મારા પ્રતિભાવો – ભૌતીકવાદ – નૈતીકતા – અધ્યાત્મવાદ (via અભીવ્યક્તી)


‘માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે – તો તેણે  તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’ –લેનીન લેનીન ભૌતીકવાદી હતો, નાસ્તીક હતો, નીરીશ્વરવાદી હતો અને છતાં તેણે દુનીયાનાં તમામ ભૌતીક સુખ અને સગવડને ત્યાગી માનવજાતની મુક્તી અર્થે તેનું સમગ્ર જીવન અર્પ્યું હતું. બુદ્ધ નાસ્તીક હતા, નીરીશ્વરવાદી હતા, આત્મા પરમાત્માની ફ … Read More

via અભીવ્યક્તી   — શ્રી ગોવીંદભાઇ મારુ

મારો પ્રતિભાવ :

શ્રી રાજેશભાઇ, આપના પ્રતિભાવમાં ક્યાંક ક્ષતિ રહી ગયેલ જણાય છે, એક બાજુ લખ્યું છે કે “ભારતને નાસ્તિક્વાદ તરફ લઈ જાઓ તો પણ મોટી દેશ સેવા થશે, કેમ કે ભારત તો ધર્મના અંધકારના કળણમાં ફસાયેલો ફક્ત દેશ છે,” અને ત્યાર બાદ લખ્યું કે “તમારા જેવા સ્વછંદી, નાસમજ, તર્કશાસ્ત્રી, તકવાદી લોકો ના કારણે જ આ દેશનુ અને દુનિયાનુ પતન થઈ રહ્યુ છે,” આ તો હું ગોટે ચડ્યો !!! સાચું શું માનવું? લેખકનાં વિચારનાં વખાણ કરવા કે વિરોધ કરવો ??
બીજું કે તમામ ધર્મ અને વિચારોને તટસ્થતાપૂર્વક આ ભારતીય સંસ્કૃતિએ આવકાર્યા છે. અને આ સંસ્કૃતિનો પાયો એટલો નબળો પણ નથી કે તેને ટકાવવા માટે કોઇ બાહ્ય ટેકાની જરૂર પડે. હા કદાચ ખ્રિસ્તી દેશોમાં એ સાચું હશે, પરંતુ અહીં તો લગભગ ૮૦૦ વર્ષની પરતંત્રતા પણ જેનો નાશ નથી કરી શકી એ સંસ્કૃતિ છે, જેમાં લેખમાં ઉલ્લેખાયેલ ’ચાર્વાક’ને પણ ઋષિનું બિરૂદ અપાયું અને તેમના મત ને પણ સન્માન અપાયું છે. હા કોઇક લેભાગુ સંપ્રદાયો, સ્વલાભ માટે ધતિંગો ચલાવતા કહેવાતા ધાર્મિક આગેવાનો વગેરે કરતા આ ભૌતિકવાદીઓ વધુ પ્રમાણિક તો છે જ. અને આમે ધર્મ એ સૌની અંગત માન્યતાનો વિષય છે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આપણી સંસ્કૃતિમાં ફ્ક્ત મારા ધર્મનો હોય તો જ કે ધર્માંતરણ કરો તો જ મદદ કરવાની સંકુચિતવૃતી ક્યારેય રહી નથી. પછી તે આસ્તિક હોય નાસ્તિક હોય કે કોઇ પણ વાદી હોય. અને મનુષ્ય પોતાનો ઉધ્ધાર પોતાની જાતે જ કરી શકે છે, તે માટે તેણે કોઇની રાહ જોવાની જરૂર નથી, એવું આપણું (હિન્દુ જ નહીં, બૌધ્ધ સહિત ઘણાં ધર્મોનો જેમાં સમાવેશ થાય છે તે) ભારતીય દર્શન કહે છે.
આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.