધામાં પરીવર્તીત થાય છે. અંગત વાત કરું તો, મારા વ્યવસાય, રહેઠાણ, અરે મારી પુત્રીનું નામ પણ ’શ્રદ્ધા’ છે. પરંતુ ! છેલ્લા લગભગ પંદરેક વર્ષથી કોઇપણ પ્રકારનાં, સમજણમાં ન ઉતરે તેવા, કર્મકાંડ કે રીતરીવાજોનું અનુકરણ કરવાનું બંધ કરાવેલું છે. આ બાબતે શરૂશરૂમાં કુટુંબ અને મિત્રોનો રોષ પણ વહોરવો પડેલ. વર્ષો પહેલાં ગણપતીના દુધ પીવાની ઘટના ચગેલ, ત્યારે એક મિત્રનાં (અંધ)શ્રદ્ધાળુ પત્નિએ ખાસ આગ્રહપૂર્વક અમને પણ દુધ ચઢાવવા મોકલ્યા ત્યારે ઘર બહાર નીકળી મસ્ત મજાના દુધનો વાટકો બન્ને મિત્રો અડધો અડધો ગટગટાવી ગયેલા !
હા એ સાચું છે કે શ્રદ્ધા માનવીને વિકટ પરિશ્થિતિમાં પણ ટકી રહેવા માટે પ્રોત્સાહન પુરું પાડે છે. પરંતુ એ આત્મશ્રદ્ધા હોવી જોઇએ. વિવેકાનંદનું જ એક વાક્ય ટાંકુ તો “જુનો ધર્મ કહેતો કે જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે, નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે”
જો કે જેમ જડતાપૂર્વક કર્મકાંડો ને વળગી રહેવું સારૂં નથી તેમ જ જડતાપૂર્વક દરેક પ્રકારની (નિર્દોષ) શ્રદ્ધાની હાંસી કરવી પણ સારૂં નથી.
આજે જ રામનવમી છે, પત્નિનો આગ્રહ હોય છે કે વર્ષમાં એક પણ ઉપવાસ કરતા નથી, આજે તો ઉપવાસ રાખો !! મારો પ્રત્યુત્તર : ’મને રામ ખુશ થશે કે નહીં તે વિશે બહુ ખબર નથી, પરંતુ તારા આત્માને ખુશી થતી હોય તો ચાલ આજે ઉપવાસ કરી નાખું’ !!
બાકી ભુત,ભુવા,બાબાઓ જેવા તત્વોની પાછળ પડી અને ખુવાર મરતા લોકો પોતે પણ નિર્દોષ નથી હોતા, તેમની આંખે પણ સ્વાર્થના પાટા બાંધેલા હોય છે. જે તેમને છતી આંખે અંધ બનાવે છે. તમારે એકનાં બમણા, વગર મહેનતે, કરવા જ હોય તો ’રામ’ કે ’ગોવીંદ’ કોઇ તમને બચાવવા સમર્થ નથી !!!
આપનો અને લેખકશ્રીનો ફરી આભાર. 

arvind adalja
શ્રી ગોવિંદભાઈ
સુંદર લેખ ! આત્મ વિશ્વાસ જે ગુમાવે તે બધું જ ગુમાવે અને કોઈનું અવલંબન શોધ્યા કરે પરિ -ણામે કોઈ બાવા-કોઈ ગુરૂ ભટકે અને તેને માનસિક રીતે વધુ અને વધુ નબળો બનાવે આમ શ્રધ્ધા ક્યારે અંધશ્રધ્ધામાં પલટાઈ જાય તે ખબર પણ ના પડે ! મને 70 વર્ષ થયા મેં આજ સુધી કોઈ કર્મ કાંડ કર્યા નથી. હા ઉપવાસ એકટાણાં બાળપણમાં કર્યા હશે પણ સમજણ આવ્યા બાદ કોઈ પાઠ્-પૂજા પણ કરતો નથી અને છતાં મને ક્યારે ય ઈશ્વરની કૃપા મારા ઉપર ના હોઈ તેવું જણાયું નથી. હા જીવનના સાત દાયકામાં મુશ્કેલીઓ અનેક વાર આવી છે અને તેતો તમામના જીવનમાં પાઠ-પૂજા કરનારા પણ આવતીજ રહે છે. માત્ર મુશ્કેલીનો પ્રકાર અલગ અલગ હોઈ શકે ! કોઈને આર્થિક તો કોઈને શારીરીક તો કોઈને કૌટુંબિક કે સામાજિક આવી શકે ! અરે ભગવાન કૃષ્ણ કે રામ ઉપર પણ મુશ્કેલીઓ આવેલી જ હતીને ? કૃષ્ણ ઉપર મણિ ચોરવાનો આરોપ તો રામને રાજગાદી ઉપર બેસવાને બદલે વનવાસ ! પત્નિ સીતાનું અપહરણ વગેરે ! રહી વાત રામ કે કૃષ્ણના જન્મદિવસે ઉપવાસ કરવાની અશોકભાઈની વાત પત્નિના સંતોષ માટે ઉપવાસ રાખવો તે એક વાત થઈ પરંતુ જો વ્યક્તિ પોતાના કે પોતાના પરિવારના સભ્યના જન્મદિનને ઉજ્વતી હોય તો જે ને આપણે ઈશ્વરનું સ્વરૂપ માનીએ છીએ તેમનો જન્મ પણ ઉજવવો જોઈએ અને તે ઉપવાસ રાખી નહિ પણ વિશિષ્ટ વાનગી દ્વારા ઉજાણી કરવી જોઈએ આપની જાણ માટે મેં અમારા પરિવારમાં આવા ઈશ્વરના જન્મ દિને રાખવામાં આવતા ઉપવાસનો ઉપક્રમ વર્ષો થયા બંધ કરી અમે સૌ સાથે સરસ વાનગી આરોગી ઉજવવાની પ્રથા શ્રૂ કરી છે ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિદ

arvind adalja
અરે ગોવિંદભાઈ મેં મારા પ્રતિભાવમાં અશોક મોઢ્વડીયાનો ઉલ્લેખ ભૂલથી અર્જુન તરીકે કરી નાખ્યો છે તો તે સુધારી લેવા વિનંતિ.

અશોક મોઢવાડીયા
માન. શ્રી અરવિંદભાઇ, ભુલથી તો ભુલથી પણ આપે મારું બહુમાન કરી નાખ્યું !! ’અર્જુન મોઢવાડીયા’ !!!!!
આતો જરા મીઠી મજાક કરી લીધી, બાકી આપની એ વાત શાથે સંપૂર્ણ સહમત છું કે જેને આપણે મહામાનવો માનીએ તેમના જન્મદિવસે તો મસ્ત મજાની પાર્ટીસાર્ટી થવી જોઇએ ! (ન માનતા હોય તેને તો આમે ભુખ્યા રહેવાનું કોઇ પ્રયોજન નથી) આ ભુખ્યું રહેવાનું કોણે શોધ્યું તેની કોઇએ તપાસ કરવી જોઇએ. હા, આરોગ્યના કારણોસર ઉપવાસ વગેરે યોગ્ય છે. જો કે મારા જેવા ભક્તજનો ભાગ્યે જ ’ઉપવાસ’ના અર્થમાં ઉપવાસ કરતા હશે !! પંદર જાતની ફરાળી વાનગીઓ અને ઉપર પાછો કિલો એક ’ફળાહાર’. આ તો પેલી ડોશીની વાર્તા જેવું થયું કે ’મેં તો ખુદા કો ફુસલા રહી હું’ !!!
હશે એ તો, જેવી જેની માન્યતા. પરંતુ સમાજને ભયાનક રીતે નુકશાન કરતી અંધશ્રદ્ધાઓ ની વિરૂદ્ધમાં લોકમત જાગૃત કરતા આવા લેખોને બિરદાવવા એતો આપણી સૌની નૈતિક ફરજ છે જ. આ માટેના સૌ મિત્રોના પ્રયાસને મારા વંદન.

ગોવીંદ મારુ
આભાર અશોકભાઈ…
ગઈ કાલે રજા હોવાને કારણે વહેલી સવારે ઉઠીને આ પોસ્ટ પબ્લીશ કરીને હું બહારગામ ગયો હોવાથી માન. શ્રી અરવીંદભાઈની કમેન્ટ મુજબ આપનું નામ સુધારવાની મને તક મળે તે પહેલાં જ આપશ્રીએ હળવી મજાક સાથે ઉદારતા દાખવી તે હ્રદયને સ્પર્શી ગઈ..

arvind adalja
શ્રી અશોકભાઈ
આપની મીઠી મજાક માણી આનંદ આવ્યો ! આપનો અને શ્રી ગોવિંદભાઈનો આભાર ! આપની વાત સાચી છે સામાન્ય રીતે જે ઉપવાસ રાખવામાં આવે છે તે ખરેખર તો રોજિંદી વાનગીઓમા ફેરફાર ( CHANGE OF FOOD ) સીવાય કંઈ હોતું નથી. બે-પેટ કરી વાનગીઓ આરોગવામાં આવતી હોવા છતાં આજ તો ઉપવાસ રાખ્યો છે તેનું ગાણું આખો દિવસ ચલાવાય અને પૂણ્ય સંચય કર્યાનો સંતોષ મેળવી લઈ ઈતીશ્રીઃ અનુભવાય !
સ-સ્નેહ
અરવિંદ
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.