મારા પ્રતિભાવો – હસો ભાઈ હસો,હસો બહેનો હસો!!!! (via “કુરુક્ષેત્ર”)


હસો ભાઈ હસો,હસો બહેનો હસો!!!!         *આ દિલીપકુમાર સાહેબ કરુણરસ ની ભૂમિકા ભજવવાના નિષ્ણાંત ખેલાડી હતા.એમના ચિત્રપટ  એના કારણે પ્રખ્યાત અને સફળ થતા.પણ પ્રશ્ન એ થયો કે સતત આવી કરુણ અને ઉદાસ ભૂમિકાઓ ભજવી ભજવી ને સદાય કરુણ રસ ના તરણકુંડ માં નહાવા લાગ્યા.સતત ઉદાસ પ્રકારની ભૂમિકાઓ ભજવવાથી એમના મન ઉપર અસર પડી ને કારણ વગર ઉદાસ રહેવા લાગ્યા.ઘર માં ચા  લાવતા જરા વાર લાગે તો પણ રડી પડતા.”મુજ ગર … Read More

via “કુરુક્ષેત્ર”   — ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

નમસ્કાર,
હવે ખબર પડી!!! “હજૂર બદલે બદલે ક્યું નજર આતે હૈ!”
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે પણ ટકોર કરેલી કે ’ઘરનાઓ (અહીં પત્નિ વાંચવું)ની વાત વગર દલીલે સ્વિકારી લેવી’ . જો કે આપના વિચારવંતા લેખોની પ્રતિક્ષા તો રહેશેજ…. થોડા મને ગમેલા, આપના શબ્દો:
શૌચક્રિયા કક્ષ | જગત જોડાણ જાળ | માહિતી ભંડાર યંત્ર | દુરવાર્તા યંત્ર
લીલું પાનું (ગ્રીનકાર્ડ) >પીળું પાનું સાંભળ્યું હતું, આ નવું !!|
કંઠ લંગોટ !!! બસ બસ ! ફરી ઉદરશૂળ ઉપડવા લાગ્યું છે.
આભાર.

Bhupendrasinh Raol :
શ્રી અશોકભાઈ,
હજૂર ને બદલે ખજુર લખવું હતું ને?ઉદરશુલ ની દવા ના લેતા.આભાર.

અશોક મોઢવાડીયા :
“હજૂર ને બદલે ખજુર”……
બાપુ, હવે આપ મારી મજાક કરો છો!!
આપ મારા વડિલતુલ્ય છો, આ તો આવી હળવી મનો:દશામાં (Mood) હોઇએ એટલે થોડી ધમાચકડી કરીએ. બાકી માન મર્યાદા ચુકવી એ આપણી સંસ્કૃતિ નથી. કશી ભુલચૂક થઇ જાય તો મોટું મન રાખશોજી. !!! આભાર.

Bhupendrasinh Raol :
હું તો મજાક કરતો હતો.અને હમેશા હળવી મનોદશા માં ધમાચકડી કરતા રહેશો તો વધારે મજા આવશે.આપના અભિપ્રાયો તો મારી પોષણ લાકડી છે.આ તો હું પણ મજાકે ચડી ગયો હતો.મને કશું ખોટું લાગ્યું નથી.અને આપ ખોટું લાગે તેવું લખો તેવા પણ નથી.
 
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.