મારા પ્રતિભાવો – નફ્ફટ બાવાઓ (via આખી દુનિયાની પંચાત)


હમણાથી આપણા ભોળા ભક્તો ને માથે પનોતી બેઠી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ધોરાજી માં ધક્કા મુકી  થવાથી ભક્તો ના મોત થયા, ગઈ કાલે બીજા સમાચાર આવ્યા કે ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢના આશ્રમમાં થયેલી ધક્કામુક્કીમાં 63 લોકોનાં મોત નીપજ્યાં હતા.  આ બન્ને બનાવોમા એક વાત સામાન્ય છે કે વ્યવસ્થા અને સુરક્ષામાં થયેલી ભૂલને કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી. બન્ને બનાવોમાં જે તે જગ્યાના કહેવાતા સંતો પોતાની ભૂલ સ્વીકારવા ના બદલે દોષ નો ટોપલો ભકતો ના માથે નાખી દીધો. ધોરાજી ન … Read More

via આખી દુનિયાની પંચાત  — શૈલેશભાઇ

મારો પ્રતિભાવ :

“હમણાથી આપણા કહેવાતા અને બની બેઠેલા સંતો ને માથે પનોતી બેઠી છે.” માં એક નમ્ર સુધારો સુચવીશ! ’પનોતી તો પ્રજાની બેઠી છે’!! બાવાઓ તો બધા જલ્સા કરે છે. ભુપેન્દ્રસિંહજી અને અતુલભાઇએ સાચું કહ્યું, એક, ગુજરાતની પ્રજા બધી જ રીતે તૈયાર પણ ધર્મની બાબત આવે એટલે તરત ભોળવાઇ જાય છે અને બે, હીરા થી માંડી અને ધુળ સુધીની પરખ ધરાવતી આ પ્રજા બાવાઓની પરખ કરવામાં થાપ ખાઇ જાય છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેનો સુક્ષ્મ ભેદ પામવાની સમજશક્તિ ક્ષીણ પડી ગઇ છે. વિચારોને બદલે વ્યક્તિનું મહત્વ વધે ત્યારે આવું જ થાય છે. આપણે માર્ગ ને બદલે માર્ગ બતાવવા માટે ચિંધાતી આંગળીને પકડી રાખીએ તો મંજીલ ને બદલે અંગુઠો જ મળે ને !!
વિચારપ્રેરક લેખ બદલ આભાર.

Shailesh
આપના સૂચન મુજબ લેખમાં ફેરફાર કરી દીધો છે, મારુ ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.