મારા પ્રતિભાવો – ગાંધી, ખાન અને ઠાકરે : સાચી વાત કોણ કરે? (via Read, Think, Respond)


રાજકારણ-પ્રદેશકારણ રાહુલ ગાંધી, શાહરુખ ખાન અને શિવસેના… વિતેલા કેટલાક દિવસોમાં આ ત્રણેય ચર્ચામાં રહ્યા. માન્યું કે શિવસેનાને રાજ ઠાકરેની મ.ન.સે.ને મળેલા મતોને જોતાં પોતાનું વર્ચસ્વ પુનઃ સ્થાપવું છે, એટલે તે આ બધી ગર્જનાઓ કરે છે, પણ કેટલીક વાતો તેની માનવી પડે તેવી છે. પહેલી તો, એમાં કોઈ બેમત જ ન હોઈ શકે કે મુંબઈ આખા ભારતનું શહેર કે નગરી છે. મુંબઈ કંઈ કાશ્મીર થોડું છે જેમાં તમારે જમીન ખરીદવી હોય તો ન ખરીદી શકો, જ્યાંથી, તમે પંડિત હો ને તમને ખદેડી … Read More

via Read, Think, Respond  — જયવંતભાઇ પંડ્યા

મારો પ્રતિભાવ :

શ્રી જયવંતભાઇ, આપના વિચારો પ્રત્યે સંપૂર્ણ સન્માન શાથે અહીં ફક્ત મારૂં થોડું અવલોકન રજુ કરું છું.
* ઘરમાં આવનાર સ્ત્રી જો સમૃદ્ધી લઇ ને આવતી હોય તો તેની શાથે ઘરનાઓએ બદલાવું પણ પડે છે. (આને આપણે દુઝણી ગાયની પાટુ કહીએ છીએ)
* અ,બ,ક જેવા નાના નાના નગરો કે ગામોમાં આમેય કોઇ ઘુસતું નથી, ત્યાંના મુળ રહીશો હજુ પણ, સેંકડો વર્ષોથી પોતાની ભાષા,સંસ્કૃતિ જાળવીને બેઠા જ છે. (વિકાસ માટે કંઇક કિંમત તો ચુકવવીજ પડે છે.)
* રાહુલ અને ઠાકરેઓ બાબતે આપણે સૌએ (દેશવાસીઓએ) જરૂર ચર્ચાઓ કરવી જોઇએ, તેમનાં સારાનરસા કાર્યો અને વિચારોની પ્રસંશા કે ટીકા પણ કરવાનો આપણો સૌનો હક્ક છે. કારણકે તેઓ આપણાંજ પ્રતિનિધીઓ છે. પરંતુ શાહરૂખ કોઇ સમાજસેવક કે લોક પ્રતિનિધી નથી, તે લોકો તો મહેનતાણું લઇ અને લોકોનું મનોરંજન કરનારાઓ છે. તેમને આટલું મહત્વ શા માટે ? હા તેઓને પણ આપણી જેમજ પોતાનાં સ્વતંત્ર વિચારો રાખવાનો અધિકાર છે જ. (અમારે ગામડાઓમાં નાટકમંડળીઓ ભુખે ન જ મરતી, પરંતુ જો ગામનાં મામલામાં તેઓ બિનજરૂરી ઘોંચપરોણા કરવા માંડે તો તેમના ખેલ બંધ જરૂર કરાવી દેવાતા)
* જેમ આપણને આપણા ઘરમાં બહારનાં લોકો ઘુસી જાય તે નથી પોસાતું, તો વિદેશવાળાઓને પણ એમજ હોય તો ખરૂંને? (માટે ’જૈસા દેશ ઐસા વેશ’)
* સુરક્ષા બાબતે આપ સંપૂર્ણ સાચા છો, પરંતુ સ્વમાન માટે બલિદાનો આપનારાઓ અહીં મુર્ખ ગણાતા હોય, અને શૂરવિરો ને બદલે ’સ્વયંવરો’ વધુ ગવાતા હોય તો સુરક્ષા ખરીદવી જ પડે ને ! (તેને કદાચ હપ્તા કહે છે.)
વિચારવા યોગ્ય લેખ માટે ખુબ આભાર.

****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.