મારા પ્રતિભાવો – નાં પરશુરામ,ના હનુમાનજી.અમર છે જેલીફિશ.(via “કુરુક્ષેત્ર”)


નાં પરશુરામ,ના હનુમાનજી.અમર છે "Turritopsis Nutricula"જેલીફિશ...                                                                                અમર છે “Turritopsis Nutricula”જેલીફિશ…        * અમર પરશુરામ ભગવાન રામજી વખતે અને એમના પહેલાથી હતા.મહાભારત કાલ માં પણ હતા.ભીષ્મ જોડે યુદ્ધ પણ કરેલું.તો પછી મહમદ ગજની એ સોમનાથ ભાગ્યું ત્યારે બહાર કેમ ના આવ્યા?અને હનુમાનજી પણ શ્રી રામ ના સમય થી મહાભારત કાલ સુધી ની વાતોમા … Read More

via “કુરુક્ષેત્ર”   —  ભુપેન્દ્રસિંહજી રાઓલ

મારો પ્રતિભાવ:

atuljaniagantuk
સરસ લેખ.
મુછો નીચી કરવામાં આવી છે.

Bhupendrasinh Raol
श्री अतुलभाई,
જુઓ કાયમ મૂછો નીચી કરવી પડે એના કરતા મારી જેમ સાફ જ કરી રાખો.હું તો રાજપૂત છું છતાં મુન્ડેલીજ રાખું છું,તો આપને શું વાંધો છે? ફાયદો એ થશે કે દૂધ પીતાં મલાઈ
બહાર રહી નહિ જાય.અને ઉંમર પણ થોડી ઓછી દેખાશે.આ અશોકભાઈ મૂછો મુંડાવા તો નથી ગયાને?ના મળે તો પોલીસ માં નોધાવો યાર.

અશોક મોઢવાડીયા
લો યાદ કરો અને હાજર !!! હું ચાર દીવસ માટે (વતનમાં) ખેતરે ગયો હતો, જો કે જુનાગઢ કરતા ત્યાં થોડી ઠંડક હતી. (જુનાગઢ તાપમાન: ૪૩.૮ સે. છેલ્લા ૧૦ વર્ષનું ઉચ્ચત્તમ તાપમાન ! છતાં ખરે બપોરે લોકો મજુરી કરે છે તેને કેમ કોઇ ચમત્કારી નથી ગણતું !!! કા.કે, તેઓ ’બાપુઓ’ નથી ! ગરીબ, બીચારા, અબુધ સામાન્યજનો છે !! )
મુછો અને વાળ તો મેં ત્રણેક માસ પહેલાં મુંડાવેલા (ફોટો આપને મેઇલ કરીશ) પરંતુ પાસપડોશીઓ છોકરાં છાના રાખવા માટે મારો ઉપયોગ કરવા માંડતા ફરી જૈસે થે કરી નાખ્યું !!!

સરસ લેખ, ઘણું જાણવા જેવું લાગ્યું, આ કુદરત જ ચમત્કારોથી ભરપુર છે, આપણે ખોટા વધારાના ચમત્કારો પાછળ પડીએ છીએ. આપે ઉપર વર્ણવેલી ’ઇમ્મોર્ટલ જેલીફીશ’ અને ’હાઇડ્રા’ જાતીનાં જીવો બાબતે વિકિ પર વધુ માહીતી પણ ઉપલબ્ધ છે. કોઇ શોખીનને વધુ રસ પડે તો. (http://en.wikipedia.org/wiki/Turritopsis_nutricula અને http://en.wikipedia.org/wiki/Hydra_(genus) )
આભાર.

Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
મારા દીકરા એ યાહુ હોમ પેજ ખોલતા આ જેલીફિશ ના સમાચાર જોયા ને મને વાત કરી,ને વધારે સમજ આપી અને બાકીનું વિકીભૈના પેજ ખોલવાથી મળ્યું ને એમજ લેખ લખાઈ ગયો છે.અને હવે ખેતરે પાણી વળવા જાવ તો કહીને જજો.નહીતો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ જશે થાણામાં.

atuljaniagantuk
અશોકભાઈનું સર્ચ વોરંટ કાઢવું જ પડશે……(વધુ મુળ લેખ પર..)

અશોક મોઢવાડીયા
શ્રી ભુપેન્દ્રસિંહજી,
પ્રથમતો બાપુ, હવે રજા વગર ગુટલી ન મારવાનું (રાજકારણીઓ જેવું) વચન આપું છું !!
આપે, અતુલભાઇએ અને સૌ મિત્રોએ અમર જેલીફિશથી મોક્ષ સુધી સ_રસ ચર્ચા કરી, લેખ હજારી છે તો ચર્ચા તો લાખેણી છે. મોક્ષ એ મૃત્યુ પછીની અવશ્થા છે કે નહીં, ખબર નથી. પરંતુ અતુલભાઇએ જણાવ્યું તે મનમાં ઉતર્યું, ૧. અવિદ્યા ૨. અસ્મિતા (હું પણું) ૩. રાગ ૪. દ્વેષ ૫. અભિનિવેશ (શરીરથી રખેને મારો વિયોગ થશે એવો ભય જે રાતદહાડો પ્રાણીમાત્રમાં પ્રવર્તી રહ્યો છે તેને અભિનિવેશ કહે છે. – સિદ્ધાંતદર્શન (ભ.ગો.) ), આ પાંચથી મુક્ત થવું તે મોક્ષ. આમ જોઇએ તો પ્રથમ કારણ ’અવિદ્યા’થી મુક્ત કરાવી મોક્ષનું કારણ બનવામાં આપ સમા સૌ મિત્રો પણ સહભાગી બનો જ છો ને ? બસ, આ જ તો જાણ્યે અજાણ્યે થતું પુણ્યકાર્ય છે. તેને માટે કોઇનું ધાર્મિક હોવું કે અધાર્મિક હોવું કશું જ મહત્વનું નથી. આવા જ સુંદર લેખ (પ્રતિભાવો પણ) આપતા રહેશો. આભાર.

Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
શ્રી અર્જુન મોઢવાડિયા ના ભાઈ લાગો છો.માટે રાજકારણીઓ જેવા વચનો આપો છો.કઈ વાંધો નહિ.હવે ખોવાયા તો ફનગ્યાન પોલીસ ચોકીમાં ફરિયાદ નોધાઇ જશે.

****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.