મારા પ્રતિભાવો – संशयात्मा विनश्यति।,,Most Misused. (via “કુરુક્ષેત્ર”)


संशयात्मा विनश्यति।,,Most Misused. संशयात्मा विनश्यति। ભગવાન શ્રી કૃષ્ણે આ વાક્ય ગીતા માં લખ્યું છે.આજે ઉપરથી કદાચ જોઈ રહ્યા હશે તો પસ્તાતા હશે.મેં કયા સંદર્ભ માં કહેલું ને આ ભારતીયો મનફાવતાં અર્થો કરી લેવાના નિષ્ણાત,કયો અર્થ કરી બેઠા છે. દુનિયામાં સૌથી વધારે દુર ઉપયોગ જેનો થયો હોય તેવું આ વાક્ય છે.જો આજે કૃષ્ણ આવે તો પહેલું કામ આ વાક્ય ને ગીતા માંથી ડીલીટ કરવાનું કરે.દુનિયા માં કેમ કહું છું?કારણ સૌથી વધારે વસ્તી માં હવે થોડી જ વાર છે.ચીન માં આવા વાક્યો ને સરકારે પ્રતિબંધિત  કરી મ … Read More

via “કુરુક્ષેત્ર”  –  શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ :

ભુપેન્દ્રસિંહજી.નમસ્કાર.
“संशयात्मा विनश्यति।” આપ પણ સંશય કરો છો !! જરૂર વિનાશ પામશો !! તો વિનાશ ન પામ્યા હોય (સદા અજરાઅમર હોય) તેવાના કોઇની પાસે સરનામાં ઉપલબ્ધ હોય તો જરા મોકલશે? મુળ તો દુકાનો ચલાવવા માટે અર્થનાં અનર્થો કરવા પડે છે. ગીતાનું જ્ઞાન અપાયું ત્યારે, મારી સમજણ પ્રમાણે, બે જ પક્ષ હતા. કૃષ્ણ અને અર્જુન. અન્ય કોઇ પ.પૂ.ધ….ઓ વિશે તો ત્યાં વાત ચાલતી જ ન હોય ! તો હવે આ સંશય કોની પર ન કરવાનું કહ્યું હશે ? મુળ વાત જ એમ છે કે ’તારી જાત પર, તારા આત્મા પર, સંશય ન કર’ “જેને પોતાનામાં (Self) વિશ્વાસ નથી તેનો નાશ નિશ્ચિત છે” હવે જેને પોતાનામાં વિશ્વાસ હોય તેણે અન્યાશ્રય લેવાની જરૂર જ ક્યાં છે ? ૧૦૦ માંથી ૮૦ કે ૯૦ માર્કસનું (Sorry! ગુણનું !!) સાચું જ લખ્યું છે તેવો જે વિદ્યાર્થીને વિશ્વાસ હોય તેણે પછી ’માનતાઓ’ કરવી પડતી નથી !
“संशयात्मा विनश्यति।” આતો કૃષ્ણએ આપણા જેવા સામાન્ય જનોને બતાવેલું શસ્ત્ર છે, જેનો આપણી અક્કલમઠાઇને કારણે, કહેવાતા ’મહાપુરુષો’ આપણી સામે ઉપયોગ કરે છે.
હંમેશની માફક, સ___રસ લેખ. (જો કોઇ ને વિચારવું ગમતું હોય તો !!!)
આભાર.

****************************
Bhupendrasinh Raol :
શ્રી અશોકભાઈ, એકદમ પરફેક્ટ વાત કીધી.આજ વાત બુદ્ધે જુદી રીતે કહી અપ્પ દીપ્પ ભવ,તમારા દીવા તમે પોતેજ બનો.જેને પોતાના પર વિશ્વાસ ના હોય તે માણસ નિર્ણય લેવામાં અક્ષમ હોય તેનો નાશ થાય,બરોબર ને?
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે  “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો :  “મારા પ્રતિભાવો – બે શબ્દ”

ટિપ્પણીઓ બંધ છે.