મારા પ્રતિભાવો – લેખકો … દ્વારા / લેખોમાં મૂકાતાં ( ક્વોટેશન્સ ) અવતરણો ! (via અરવિંદ અડાલજાનો બ્લૉગ)


                  ***** લેખકો અને કટાર લેખકો દ્વારા / લેખોમાં  મૂકાતાં ( ક્વોટેશન્સ ) અવતરણો !   ***** આપણાં અનેક સાહિત્યકારો-લેખકો-ચિંતકો-તત્ત્વવેતાઓ દૈનિક વર્તમાન પત્રોમાં, સાપ્તાહિકોમાં અને પાક્ષિક કે માસિક ધોરણે પ્રસિધ્ધ થતાં સામયિકોમાં નિયમિત રીતે અલગ અલગ વિષયો ઉપર પોતાના લેખ પ્રસિધ્ધ કરતા હોય છે. અને લેખનીં વચ્ચે પોતાના મતની  સાથે સામ્યતા ધરાવતા જુદા જુદા લેખકો-સાહિત્યકારો કે ચિંતકો કે અલગ અલગ ક્ષેત્રના આગેવાનો દ્વારા બોલાયેલા શબ્દો અવતરણ ત … Read More

via અરવિંદ અડાલજાનો બ્લોગ

મારો પ્રતિભાવ :

લેખકોની થોડી પોતાની વિદ્વતા બતાવવાની નિર્દોષ લાલચ પણ હોય શકે અને વિનયભાઇએ કહ્યું તેમ અંગ્રેજી અને અંગ્રેજી લેખકોનાં અવતરણો તુરંત જ મળી રહે છે (વેબ પર તો ઢગલો એક અને સાવ સહેલાઇથી) તે પણ એક કારણ હોય. અમે ગુજરાતીમાં, ખાસ તો ભારતીય મહાનુભાવોનાં, અવતરણો માટે “વિકિઅવતરણ” પર યથાયોગ્ય કોશિશ કરી છે (http://ow.ly/1ilnt) પરંતુ ત્યાં અમારા જેવા બે-ચાર સીવાય ભાગ્યે જ કોઇ કામ કરવા તૈયાર થયું (ત્યાં કોઇ પણ લેખની ’ઇતિહાસ’ ટેબ ક્લિક કરી જુઓ). આ બધી ક્રાંતિઓ સૌની ભાગીદારી અને સહકારથી જ થાય છે, એકલ દોકલ માણસનું કામ નથી. આપણા મહાનુભાવોનાં અવતરણો સહેલાઇથી (એટલે કે વેબ પર !!) મળતા થશે તો લેખકો, અને નહીં તો આપણે !, પણ જરૂર વાપરતા થશું.
આપનો આ સરસ લેખ વાંચી અને થોડા મિત્રો પણ આ માટે કશુંક કાર્ય કરશે તો આ લેખ જરૂર શાર્થક નિવડશે. આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.