મારા પ્રતિભાવો – !!!!! હે કૃષ્ણ !!!!! (via અરવિંદ અડાલજાનો બ્લૉગ)


  14 ફેબ્રુઆરી 2010 વ્હાલા મિત્રો અને વડિલો આજ રોજમારા બ્લોગ ઉપર  અમદાવાદમાં આવેલી લાફીંગ કલબના મેગેઝીનના ફેબ્રુઆરી 2010ના અંકમાં ભાઈશ્રી ચંદ્રકાંત મણિયાર દ્વારા સંકલન કરેલું આજની આપણાં દેશની વ્યંગાત્મક શૈલીમાં રજૂઆત કરી ભગવાન કૃષ્ણને  આ ધરતી ઉપર ફરીને આવવા ઈજન આપતું સુંદર કાવ્ય પ્રસિધ્ધ કરેલ છે.  તે  આપ સૌને પણ માણવા માટે મૂકેલ છે તો જરૂર બ્લોગ ઉપર પધારશો અને આ સંદર કાવ્ય માણશો તેવી આશા સાથે સ-સ્નેહ અરવિંદ                  !!!!!   હે કૃષ્ણ   !!! … Read More

via અરવિંદ અડાલજાનો બ્લોગ

મારો પ્રતિભાવ :ભઇ ! મા‘ભારતનાં યુદ્ધ જેવા સેલાં કામ હોય તો કો !! આવા અઘરાં કામ ચિંધવા હોય તો કોક બીજાને ગોતો, ભૈ‘સાબ !!! —(કરશન વી. યાદવ-ગોકુલધામ)
****************************************
arvind adalja : 
શ્રી અશોકભાઈ
આજના આપણાં દેશની જે સ્થિતિ આ રાજકારણીઓ અને સાધુ-સંતો-સ્વામીઓ-ગુરૂઓ અન બાવાઓએ સાથે મળી કરી છે તે સુધારવાનુ મહાભારતના યુધ્ધ કરતાં પણ કપ્રરું છે અને તેમાં ભગવાન કૃષ્ણ પણ કદાચ સફળ ના થાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તે વાત સાથે હું પણ આપની સાથે સહમત છું. આમે ય થોડા દાડા પહેલાં દેશનુ શ્રેષ્ઠ બુધ્ધિધન સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે બીરાજે છે તેમ સ્વીકારવામાં આવે તો તેઓએ પણ ચાલુ અદાલતમાં કોઈ મેટર દરમિયાન કહેલુ કે આ દેશને તો ભગવાન પણ નહિ બચાવી શકે ! આમ સૌ એક મતિ તરફ જઈ રહ્યા હોય તેવું જાણ્યે-અજાણ્યે બની રહ્યુ હોઈ તેવું જણાય છે !આપની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર અને ધન્યવાદ ! આવજો ! મળતા રહીશું !
સ-સ્નેહ
અરવિંદ
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.