મારા પ્રતિભાવો – “અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ” (via “કુરુક્ષેત્ર”)


"અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની " “અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની “અહિંસક તો ભગવાન મહાવીર હતા.ના તો ગાંધીજી અહિંસક હતા ના તો અત્યારના કોઈ જૈન અહિંસક છે.મહાવીર અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હતા.એ પ્રાણી તો ઠીક જીવ જંતુ માત્ર માં પરમાત્મા ને અનુભવી શકતા હતા.તો પછી હિંસા કોના પ્રત્યે કરી શકાય?જે લોકો દરેક વસ્તુમાં પરમાત્મા ને અનુભવી શકતા નથી એ લોકો જો અહિંસા ના વ્રત લે છે,તો એમની અહિંસા દંભી બની જાય છે.ગાંધીજી આવા દંભી અહિંસક હતા.નાની નાની સુક્ષ્મ હિંસા આ લોકો ભૂલી જાય છે.આ લોકો … Read More

via “કુરુક્ષેત્ર”   — ભુપેન્દ્રસિંહજી રાઓલ

મારો પ્રતિભાવ :

ભુપેન્દ્રસિંહજી,નમસ્કાર.
હંમેશની માફક, ઝટકો આપતો લેખ. પ્રથમ એક આડવાત, આપના જ બ્લોગનાં એક પ્રતિભાવમાં વિનયભાઇએ લખ્યું છે કે આપનો હોળી વિષયનો લેખ કોઇ અખબારમાં પ્રસિધ્ધ થયો, અભિનંદન. અહીં તેની કડી આપશોજી.
આપના આ લેખ પર પ્રતિભાવ આપવા માટે પહેલાં મારે ઘણું વાંચવું પડશે !!!
હાલ તો આદત મુજબ થોડા તારવેલા વિચારો:
* “ક્ષમા વિરસ્ય ભૂષણમ્‌” (અહીં ’વિરતા’નું મહત્વ ન હોત તો ફક્ત “ક્ષમા ભૂષણમ્‌” ચાલત !)
* પહેલાનાં સમયમાં કદાચ ક્ષત્રિય એ જન્મે નહીં પરંતુ કર્મે કરી અને મળતું બિરૂદ હતું (સંદર્ભ:વિકિપીડિયા “ક્ષત્રિય” http://ow.ly/1cSHo) (અર્થાત ભારતિય સંસ્કૃતિ હંમેશાથી વિરતાની પૂજારી રહી છે)
* અકારણ હિંસાને વિશ્વનાં કોઇ પણ સમાજે સન્માન આપ્યું નથી. (અહીં જો કે ઈતિહાસનો અલગ દૃષ્ટિથી અભ્યાસ કરીએ તો જણાશે કે વિજેતાઓ પાસેનાં કારણો હંમેશા ન્યાયી ઠરાવાય છે. જેમ કે હિટલર દ્વારા થયેલો જનસંહાર અન્યાયી, અકારણ ગણાશે જ્યારે જાપાન પરનો અણુપ્રયોગ ન્યાયી,સકારણ ગણાશે.)
* ટુંકમાં હિંસા અને અહિંસા બંન્ને સાપેક્ષ છે, દાક્તર દ્વારા દર્દીનાં પેટ પર કરાતો ઘાવ અને ખુની દ્વારા કરાતો ઘાવ ભૌતિક દૃષ્ટિએ સમાન હોવા છતાં બંન્નેના ઉદ્દેશનાં ફર્કને કારણે અલગ પડે છે. તેવું જ એક સૈનિક અને એક ત્રાસવાદીનાં મામલે હોય છે.
* ટુંકમાં સંપૂર્ણ અહિંસા એ કોઇ પણ જીવંત પ્રાણી માટે શક્ય નથી, પરંતુ ઉદ્દેશ મહત્વનો છે, અને તે ન્યાયપૂર્ણ હોવો જોઇએ. આભાર.

 Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
વિનયભાઈ ની કોઈ ગેરસમજ થઇ હશે.મેં હોળી વિષયક કોઈ લેખ લખ્યો નથી.સંપૂર્ણ અહિંસા શક્ય નથી.આપની વાત સાચી છે.

 Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
પ્રથમ વિશ્વયુદ્ધ પછી હારેલા જર્મનીને મિત્ર દેશોએ એટલો બધો દંડ ફટકારેલો કે એને ભરતા જર્મની ખલાસ થઇ ગયું હતું.મિત્ર દેશોએ જર્મનીને એટલું બધું સતાવ્યું કે એના વિરોધ માં હિટલર ઉભો થયો,ને લોકપ્રિય બન્યો.હિટલરે ૬૦ લાખ યહુદીઓને મારી નાખ્યા એ વાતે એ મોટો ગુનેગાર છે.બાકી મિત્ર દેશો ઉપર ચડાઈ કરી એ વાતે મારા મતે ગુનેગાર નથી.

 Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
ઝટકા આપવાતો બ્લોગ બનાવ્યો છે.જે સામો લડી શકે તેમ ના હોય કમજોર હોય તે કહે જા ક્ષમા આપું છું એનો શું મતલબ?હિટલર પોતાને અને જર્મનોને શુદ્ધ આર્યન સમજતો હતો.એટલે તો એનું સિમ્બોલ સાથીયો હતો.જરા ત્રાંસો પણ સાથીયો એની પાર્ટી નું પ્રતિક હતું.યહુદીઓ નો કોઈ વાંક ના હતો પણ યહુદીઓ અશુદ્ધ પ્રજા છે એમ કહી ૬૦ લાખ ને જીવતા શેકી નાખ્યા.મુલે એ ક્રિશ્ચિયન અને જીસસ ના મોત નું કારણ યહુદીઓ બનેલા એ વાત એના અનકોન્શીયાશ માં ક્યાંક હશે.

 અશોક મોઢવાડીયા
ભુપેન્દ્રસિંહજી, સાવ સાચું કહ્યું, જો કે હિટલરનાં કર્મોનો હીસાબ કરવો તે આપણું કામ પણ નથી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા દેશોએ જર્મની પ્રત્યે થોડો દયા ભાવ રાખ્યો હોત તો હિટલર પેદા થયો ન હોત. યહુદીઓ પ્રત્યે હિટલરને આપે જણાવ્યું તે કારણે પણ અભાવ હોઇ શકે, અન્ય એક કારણ એ પણ હતું કે, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે યહુદી પ્રજા (જે ખાસ તો વ્યાપાર અને વ્યાજવટાવ નો ધંધો કરતી) ધન માટે દુશ્મન સૈન્યને પણ રાશન-પાણી વહેંચતી, અને હાર્યા પછી કંગાળ થયેલા જર્મનીની પ્રજાને ઉંચા વ્યાજ અને બેફામ નફાખોરી દ્વારા વધુ કંગાળ બનાવતા. આમ આર્થિક શોષણખોરી પણ યહુદી પ્રજાના વિરોધનું કારણ બનેલ. (શેક્સપીયરનાં નાટકો અને ’મેઇન કામ્ફ’ માં થોડો ચિતાર મળે છે)

આવા જ થોડા કારણો આપણે ત્યાં પણ હતા, પરંતુ કદાચ થોડા સંસ્કૃતિભેદને કારણે આપણને હિટલરને બદલે ગાંધીજી મળ્યા ! જેમણે શક્ય તેટલી ઓછામાં ઓછી હિંસા વડે જુલ્મકર્તાઓનો સામનો કરવાનું શસ્ત્ર પ્રજાને બતાવ્યું. આટલા માટે પણ આપણે તેમનાં આભારી થવું જરૂરી તો ગણાય જ !
આપની પાસે આપનાં આગવા, વિચારયોગ્ય વિચારો હોય છે જે, કોઇને ગમવા ન ગમવા અલગ વાત છે, વિચારતા તો જરૂર કરી દે છે. બસ આમ જ છાસ વલોવડાવતા રહેશો તો માખણ સ્વયં પ્રગટ થશે જ !! આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.