મારા પ્રતિભાવો – “બ્રેન તો બાપુઓના” (via “કુરુક્ષેત્ર”)


"બ્રેન તો બાપુઓના"   “બ્રેન તો બાપુઓના”    આ ઘણા ના મનમાં સવાલ ઉઠતો હશે કે આ બાપુ આવું ક્યાં થી લખતા હશે?કોઈ બુક્સ વાંચતા હશે.એમાંથી ગુજરાતી કરી ઉતારા કરતા હશે.ભાઈલા આપણું અંગ્રેજી એટલું સારું નથી.બીજું આપણી પાસે એટલા બધા પૈસા પણ નથી કે અંગ્રેજી લેખકોની બુક્સ વસાવવાની હિંમત કરીએ.હા બુક્સ ઘણી બધી વાંચી છે.પણ બધા ગુજરાતી લેખકોની,એ પણ મફતમાં.હાજી મારા પિતાશ્રી વિજાપુર ની સા … Read More

via “કુરુક્ષેત્ર”   —  ભુપેન્દ્રસિંહજી રાઓલ

મારો પ્રતિભાવ :

Bravo !! બાપુ.
આ ’બ્રેન’ પરથી એક ’બ્રેનગન’, જે સૈન્યોમાં વપરાય છે, તે પણ યાદ આવ્યું !!
આપની આ રસાળ, મારફાડ અને બેધડક મૌલિકશૈલીની મારા જેવાને તો ખરેખર ઇર્ષા જ આવે છે ! હું પણ આવું બેધડક લખી શકતો હોત તો ? (એ માટે બ્રેન શાથે ગટ્‌સ પણ જોઇએને !!!)
“ના વાપરેલા બ્રેન વાપરવા કાઢીએ તો આવું થાય.” એ મજાકમાં તો સારૂં લાગ્યું પરંતુ એ આપની નમ્રતા છે.
આપે ઉલ્લેખેલ જુના જમાનાની જ વાત કરીએ તો પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે રાજપૂતોએ પોતે કદાચ ઓછું લખ્યું હશે પરંતુ અન્ય કવિ, લેખકો અને સાહિત્યકારોને સંપૂર્ણપણે પ્રોત્સાહન આપ્યું છે, આ કંઇ જેવીતેવી સેવા હતી? બાપુઓમાં બ્રેન ન હોત તો ’રે પંખીડા સુખથી…’ (કલાપી) જેવા કાવ્યથી લઇ અને ગુજરાતીભાષાનો, કદાચ પ્રથમ અને એકમાત્ર, જ્ઞાનકોશ ’ભગવદ્‌ગોમંડલ’ (શ્રી ભગવતસિંહજી) આ સમાજને ક્યાંથી મળ્યો હોત ? શૌર્ય ફક્ત લડાઇના મેદાનોમાં જ પ્રદર્શિત નથી થતું હોતું. કદાચ સમાજનો એ ઢારો રહ્યો છે કે (નિર્દોસ) મજાક પણ સબળાની જ કરવી !! (એ જ ખમી શકે !) જેમ કે સરદારજીઓ, તેમ જ બાપુઓ !!!
માટે ગુસ્સો થુંકી નાખો !!! સમાજમાં આજે પણ રજપૂતોના શોર્ય, સમર્પણ અને પ્રજાપ્રેમ માટે એટલું જ સન્માન છે જેટલું તો કદાચ તેઓનાં શાસનકાળમાં પણ નહીં રહ્યું હોય. (પૂછો ક્યારેક પોરબંદર કે ગોંડલ જેવા ગામોની બજારમાં)
બાકી લેખમાં આપે રસપ્રદ ’ફ્લેશબેક’ રજુ કર્યો, વાંચીને મજા આવી, શાથે બાળપણ પણ યાદ આવ્યું.
આભાર.

Bhupendrasinh Raol :
શ્રી અશોકભાઈ,
હું જરા કવિતાઓ ઓછી વાંચું એટલે એકદમ કલાપી નું નામ યાદ ના આવ્યું.ખેર શ્રી ભગવતસિંહજી તો રાજાઓ ની શાન હતા.તેઓશ્રી પહેલા સર્જન ડોક્ટર હતા,કે જે રાજા હોય. એમની પાસેની ડીગ્રીઓ એટલી બધી હતી કે યાદ પણ ના રહે.આપના પ્રતિભાવો તો મારું લખવાનું બળ બની રહે છે.મને ખુદ ને ખબર નથી કે મારી શૈલી કેવી છે?અને કેવી હોવી જોઈએ?હું તો મનમાં સ્ફુરે એવું જ લખું છું.કોઈ ફેરફાર કરતો નથી.આપનો ખુબ આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”ટિપ્પણીઓ બંધ છે.