બ્લૉગ સજાવો બિન્દાસ !! (ચિત્રો વડે)


મિત્રો, નમસ્કાર. 

આજે ફરી બ્લોગ જગતને લગતી એકાદ વાત.  આમ તો આ પોસ્ટ જુની છે, અને વર્ડપ્રેસમાં આ સગવડ ચાલુ થયાને પણ એકાદ માસ થઇ ગયો. પરંતુ વચ્ચે ક્યાંય તેનો વારો આવ્યો જ નહીં ! જો કે હજુ પણ જે મિત્રોએ આ Zemanta ટુલનો ઉપયોગ જાણ્યો ન હોય તેને માટે કામની તો છે જ.  

આપણે બ્લોગ પર સુંદર મજાના લેખ લખીએ છીએ, લેખને અનુરૂપ ચિત્રો (ફોટોગ્રાફ્સ) મુકવાની આપણી ઇચ્છા હોય (જેમ કે અહીં બાજુમાં મુક્યું છે તેમ) પણ, આપણા પોતાના પાડેલા ફોટો તે વિષય પર હાજરમાં હોય જ તેવું ન પણ બને. અને કોઇની વેબસાઇટ્‌સ પરથી જરૂરી ચિત્રો ઉઠાવવા એ મોટાભાગના મિત્રોને નૈતિક રીતે સારૂં ન લાગે. ડર પણ રહે કે તે ચિત્ર કોપીરાઇટ હશે કે કેમ. કદાચ તે કોપી ફ્રી કે ક્રિએટિવ કોમન્સ હેઠળ હોય તો નિયમ મુજબ તે મુળ ચિત્રની લિંક આપવી પણ ઘણાને ન ફાવે.    

આ બધી સમસ્યાઓનો ઉકેલ વર્ડપ્રેસ દ્વારા એક નવું ટુલ “Zemanta” આપી અને કરાયો છે. આ ટુલનો વપરાશ કરવા માટે સૌ પ્રથમ તો વર્ડપ્રેસના તમારા admin panel (સંચાલન) માં ડાબી પેનલમાં Users (સભ્યો) > Personal settings પર ક્લિક કરો. આ પેજ પર થોડા નીચે તરફ જતા Additional Post Content નામનું લેબલ દેખાશે, તેની સામેના ચોકઠાને ચેક (રાઇટની નિશાની) કરી દો. 

હવે આપ જ્યારે પણ નવી પોસ્ટ લખશો ત્યારે આપના પોસ્ટ એડિટરમાં જમણી બાજુની પેનલમાં Recommendations લખેલું મેનુ આવશે. જેમાં આપની પોસ્ટના શબ્દોને અનુરૂપ, સ્વચાલિત રૂપે જ, ફોટોગ્રાફ્સ દેખાતા જશે. આમાનો જે ફોટો આપને મુકવા યોગ્ય લાગે તે પર ક્લિક કરતા જ તે ફોટો આપના લેખની શરૂઆતમાં મુકાઇ જશે. લેખમાં અન્ય જગ્યાએ ફોટો મુકવો હોય તો મેનુ પરથી ડ્રેગ-ડ્રોપ કરવું. આમ કરીને એક કરતા વધુ ફોટો પણ મુકી શકાય છે. ત્યાર બાદ તેને ડ્રેગ કરીને જરૂર મુજબ નાનો-મોટો કરી શકાશે, લિંક વગેરે ઓટોમેટિક મુકાઇ જશે. અને હા અહીં સુચવાયેલા ફોટોગ્રાફ્સ (મહદ અંશે) કોપી ફ્રી જ હશે.  આ ઉપરાંત ટેગ્સ, સંબંધીત લેખ, લિંક્સ વગેરેની ભલામણો પણ વાંચવા મળશે, જે વધુ અભ્યાસ પછી આપ  મુકતા શીખી શકશો. અત્યારે માત્ર ફોટો પર ધ્યાન આપીએ. 

અહીં સુધીનું બધું આપને નીચે આપેલા મુળ લેખમાં પણ જાણવા મળશે જ. ગુજરાતીમાં લખતા બ્લોગરો માટે એક અલગથી રીત પણ જણાવી દઉં. આ ટુલ માત્ર અંગ્રેજીભાષા જ સમજતું હોય, આપણને ગુજરાતીમાં સીધું બહુ ઉપયોગી નહીં જણાય. આ માટે થોડી ટ્રીક કરવાની છે.  Recommendations મેનુમાં Refine પર ક્લિક કરી અને ખુલતા મેનુમાં જે ફોટો મુકવો હોય તેનો અંગ્રેજી શબ્દ લખી Go પર ક્લિક કરવાથી જોઇતા ચિત્રો મળી રહેશે.  વધુ માટે નીચેનો લેખ વાંચવો. આભાર.   

  

The rose has thorns only for those who would g...

Image by Parvin ♣( OFF for a while ) via Flickr

વધુ જાણકારી અને પ્રશ્નો માટે આ પણ જુઓ : http://www.zemanta.com/faq/wpcom/#faqid-84

8 responses to “બ્લૉગ સજાવો બિન્દાસ !! (ચિત્રો વડે)

 1. શ્રી અશોકભાઈ,
  સરસ માહિતિ. મેં તો અત્યારે જ પ્રયોગ કરી જોયો.
  http://bhajanamrutwani.wordpress.com/2010/10/04/janakari-ane-prayog/

  Like

 2. અશોકભાઈ ઘણી ઉપયોગી માહિતી આપી તે બદલ આભાર .

  Like

 3. પિંગબેક: બ્લોગ સજાવો બિન્દાસ !! (ચિત્રો વડે) (via વાંચનયાત્રા) « યશ ની ગુજ્જુ દુનિયા

 4. સર વર્ડપ્રેસ માં મેનુ અને પેજ કઈ રીતે બનાવાય જનાવશો???

  Like

  • સ્વાગત અને આભાર.
   આપનું બ્લોગ એડ્ડ્રેસ કદાચ અહીં ખોટું લખાયું છે તેથી આપનો બ્લોગ હું જોઈ શકતો નથી. કૃપયા બ્લોગ એડ્ડ્રેસ ફરી અહીં લખો તો આપનાં બ્લોગ પર જ હું જોઈ ચકાસી કોમેન્ટ દ્વારા શક્ય માર્ગદર્શન કરવા પ્રયત્ન કરું.
   * પેજ બનાવવા માટે તો ડેશબોર્ડ પર ડાબી બાજુના મેનુમાં બીજું ઓપ્શન ’ન્યુ’માં વળી બીજું ઓપ્શન ’પેજ’ ક્લિક કરવાથી નવું પેજ બનશે. ધન્યવાદ.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s