મારા પ્રતિભાવો – Fight for Freedom of Expression (via એક ઘા -ને બે કટકા)


મિડિયાની ભાષામાં જ શરૂઆત કરુંતો  આજ કાલ સરકારના (ફતવા જેવા) ફરમાન સામે પત્રકાર બેડામાં કાગારોળ અને ચર્ચા ચાલે છે કે આવું ન ચાલે . . .સદંતર ન ચાલે. . . અમને રોકનાર તમે (એટલે કે ) સરકાર કોણ ? ! વાત તો છે મુદ્દાની કે જો ઇન્દિરા ગાંધીની (એકસલન્ટ)ઇમરજન્સીની ઘટનાનું પુનરાવર્તન થતું હોય એવી રીતે મિડિયાની સ્વતંત્રા પર જ તરાપ મરાશે તો પછી  શાસક અને વિપક્ષના કરતૂતોનો ભાંડો કોણ ફોડશે? આમ નાગરીક કે જેઓ  સરકારી ઑફિસમાં, પાર્ટીમાં કે આરામથી ઘરમાં બેઠા બેઠા કે … Read More

via એક ઘા -ને બે કટકા  — રજનીભાઇ અગ્રાવત

મારો પ્રતિભાવ :

રજનીભાઇ,
પત્રકારત્વ એક પવિત્ર અને જવાબદારી ભર્યો વ્યવસાય છે. ઘણાં તેને તે રીતે નિભાવતા પણ હશે. પરંતુ આ “ઘણાં” સીવાયનાં “ઘણાં” છે જેને માટે આપનો આક્રોશ એકદમ વ્યાજબી જ છે. મેં છાપાની ફેરી કરતા કે રસોઇયા તરીકે કામ કરતા લોકોને પણ પત્રકાર બનાવી દેવાયાનું જોયું છે !! આ પાછું તેમની સખત્ત મહેનત કે પત્રકારત્વનાં અભ્યાસને કારણે નહીં, પરંતુ પીળું પત્રકારત્વ કરી શકવાની હિંમત અને આવડતને કારણે. જો કે આવું ક્યાંક જ થતું હોય છે. પરંતુ સાચા અને નિષ્ઠાવાન પત્રકારોના નામ ને પણ બટ્ટો લાગે છે. આવા લોકોને ક્યાં સેટલમેન્ટ થઇ શકે તેમ છે તે શોધવામાં જ વધુ રસ હોય છે. સાચું જ છે કે “શિસ્ત વીનાની સ્વતંત્રતા સ્વછંદતામાં પરિણમે છે”
સરસ લેખ.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

One response to “મારા પ્રતિભાવો – Fight for Freedom of Expression (via એક ઘા -ને બે કટકા)

  1. પિંગબેક: Tweets that mention મારા પ્રતિભાવો – Fight for Freedom of Expression (via એક ઘા -ને બે કટકા) | વાંચનયાત્રા -- Topsy.com