વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૫)-ખલિલ જિબ્રાન


Gibran Khalil Gibran wax statue inside Byblos ...

Image via Wikipedia

નમસ્કાર.

આ પહેલાં આપણે જિબ્રાનના ’ધ પ્રોફેટ’ આધારીત વિવિધ વિષયો પરના ૪ લેખ વાંચ્યા. આજે તે જ શ્રેણીમાં ’હર્ષ અને શોક’ પર જીબ્રાનનાં કેટલાક સોનેરી વિચારો મમળાવીશું.

હર્ષ કહેતા ખુશી, આનંદ, ઉલ્લાસની લાગણી અને શોક કહેતા દુઃખ, ગ્લાની, ગમગીનીની લાગણી. આમ તો હર્ષ અને શોક એ બન્ને સમય અને સંજોગને અનુરૂપ ઉત્પન્ન થતી સાપેક્ષ લાગણી છે. મહાપુરૂષોએ અને ગીતા જેવા શાસ્ત્રોએ સમયે સમયે આના પર સમતા કેળવવા બાબતે ચિંતન આપ્યા છે. પરંતુ સામાન્ય જીવનમાં આપણે તેને અવગણીને ચાલી શકતા નથી. જીવનમાં ઘટતા પ્રસંગોનુસાર હર્ષિત અને શોકમગ્ન થવું તે કુદરતી છે. છતાં, બન્ને સમયમાં, ક્યાંક ઉંડે ઉંડે પણ, ’આ પણ નહીં રહે’ નો ભાવ રહ્યો હોય તો સુઃખ દુઃખ જીરવવા સહેલાં પડે છે.

ધાર્યું કે અણધાર્યું કશું મનગમતું બને તો હર્ષ ઉત્પન્ન થાય છે, અને અણગમતું બને તો શોકની લાગણી થાય છે. ટુંકમાં હર્ષ અને શોક બહારથી આવતા નથી પરંતુ મનમાં જ, મનના ભાવ અનુસાર ઉત્પન્ન થાય છે. અને માટે ક્યારેક દરેકનાં હર્ષ અને શોક પણ અલગ અલગ હોઇ શકે.

હું મારા બે કારીગરોને દિવાળી પર ૫૦૦-૫૦૦ રૂ. ભેટરૂપે આપું તો તેમાં એકને આનંદ અને બીજાને દુઃખ થશે ! કેમ ? કારણ કે એકે ધાર્યું હતું કે શેઠ દિવાળી પર ૨૦૦ રૂ. આપે એટલે ભયોભયો, અને બીજાએ ૧૦૦૦ રૂ. તો મળશે જ એવી આશા રાખી હતી. ક્યાંક આ અર્થનું વાંચેલું કે; ’લાયકાતથી ઓછું કોઇને મળતું નથી, ક્યારેક આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે’.

શાથે ચાલી રહેલા, અને એ રીતે એકતાનો સંકેત આપતા, શ્રાવણ અને રમજાનનાં તહેવારો હર્ષ, ઉલ્લાસ અને સદ્‌ભાવના પ્રેરક બની રહે તેવી અભ્યર્થનાસહઃ આભાર.

હર્ષ અને શોક

* જે કૂવામાંથી તમારું હાસ્ય સ્ફુરે છે, તે જ કૂવો ઘણીયે વાર તમારાં આંસુથી ભરાયેલો હતો.

* તમારા જીવનને એ શોક જેટલું ઊંડું કોતરે, તેટલો તમે વધારે હર્ષ તેમાં સમાવી શકો.

* અને તમારા ચિત્તને પ્રસન્ન કરી નાખનારી બંસી એ જ વાંસનો ટુકડો નથી કે જેને તમે છરી વતી કોરી કાઢેલો ?

* જ્યારે તમને હર્ષ થાય, ત્યારે તમારા હૃદયમાં ડૂબકી મારીને જોજો, એટલે તમને જણાશે કે જેણે તમને શોક કરાવેલો એ જ તમને હર્ષ ઉપજાવી રહ્યું છે.
જ્યારે તમને શોક લાગે, ત્યારે વળી તેમાં જોજો અને તમને જણાશે કે સાચે જ તમે તેને માટે રડી રહ્યા છો, જે તમારા માટે હર્ષનો વિષય હતું.

* કેટલાક કહે છે કે “શોક કરતાં હર્ષ ચડે,” અને કેટલાક કહે છે કે “નહીં, હર્ષ કરતાં શોક ચડે.”
પણ હું કહું છું કે બેને એકબીજાથી જુદા પાડી શકાતા જ નથી.
હંમેશા શાથે જ તેઓ આવે છે, અને જ્યારે એક તમારી જોડે આવીને બેસે છે, ત્યારે યાદ રાખજો કે બીજો તમારી પથારીમાં જ સૂતેલો હોય છે.

* ખરે જ, ત્રાજવાંની જેમ તમે તમારા હર્ષ અને શોકની વચ્ચે લટકી રહેલા છો.

* જ્યારે તમે ખાલી હો ત્યારે જ તમે સ્થિર અને સમ રહો છો.

 

વધુ વાંચન માટે :

* ખલિલ જિબ્રાન- અંગ્રેજી વિકિપીડિયા પર  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિપીડિયા પર  (પુસ્તક વિશે માહિતી)  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિલિવર્સ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ -લેબ.નેટ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ (પુસ્તક, કલાત્મક લખાણમાં, અંગ્રેજીમાં)
* રીડ ગુજરાતી (’વિદાય વેળાએ’ નાં કેટલાક અંશો, ગુજરાતીમાં)

One response to “વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૫)-ખલિલ જિબ્રાન

  1. બહુ જ સરસ લેખ છે, અશોકભાઈ,

    દિન-દુખીયાઓ આનંદ પામે છે કેમ કે એમની પાસે કઈ પણ નથી હોતુ અને કઈક મલી જાય છે અને ધનવાનો શોક પામે છે કેમ કે એમની પાસેથી કઈક જતુ કરવુ પડ્યુ અથવા તો આપવુ પડ્યુ, આ જીવનની સચ્ચાઈ છે !! અતિ ઉત્તમ લેખ…. ધન્યવાદ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s