ગરબડ ગોટાળા : ૩ ઈડિયટ્‌સ


3 Idiots

Image via Wikipedia

મિત્રો, નમસ્કાર.

હું પણ ક્યારેક ક્યારેક ફિલ્મો જોઉં છું ! (શું વાત છે !!) જો કે સ્વભાવ ખાંખતીયો એટલે ફિલ્મોમાં પણ સીધું જોવા કરતા આડુઅવળું, આજુબાજુ, ત્રાંસુબાંગુ વગેરે જોવાની ટેવ વધુ ! (માટે હવે ભાગ્યે જ થિએટરમાં જોઉં છું 🙂 ) અહીં પણ ખાંખાખોળા કરતા અન્ય મિત્રોની અને વેબસાઇટ્સની સહાય વડે ફિલ્મ “૩ ઈડિયટ્‌સ”ના થોડા ગરબડ ગોટાળાઓ અને કેટલીક રસપ્રદ વાતો રજુ કરી છે. (આ બધું મેં શોધ્યું નથી ફક્ત ગુજરાતીમાં આ માહિતી હું રજુ કરૂં છું. આપને પણ વધુ ગોટાળાઓ ધ્યાને આવે તો જણાવવા વિનંતી.)

(અહીં જેમણે હજુ આ ફિલ્મ ન જોઇ હોય તેમનો રસભંગ ન થાય તેનું શક્ય તેટલું ધ્યાન રાખી અને કથાઓ રજુ કરી છે.) 

## ગોટાળાઓ :

# સાતત્ય દોષ :

**  રાજુ (શરમન જોશી), ફરહાન (માધવન) અને ચતુર (ઓમી વૈદ્ય) દિલ્હીથી સિમલાની મુસાફરી કરે છે. ત્યાર પછી લદાખ જવા નીકળે છે પરંતુ તેઓ પિયા (કરીના કપૂર)ને લેવા માટે પાછા મનાલી જાય છે અને પછી ફરી લદાખ રવાના થાય છે. આ રીતે દિલ્હીથી લદાખ પહોંચવામાં ૧૨ કલાકથી વધુ સમય તો લાગે જ. પરંતુ રસપ્રદ બાબત એ છે કે આ આખા સમય દરમિયાન ફિલ્મમાં સૂર્ય આથમતો જ નથી અને સમગ્ર ઘટનાક્રમમાં બપોરનો સમય જ રહે છે !!!

**  કરીનાની મોટી બહેનનું પાત્ર ભજવતી, મોના સિંઘ, પ્રથમ પૂનમ તરીકે ઓળખાવાય છે અને કેટલાક દૃશ્યો બાદ તેમને મોના કહેવાય છે !!!

**  ફરહાન અને રાજુ ફિલ્મના એક પાત્ર એવા જાવેદ જાફરીને ડરાવે છે એ દૃશ્યમાં, તેઓ અશ્થિકુંભનું ઢાંકણું જાજરૂના કમોડમાં નાખી દે છે પરંતુ જ્યારે તેઓ તે કુંભ તેમને પરત આપે છે ત્યારે તેના પર ઢાંકણું ઢાંકેલું હોય છે !!!

**  શરૂઆતના જ એક દૃશ્યમાં, જેમાં માધવન એર ઇન્ડિયાનાં હવાઇ જહાજમાં બતાવાય છે, તેમાં દૂરથી લીધેલા દૃશ્યમાં હવાઇ જહાજ એરબસ ૩૨૧ દેખાડાય છે. તે છતાં, કેટલીક ક્ષણો બાદ જ્યારે હવાઇ જહાજનો કપ્તાન દિલ્હીમાં તાકીદના ઊતરાણ માટે અનુમતિ માગતો દર્શાવાય છે ત્યારે કોકપિટ બોઇંગ વિમાનની દેખાય છે !!! 

**  લગ્નના દૃશ્યમાં, જ્યારે ત્રણે જણા આઘાત પામી અને વાઇરસ સામે જુએ છે, એક ફ્રેમમાં માધવનના ચહેરાના હાવભાવ બદલાય છે અને બીજી ફ્રેમમાં ફરી હતા તેમજ થઇ જાય છે !!!
 
**  જ્યારે રાન્ચોનું રેગીંગ કરાય છે ત્યારે લીલું ગંજી પહેરેલા વરિષ્ઠ વિદ્યાર્થીના હાથની સ્થિતિ દરેક દૃશ્યમાં અલગ અલગ દેખાય છે !!! 

**  જ્યારે રેન્ચો (આમિરખાન) પિયા (કરીના કપૂર)ને તેણીની નવી કાંડા ઘડીયાળ બાબતે ’નિદર્શન’ (ડેમો) બતાવતો હોય છે, તે સમયે તેઓની વાતચીત દરમિયાન ’મિલિમીટર’ (MM)ની શ્થિતિ (પોઝિશન) દરેક દૃશ્યમાં ફરતી દેખાય છે. (વારાફરતી રાન્ચોની પાછળ અને રાન્ચો અને પિયાની વચ્ચે) !!! 

# વાસ્તવિકતા દોષ : 

** ફિલ્મના અંત સમયમાં પાત્રોને પાનગોંગ ત્સો (લેહથી લગભગ ૧૫૦ કિ.મી. આગળ) પાસે મોબાઇલ ફોન દ્વારા વાર્તાલાપ કરતા દર્શાવાયા છે. ખરેખર તો તાન્ગ્ત્સે (લેહથી લગભગ ૧૦૦ કિ,મી, આગળ) પછી ક્યાંય મોબાઇલનું કવરેજ મળતું જ નથી.

# ભૌગોલિક ભૂલો :

** પ્રથમ દૃશ્યમાં જ્યારે ફરહાન (માધવન) હૃદયરોગના હુમલાને કારણે એર ઇંડિયાની ફ્લાઇટમાંથી ઉતરે છે તે બેંગલુરૂના જુના એરપોર્ટ પર ફિલ્માવાયું છે, કેમ્પસ IIM બેંગલુરૂનું છે અને મોટા ભાગના રસ્તાઓના દૃશ્યો નવી દિલ્હીમાં લેવામાં આવ્યા છે !!!  

## નાની નાની વાતો :

** પોતાને ભજવવાના દરેક રોલ માટે સંપૂર્ણ તૈયારી કરવા માટે જાણીતા આમિરખાને પોતાના જન્મદિનની કેક ખાવાનું પણ માંડી વાળેલું. જ્યારે તેને કારણ પુછાયું તો જવાબ હતો કે; “હું ફક્ત થોડાં કેળા અને દૂધ પર જ રહું છું કારણ કે આ રોલ માટે મને વજન ઘટાડવાનું કહેવાયું છે.”

 ** આ ફિલ્મનું પાત્ર રેન્ચો (આમિર ખાન) એક જગ્યાએ કહે છે કે લોકો ઇજનેરીનું ભણે છે, પછી મેનેજમેન્ટ ભણે છે, અને ત્યાર બાદ બેન્કમાં કામ કરે છે, તો પછી ઇજનેરી ભણવાનો અર્થ શું છે. હકિકતમાં ચેતન ભગતે (’ફાઇવ પોંઇટ સમવન’, કે જે પુસ્તકને આધારે આ ફિલ્મ બની, ના લેખક) આ પ્રમાણે જ કરેલું. તેઓ IITમાં ઇજનેરીનું ભણ્યા, ત્યાર બાદ IIMમાં મેનેજમેન્ટ અને અંતે બેન્કર બન્યા.

** ’ધ ઈમ્પિરિયલ કોલેજ ઓફ એન્જીનિયરિંગ’ એ ખરેખર હાલની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી – દિલ્હીનું જુનું નામ છે. ફિલ્મમાં દર્શાવાયેલું કેમ્પસ IIM બેંગલુરૂનું છે.

** નિર્માતા વિધૂ વિનોદ ચોપરાના દાવા મુજબ, ૩ ઈડિયટ્‌સ થિએટરમાં રિલીઝ થયાના ૧૨ અઠવાડીયામાં સત્તાવાર રીતે યુ-ટ્યુબ પર મુકાયેલી. ભારતીય ચલચિત્ર જગતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે. 

** ફિલ્મમાં વપરાયેલી SUV (વાહન) ૨૦૧૦ મોડલની વોલ્વો XC-90 R – design છે. 

** એક ઈન્ટર્વ્યુમાં આમિરખાને જણાવેલું કે આ ફિલ્મના અંતભાગનું શૂટિંગ સૌ પ્રથમ કરવાનું હતું, પરંતુ લદાખમાં વાતાવરણ દિવસો સુધી ખરાબ રહેતા નક્કિ કરાયું કે હવે સૌ પ્રથમ આખી ફિલ્મ શૂટ કરી અને છેલ્લે જ અંત ફિલ્માવવો.

 
## બનાવટો-મજાક :

** ડો.નો (૧૯૬૨) =

* ૩ ઇડિયટ્‌સના રેગિંગ દૃશ્યમાં, ચતુર, ડો.નો ના જેમ્સ બોન્ડનો પ્રખ્યાત “ગન-બેરલ ઘટનાક્રમ”  ફક્ત અન્ડર્વેઅર પહેરેલી હાલતે  ભજવે છે.  

## અન્ય ચલચિત્રો શાથેના જોડાણ :

# અન્ય ફિલ્મનો ઉલ્લેખ :

** શોલે (૧૯૭૫) :: ફરહાન કહે છે ’વિરૂ, જય આ ગયા હૈ’.

** ગોલમાલ (૧૯૭૯) :: મૂછ મૂંડાવી નાખવાનું મનોરંજક દૃશ્ય એ કલાત્મક હાસ્યરસપ્રધાન ફિલ્મ ગોલમાલને અપાયેલી અંજલી છે. (આ ’ગોલમાલ’માં અમોલ પાલેકર અને ઉત્પલ દત્ત એ સુંદર કલાકારી દર્શાવી છે.) 

** ૧૯૪૨: અ લવ સ્ટોરી (૧૯૯૩) :: એક પાત્ર, નશો કરી અને આ ફિલ્મનું ગીત ’કુછ ના કહો’ ગાય છે. બન્ને ફિલ્મ વિધૂ વિનોદ ચોપરાની જ છે.

** ટાઈટેનિક (૧૯૯૭) :: ફિલ્મના મુખ્ય પાત્રો ’ઝૂબી ડૂબી..’ ગીતમાં “ટાઈટેનિક અદા” (“Titanic pose”) રજુ કરે છે (ટાઈટેનિકનું પેલું પ્રખ્યાત રોમેન્ટિક દૃશ્ય જેમાં હીરો-હીરોઇન હાથ ફેલાવી અને જહાજના મોરા પર ઉભેલા છે). (આ જ દિગ્દર્શકની આગલી ફિલ્મ ’લગે રહો મુન્નાભાઇ’માં પણ આ પ્રકારનું એક દૃશ્ય લેવાયું હતું.)

** એમિલી (૨૦૦૧) :: એનિમેટેડ ’સ્પર્મ રેસ’ દૃશ્યાવલીનો સંદર્ભ આ ચલચિત્રમાં પણ છે. બન્ને ફિલ્મના મુખ્ય પાત્ર પણ મૂંગા મોંએ કામ કરવામાં માનતા ’સ્વપનદૃષ્ટાઓ’ છે.

** દિલ ચાહતા હૈ (૨૦૦૧) :: બન્ને ફિલ્મ ત્રણ ખાસ મિત્રો પર છે, જેઓ કોલેજકાળ પછી અલગ પડે છે અને થોડા વર્ષો પછી ફરી એકબીજાને મળે છે. બંન્નેમાં અંતે મળતું પાત્ર આમિરખાને ભજવ્યું છે. ૩ ઈડિયટ્‌સનું ’ઝૂબી ડૂબી’ અને દિલ ચાહતા હૈ નું ’વોહ લડકી’ બન્ને ગીતો ભૂતકાલીન અનુભવ કરાવે છે. તે ઉપરાંત બન્ને ફિલ્મનો ખાસ સંદેશ એ જ છે કે ’જે પોતાનું દિલ કહે તે કરવું’. (અંતરાત્માનું સાંભળો !)   

** મુન્નાભાઇ એમ.બી.બી.એસ. (૨૦૦૩) :: બન્ને ફિલ્મમાં ’નવીન અને આધુનિક વિચારવંત’ મુખ્યપાત્ર અન્ય કરતાં અત્યંત સારું પરિણામ લાવે છે અને તેના વર્ગમાં શ્રેષ્ઠ પુરવાર થાય છે.

** ધ મોટરસાઇકલ ડાયરિઝ (૨૦૦૪) :: બન્ને ફિલ્મમાં બે મિત્રો કંઇક અથવા કોઇકની શોધમાં નીકળે છે. ૩ ઈડિયટ્‌સમાં જેમ એક પાત્ર ફોટો જોતું હોઇ ત્યારે ફોટામાંના પાત્રો સજીવ થઇ ઉઠે છે તેમ આ ફિલ્મમાં પણ અંતના દૃશ્યોમાં તેવું જ બતાવેલ છે.

** તારે ઝમીં પે (૨૦૦૭) :: આમિરખાનનું પાત્ર બન્ને ફિલ્મોમાં મહત્ત્વાકાંક્ષી બાળકના વાલીઓને સમાન સંદેશ આપે છે ( તારે ઝમીં પે માં ડિસ્લેક્સિક બાળક ઈશાન અને ૩ ઇડિયટ્‌સમાં પોતાનો મિત્ર ફરહાન) કે; બાળકને તેમનું સ્વપ્ન/ મનોકામના ( દા.ત. ’ચિત્રકામ’ તારે ઝમીં પે માં અને ’ફોટોગ્રાફી’ ૩ ઇડિયટ્‌સમાં)

# અન્ય ફિલ્મમાં ઉલ્લેખ : 

** રેટ્‌સ એન્ડ હીરોઝ (૨૦૧૦) :: જાસ્પર દ્વારા આ ફિલ્મનો ઉલ્લેખ કરાય છે.

       તો આ હતા કેટલાક ગરબડ ગોટાળાઓ અને રસપ્રદ વાતો એક સુંદર અને શ્રેષ્ઠ ચલચિત્ર, ૩ ઈડિયટ્‌સના. ચોક્કસપણે જોવા જેવી ફિલ્મ છે, આપ વિદ્યાર્થી હો કે વાલી કશુંક નવું વિચારવા જરૂર પ્રેરશે. આપને આ લેખ ગમ્યો કે નહીં તે જરૂર જણાવશો. આભાર.

** વધુ માટે **

* http://idiotsacademy.zapak.com/idiotsmain.php

* http://en.wikipedia.org/wiki/3_Idiots

* http://www.imdb.com/title/tt1187043/

29 responses to “ગરબડ ગોટાળા : ૩ ઈડિયટ્‌સ

  1. વાહ ગુરુ છા ગયે !! એઇઇઇઇઇઇઇઇ વાયરસ ફિલ્મોમાં પણ ખાંખાખોળા એક સમયે એક કામ કર ને !!!

    Like

  2. વાહ ! અશોકભાઈ,ગુજરાતીમાં સુંદર રજૂઆત કરી છે.બારીક મુદ્દાઓ પણ કેપ્ચર કર્યા છે.દરેક ફિલ્મોમાં લગભગ નાનીમોટી ભૂલ થતી હોય છે.ખેર,અને Aal Izz Well 🙂

    Like

    • આભાર, રાજનીભાઇ. આ Aal Izz Well તો આપણને બહુ જ ગમેલું.
      જો કે અહીં ખોંચા કાઢવાનો આશય નથી પરંતુ ગમતા ફિલ્મની ઝીણી ઝીણી વિગતો જાણવામાં સૌને રસ પડે જ. હમણાં ફરી એક વખત, આ જાણકારી શાથે, ફિલ્મ જોઇ તો ખરે જ વધુ મજા આવ્યાનું જણાયું !!

      Like

  3. શ્રી અશોકભાઈ
    આ ગરબડ ગોટાળા વાળો લેખ વાંચતી વખતે મને પણ થોડો ગરબડ ગોટાળો થઈ ગયો કારણ કે જે જે સીનના ગરબડ ગોટાળાની આપે વાત કરી તે દ્રષ્ય સાથે તાદ્ર્શ્ય કર્યું હોત તો જરા ગરબડ ગોટાળા વધારે ઝડપથી પકડાઈ જાત.પરંતુ આ ફીલ્મ જોયાને પણ ઘણાં મહિનાઓ વીતી ગયા તેથી આપે નીર્દેશ કરેલા ગરબડ ગોટાળાઓ યાદ આવતા નથી તો દ્રશ્ય સાથે શકય હોય તો રજુ કરવા વિનંતિ.

    Like

    • બહેનશ્રી, આપનું સ્વાગત છે. મને પણ થયું તો હતું કે જરૂરી દૃશ્યના સ્ક્રિનશોટ શાથે મુકીએ તો વધુ જામશે, પરંતુ કોપિરાઇટના નિયમાનુસાર એ મુકી શકાય કે નહીં તે જાણતો ન હોવાથી માંડી વાળ્યું. કોઇ જાણકાર મિત્ર આ બાબતે માર્ગદર્શન કરે તેવી વિનંતી છે. શક્ય બનશે તો આપના સુચનનું પાલન જરૂર કરીશ. આભાર.

      Like

  4. અશોકભાઈ,

    ખોંચા કાઢવા (વાંચો – દેખાડવા)બદલ ‘અપશોચ’ન અનુભવો… જે છે તે કીધું, એમાં શું?

    31 ડિસેમ્બરના રોજ અમે 3 ઇડિયટ્સ (અમે દંપતિ અને અમારો કસક) આ ફિલ્મ જોવા ગયા હતાં, ત્યારે મને એક વાત સમજાઈ ન હતી કે કરીનાના ‘બાપ્પા’ પાસે તો એડ્રેસ હોય જ ને? તો જે છોકરી પેપર ‘લીક’ કરવાની હિંમત કરે એ એના પ્રેમીનું એડ્રેસ ન મેળવી શકે? !

    Like

    • સાચું, સ્ટોરીમાં એક એવું ગાબડું પણ દેખાય છે કે રાજુ પણ પછી એક સંશોધક બને છે, તેની વેબસાઇટ પણ હોય છે જે રેન્ચો હંમેશા જોતો હોય છે. પોતાના જ ક્ષેત્રમાં ૪૦૦ જેટલી પેટન્ટ ધરાવતા વિશ્વપ્રસિદ્ધ સંશોધક વિશે પછીથી રાજુ ન જાણતો હોય તે પણ નવાઇ જેવું નહીં !! (જો કે સબ ચલતા હૈ, રાજનીભાઇએ કહ્યું તેમ Aal Izz Well 🙂 )
      આપનું “અમે ૩ ઈડિયટ્‌સ ફિલ્મ જોવા ગયા હતા !!!” ખડખડાટ હસાવી ગયું ! આભાર.

      Like

  5. અશોક ભાઈ, ફિલ્મ રસિકો ને ફિલ્મ સાથે , ફિલ્મ ની સાથે વણાયેલી આવી જીણી જીણી બાબતો જાણવામાં પણ મજા આવતીજ હોય છે, આમ તો આ ફિલ્મ વિષે ઉપર જણાવેલી માહિતીઓ જુદા જુદા બ્લોગ્સ ને સાઈટ પર વધતા ઓછે અંશે મળી રહે છે પણ આપે તે માહિતીઓ નું સરસ સંપાદન કરી ને એક સાથે મુક્યું તે વાંચી ને મજા આવી. આવીજ રીતે ફિલ્મમાં દર્શાવેલા કેટલાક અવનવા સાધનો ને પ્રયોગો રીઅલ લાઈફ માં જેમણે શોધ્યા છે , તેવા શોધકો ની માહિતી પણ કેટલાક બ્લોગ પર મળી રહે છે, આપ પણ જો તે માહિતી નું આવીજ રીતે સરસ સંકલન કરી ને અહીં મુકશો તો લેખમાં વધુ મજા આવશે તે નક્કી !

    Like

  6. અરે વાહ અશોકભાઇ…આપે તો ખરેખર એકદમ ચકાસણીપુર્વકનુ અવલોકન કરેલું છે.આપને ખરેખર દાદ દેવી પડૅ હો ભાઇ…
    જય માતાજી…

    Like

    • આભાર, સોહમભાઇ. જો કે મેં જણાવ્યું તેમ આ બધું સંશોધન કોઇ કોઇ મિત્રોએ અને અમુક વેબ પરથી શોધ્યું છે, મેં ફક્ત ગુજરાતીમાં સંપાદન કર્યું છે. અને પછી બરાબર જ છે ને તે ચકાસવા માટે ફરી આખી ફિલ્મ જોઇ કાઢી છે 😉 (સંશોધનાર્થે ફિલ્મ જોવાનું બહાનું ઝક્કાસ છે ને ??)

      Like

  7. ૩ ઈડિયટ્સ વિશે ભજમનભાઈ નાણાવટીએ એમના બ્લોગ પર લખ્યું હતું: http://bhajman-vartalap.blogspot.com/2010/01/3-3.html

    Like

    • આભાર વિનયભાઇ, ભજમનભાઇનો આ સુંદર લેખ કેમ ધ્યાનબહાર રહ્યો તેનો અફસોસ છે. સુર્યાજીએ પણ આ વાત કરેલી છે, સૌ મિત્રોને આ સાચુકલા ત્રણ જીનીયસની કારીગરી જાણવા ભજમનભાઇના બ્લોગ પર વાંચવા અનુરોધ છે. આભાર.

      Like

      • અશોક ભાઈ , ભજમન ભાઈ એ મુકેલા લેખ ના સંદર્ભ સાથે એક પુરક માહિતી, ફિલ્મ માં બતાવામાં આવેલા ઉડતા હેલીકોપ્ટર જેવા સાધન ના શોધક IIT મુંબઈ માં થી ઈજનેર થયેલા કેટલા યુવાનો છે. જેઓ હાલ માં પોતાની એક કંપની ચલાવે છે ને નવી નવી સસ્તી ટેકનોલોજી શોધી ને લોકઉપયોગમાં કેવી રીતે લેવાય તેનું કામ કરે છે. મને એરોમોડેલિંગ શોખ હોય ,આ હેલીકોપ્ટર જેવા સાધનને તેમના શોધકો સાથે તેના પ્રાથમિક મોડેલ ઉડાવતા જોવાનો સારો લાભ મળ્યો છે.

        યુવાનો ની કંપની

        Like

  8. Good Information Sharing…. Enjoy reading it

    Most surprisingly I just watched the 3 idiots again yesterday only and could not figure out what you have described here…. but while reading I can relate those with movie scene.

    Like

  9. આ કથા મેં મૂળ લેખક દ્વારા લખાયેલી નવલકથારૂપે વાંચી હતી. એમાં ખૂબ રસ પડ્યો હતો. ફિલ્મમાં અત્યંત ફેરફારો થયા છે…

    પણ તમે આમાં જે ખાંખાખોળા કરી લાવ્યા છો તે તો સલામને લાયક છે. આટલી ઝીણી નજરે જોનાર માટે અતિશયોક્તિમાં કહી શકાય કે કાંકરામાંથી ઘઉં વીણી કાઢ્યા છે !! સલામ.

    Like

  10. અશોકભાઈ,
    ખરેખર ખુબ જીણવટ ભર્યું શોધન.જોકે હિન્દી ફિલ્મો માં બધું ચાલે.કોઈ ધ્યાન માં લેતું નથી.જોકે વાર્તા નો હેતુ સારો હતો માટે જોયેલી,પણ ઘેર બેઠાજ.પાંચ વર્ષ થી થીયેટર માં ગયો જ નથી.ખાસ તો ફિલ્મો માં સોંગ આવે તે અસંગત હોય છે.ફિલ્મ ચાલતી હોય ભારત માં અને સોંગ ફિલ્માવાય પરદેશ માં.
    અરે આખી વાર્તાજ અને સંદેશો પણ ઘણી વાર મૂળ હોતો નથી,સત્ય થી પરે હોય છે.એનાથી જનતા માં ખોટી માન્યતાઓ ઘર કરી જાય છે.હવે ઈતિહાસ ગવાહ છે કે પીંઢારા ભયાનક લુંટારા હતા,પણ ‘વીર’ ફિલ્મ માં એમને દેશભક્ત સ્વતંત્રતા નાં લડવૈયા બતાવી દીધા.પણ ઈતિહાસ કોણ ફેદે છે?હમણા જ દિવ્યભાસ્કર નાં તંત્રીએ નેતાઓ માટે એમના પગાર વધારા નાં મુદ્દે પીંઢારા શબ્દ વાપરેલો.ઠગ અને પીંઢારા આ બંને કાતિલ હત્યારા હતા.મેં પણ ઘણી જગ્યા એ ફિલ્મો નાં રીવ્યુ નીચે લખેલું કે આ ખોટું છે,ફિલ્મ સારી હશે પણ વાર્તા ખોટી છે તેવું લખો પણ કોઈ ની હિંમત ચાલે?
    શાહરૂખ ને અહી એરપોર્ટ પર ચેકપ કરવા રોકેલો.એમાં બાઈ ને ખોટું લાગેલું.ભાઈ નું બાઈ લખાઈ ગયું.પણ એજ સારું લાગે છે.અહી બધાનું ચેક થતું જ હોય છે.એમાય ભાઈ નું નામ ફ્લેશિંગ કરે કોમ્પ્યુટર સ્ક્રીન પર પછી ચેકપ તો થાય જ ને?અહી ન્યુ જર્સી નાં ગવર્નર ને પણ એમની જ પોલીસ દંડ ની ટીકીટ પકડાવી દે છે.એટલે શાહરૂખભાઈ ને અહી કોણ ઓળખે?તો ભાઈ એ ગાંઠ નાં રૂપિયા ગૌરી નાં નામે ખર્ચી ફિલ્મ બનાવી દીધી,’માય નેઈમ ઇજ ખાન,એન્ડ આઈ એમ નોટ એ ટેરરીસ્ટ’.આ ફિલ્મ માં તો હજારો ભૂલો હશે.હવે આ ફિલ્મ નાં ગોટાળા શોધી કાઢો.ધન્યવાદ.

    Like

    • બાપુ, હીરો લોકો કોને કહે ! એ ’બાઇ’ને ફાલતુ કક્ષાના એરપોર્ટ ગાર્ડ્સથી રોકાય જ કેમ !! તેઓ થોડા કંઇ ’જનસામાન્ય’ છે ! હશે ભાઇ, આ અમેરિકાવાળાઓને કશું નાના-મોટાનું ભાન જ નથી પડતું !
      મેં જોકે MNK જોઇ નથી પરંતુ આપનો આગ્રહ છે તો જોઇ નાખીશ ! આભાર.

      Like

  11. સુંદર છણાવટ!!! વાહ ભઈ વાહ !! હેટ્સ ઓફફ !!

    Like

  12. શું કરીયે ભાઈ..!

    આટલા બધું બાફ્યું છતાંય હીટ…? 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉 😉

    Like

  13. @ રાજેશભાઇ, આભાર.
    @ માનવભાઇ, ’હીટ’ હોય તો જ ’બફાય’ !! 🙂 આભાર.

    Like

  14. પિંગબેક: ડાયરો – સમય | વાંચનયાત્રા

Leave a comment