દોસ્ત (યાદે, કુછ વાદે ઔર ફરિયાદે)


મિત્રો, નમસ્કાર. કહે છે કે હમણા રવિવારે મૈત્રીદિન ગયો ! જો કે મને આવું કશું જાણમાં હોતું નથી, અહીં તો રોજ મૈત્રીદિન જ હોય છે. છતાં પણ ’મૌકા ભી હૈ, દસ્તુર ભી હૈ’ તો ચાલો આજે મારી અંગત ડાયરીના પાનાઓમાંથી મિત્રોની યાદમાં, અને ક્યાંક ફરિયાદમાં, એકઠ્ઠા કરાયેલા કેટલાક શેર આપની સમક્ષ પણ મુકી દઉં. આ બધા શેરો અલગ અલગ સમયે,  ખાસ ખાસ મિત્રોને,  ખાસ ખાસ પ્રસંગોએ લખ્યા કે કહ્યા છે. તેથી આમાં કદાચ આપને પણ અમારી મૈત્રીના વિવિધ રંગો જોવા મળશે !  તો લો આ બધા શેર ફરી મિત્રોને નામ. 

Some like a golden ship,
Some like a silver ship.
But, I like only one ship,
That is your Friendship.  — ??

तुं कोइ भी हो ए वफादार,
सलाम दिल का हजार बार.  — ??

मेरे सीवा नजर न आये कोइ दोजख मैं ।
किसीका जुर्म हो, मालीक मूझे सजा देनां ॥  — रीयाझ खैराबादी

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ,
મારી નજરમાં કેમ છે એની નજર હજી |
ભૂલી ગયો છું એમતો દુનિયાનાં ઘર તમામ,
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજુ ||  — શેખાદમ આબુવાલા

ગુલશનમાં શ્વાસ લેવાની મનાઇ થઇ ગઇ છે,
તમે કહોને મિત્રો, હવે ખુશ્બુ કેવી છે ચમનની ?  — નિર્મલ

तेरे करीब रहे तो चट्टान बन के रहे,
बिछड के तुझ से चले हम तो लडखडाये है.  — जाजिब कुरेशी

जो दिल एकबार दर्दे-दोस्त से आबाद हो जाये,
हजारो इन्कलाब आये कभी वीरां नहीं होता ।  — ??

 

तेरी तलाश की मंजील अभी है दुर अय दोस्त,
अभी तो खुद मुझे, अपनां निशां नहीं मीलता.  — ??

मुझे तमाम जमाने की आरजु क्यों हो ?
बहुत है मेरे लीये एक आरजु तेरी ॥  — जलील

तुं जहां नाज से कदम रख दे ।
वोह जमीन आसमान है प्यारे ॥  — जीगर मुरादाबादी

सीतारो की महेफिलमें, हजारो है सीतारे ।
तुम एक हजारों हजारों, अपनो में हमारे ॥  — निर्मल

तेरी नजरों से गिर जाना, तेरे दिल से उतर जाना,
यह वो अफसाना है, जीससे बहुत अच्छा है मर जाना. 
–तिलोकचंद ’महरूम’

गम की तनहाइ में जब वोह ख्वाबे-हसीं याद आता है,
युं हीं बैठे बैठे दिलको जाने क्या हो जाता है.  — ’ताजवर’ नजीमाबादी

भूल कर कंधा न देना, तुम जनाजे को मेरे,
फीर कहीं जींदा न हो जाउं, सहारा देखकर.  — ??

तेरे जलवोंने मुझे घेर लिया है अय दोस्त,
अब तो तन्हाइ के लम्हे भी हसीं होते है ।  — ??

जब कहा यार से दिखा सूरत,
हंस के बोला की देखो अपना मुंह. — ??

तस्वीरे-दोस्त दिलमें कुछ ऐसे उतर गइ,
झोली मेरी मुराद के फूलो से भर गइ. — ??

 

અહીં સુધી મિત્રોના અને મિત્રતાના ગુણગાન થયા, ક્યારેક મિત્રો સામે ફરિયાદો પણ થઇ છે.  😦   અને ફરિયાદો પણ કેવા મધૂર શબ્દોમાં થઇ છે તે પણ જુઓ ! 

અવર તો અવર છે કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી,
પરાયાં વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.   — અમૃત ઘાયલ

बेवफा निगाहनें देखी जो इनायत,
शौक से हमने भी फरेब खाये ।
पीछे मूडके जो देखा कातील को,
दोस्तो के चहेरे नजर आये ॥  — विठल पटेल

दोस्तो से हमनें वोह सदमें उठाये जान पर ।
दिल से दुश्मन की अदावत का गीला जाता रहा ॥  — ??

પરીચીત જ વિચીત્ર બન્યા કરે,
અનોખા એનાં ચીત્ર બન્યા કરે,
અમે ભાઇ, હવે ધનીક નથી રહ્યા,
હતાં તો ઘણા મિત્ર બન્યા કરે.  — નિર્મલ

દોસ્ત! તારા પ્રાંતમાં પગ ક્યાં અમારે મુકવા,
એક પણ રસ્તા જવા કે આવવા જેવા નથી.  — સોલીડ મહેતા

 

અને અહીં ફરિયાદોનું એક સચોટ કારણ રજુ કર્યું છે !

 जफां उसपै करता है हद से ज्यादा ।
जीसे यार अहले वफा जानता है ॥  — मीर

 

અને મિત્રતામાં કાયમી આટલું અભિમાન પણ રહ્યું છે, જ્યારે જ્યારે ખટરાગ થયો, અને બહુ વખત થયો જ ! ત્યારે ત્યારે સમાધાનો ’ગની’ના આ શેરથી થયા છે.  🙂 

’ગની’ પર્વતોની સામેં આ રહ્યું છે શીશ અણનમ,
કોઇ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝુકી ગયો છું.  — ગની દહીંવાલા

 

 

અને આ શેર ડાયરીમાં ત્યારે લખાયેલો મળ્યો છે જ્યારે એક પરમમિત્ર, ધરાર, અમને એકલા મુકી અને દુર કોઇ જગ્યાએ ચાલ્યો ગયો. અને અહીં ફક્ત તેની યાદ મુકતો ગયો.

 युं जो तकता है आसमान को तुं,
कोइ रहेता है आसमान में क्या ?
यह मूझे चैन क्यों नहीं पडता,
एक ही शख्स था जहान में क्या ?  — जोन इलीया

मै हसता हुं मगर ए दोस्त! अक्सर हंसनेवाले भी,
छूपाये होते है दाग और नासुर अपने सीनोमें ।
में उनमें हुं जो होकर आस्ताने-दोस्त से महरूम,
लीया फीरते है सजदों की तडप अपनी जवानी में ॥  — अख्तर अन्सारी

 

અને અંતે સૌ મિત્રોને આ એક નાલાયક હોવા છતા આપે સૌએ મિત્રતાને લાયક ગણ્યો તે મિત્રના દિલથી આરઝુ :

बस इतनी दाद देनां बाद मेरे मेरी उल्फत की ।
कि याद आउं तो अपने आप को तुम प्यार कर लेनां ॥
 

                                                                                     — ’ताजवर’ नजीमाबादी

 

( કેટલાક ઉર્દુ શબ્દોના અર્થ : શેરના ક્રમાનુસાર.

* दोजख = નર્ક

* दर्दे-दोस्त = દોસ્તનું દર્દ, મિત્રનું દુઃખ  * वीरां = વેરાની, ઉજ્જડતા

* अफसाना = કથા, ઘટના, બનાવ

* तनहाइ = એકાંત, એકલતા * ख्वाबे-हसीं = સુંદર સપનું,  (સ્વપ્ન સુંદરી પણ થાય)

* तन्हाइ के लम्हे = એકાંતનો સમય, એકલતાનો સમય * हसीं = સુંદર, ખુબસુરત

* मुराद = મહેચ્છાઓ, ઇચ્છાઓ, તમન્નાઓ

* निगाह = નજર * इनायत = ધ્યાન, ધ્યાન આપવું * शौक से = ખુશીથી, શોખથી
* फरेब = દગો, છેતરાવું

* सदमें = આઘાતો, શોક,  * अदावत का गीला = દુશ્મનીનો રંજ, વેરનું દુઃખ

* जफा = જંજટ, માથાકુટ  * अहले वफा = વફાદારીને લાયક

* जहान = દુનિયા, વિશ્વ

* नासुर = ઘાવ, ઝખમ  * आस्ताने-दोस्त = દોસ્તના ઘરની ચૌખટ, દોસ્તના ઘરને દરવાજે  * महरूम = અલગ, વિનાના,   * सजदों = પ્રણામ, વંદન, પ્રાર્થના

* उल्फत = પ્રેમ, પ્યાર    —  *** કશી ભુલભાલ હોય તો જણાવશોજી !)

20 responses to “દોસ્ત (યાદે, કુછ વાદે ઔર ફરિયાદે)

 1. પિંગબેક: પ્રાર્થના.૧૪ « Rajeshpadaya's Blog

 2. Dear Ashokbhai,

  Very Very Good !!!! Kya Baat hai !!!!

  thanks 4 lovely memories.

  Like

 3. શ્રી અશોકભાઈ,

  આમ તો તમારી ડાયરી બહુ મજાની છે, પણ આજે આ એક શેર વીશે વાત કરીએ.

  बेवफा निगाहनें देखी जो इनायत,
  शौक से हमने भी फरेब खाये ।
  पीछे मूडके जो देखा कातील को,
  दोस्तो के चहेरे नजर आये ॥ – विठल पटेल

  આમાં ઘણાં ઉર્દુ શબ્દ છે તેથી અમુકના અર્થો મને નહીં સમજાય છતાં શેર માં દોસ્ત પ્રત્યે ભારોભાર ફરીયાદ છે. હવે તમને થોડીક કાલ્પનિક વાત કરુ.

  શાળામાં અમે એક ક્લાસમાં ૫ મિત્રો હતાં. પાંચેય પાક્કા મિત્રો સાથે રમવાનો, સાથે જમવાનો એક બીજા સાથે છુટથી મારા મારી કરવાનો પણ સંબધ. અમે પાંચે મિત્રો એક જ છોકરીના પ્રેમમાં પડ્યા. પડ્યા તો એવા પડ્યા કે ઉંધે કાંધ પડ્યા. તે છોકરીનો પ્રેમ જીતવા અમે એકબીજા સાથે હરીફાઈ કરવા લાગ્યા, એક બીજા ઉપર કાદવ ઉછાળવા લાગ્યા (માત્ર બાહ્ય રીતે, અંદરથી તો અમે મિત્રો જ હતા) એક બીજાની નિંદા પણ કરતા અને પોતાને શ્રેષ્ઠ સાબીત કરવા મથતા. તેમ છતાં અમારી મિત્રતા તો અખંડ જ હતી. બન્યું એવું કે તેમાં મારો એક મિત્ર જીતી ગયો અને તેની સાથે તેનો પ્રેમ અને લગ્ન પણ થયાં., મેં તે છોકરીને પુછ્યું કે જો તું આ ડફોળને ન પરણી હોત તો કોને પરણત? તો તેણે મને કહ્યું કે તને. હું ખુશ થયો કે ચાલો મારી ગણતરી તો થઈ. આજે પણ અમે પાંચે સારા મિત્રો છીએ અને સપરીવાર એકમેક ને મળીએ છીએ અને આનંદ કિલ્લોલ કરીએ છીએ. અને ક્યારેક હું મજાકમાં પેલી છોકરીને કહું છુ કે હવે આ ડફોળ મરે તો સારુ તો કાઈક મારો વારો આવે, અને તે રીતસર મને મારવા દોડે છે. બોલો શું આવું જીવન આનંદભર્યું જીવન ન કહેવાય? મેં મારા વિજેતા દોસ્તને કદીયે કાતીલ નથી ગણ્યો.

  Like

  • આભાર, અતુલભાઇ. ઉર્દુ શબ્દોના, મને સમજાયા છે તેવા, અર્થ લેખના અંતે લખીશ.
   આપની વાર્તા કાલ્પનિક છે કે…. સ_રસ છે. દોસ્તોને આપણે કાતિલ ગણવાના નથી હોતા ! બ્રુટસના જમાનાથી દોસ્તો કાતિલ થઇ જતા આવે છે 🙂 આભાર.

   Like

 4. “યે દોસ્તી, યે મરાસિમ,યે ચાહતેં, યે ખુલૂસ, કભીકભી મુઝે સબકુછ અજીબ લગતા હૈ.

  -જાનિસાર અખ્તર”

  છતાંપણ આપને અને સૌને દોસ્તી-દિનની શુભેચ્છાઓ.

  Like

  • આપને પણ મૈત્રીદિનની શુભકામનાઓ !
   અને આપનો આ અઘરો શેર સમજાય તે માટે થોડા અર્થ; ખોટા હોય તો સુધારજો !

   * મરાસિમ = સંબંધ
   * ખુલૂસ = શુદ્ધતા, (કે સંબધોમાં શુદ્ધતા)

   આમે દોસ્તી એક અજાયબી જ છે ને ! આભાર.

   Like

 5. શ્રી અશોકભાઈ,

  કુદરતી સંજોગોમાં આપણા બંનેના નામ એક જ છે, હા, પરંતુ તમારી કલમ માં ધાર છે., નજાકતતા પણ છે.

  અભિનંદન.

  ‘દાદીમાની પોટલી’ -http://das.desais.net

  અમારાં ઉપરોકત બ્લોગની જરૂરથી મુલાકાત લેશો અને આપના પ્રતિભાવ મુકવા નું ભૂલશો નહિ.

  Like

 6. રંગીલુ સંપાદન.હિન્દી-ઉર્દુ શેરોમાં કેટલાક શબ્દાર્થ સમજાયા નહીં. 🙂
  દોસ્તીની વાત નિકળે એટલે જય અને વિરુની યાદ આવે..
  યે દોસ્તી હમ નહીં છોડેંગે……

  Like

 7. રાજનીભાઇ, આભાર.
  આ ’રંગીલુ સંપાદન’ વાંચીને ફરી એક વખત મારો જ લેખ વાંચી ગયો !! હવે સમજાયું !
  અને રહી વાત ’અઘરા શબ્દો’ની, તો લેખના અંતમાં શબ્દાર્થ મુકી દઉં છું. (લાગે છે કે મારા મિત્રો મને પણ કંઇ આવડે છે કે નહીં તેની પરીક્ષા લેવા માંગે છે 🙂 ) જય-વિરુ પરથી યાદ આવ્યું, દોસ્તીમાં ’ચટ ભી તેરા, પટ ભી તેરા’ હોય તો દોસ્તી એક ઉજળી દાસ્તાન બની જાય છે.

  Like

 8. વાહ અશોકભાઈ, સુંદર, સુંદર, અતિસુંદર પ્રયાસ…… અને ઉત્તમ…. મિત્રપ્રેમ દર્શન…

  સૌથી પહેલા સવારે ૬ વાગે હુ આ બ્લોગ પર આવી ગયો હતો પણ ત્યારે તો ઉત્તમ ઉત્તર આપી શક્યો ન હતો, છતાંપણ મે મારા બ્લોગ પર આપની આ સુંદર ક્રુતિને લિક તો આપીને ફુલ નહિ તો ફુલની પાંખડી અર્પીત કરવાનો પ્રયાસ કર્યો હતો… ફરીથી અતિ ઉત્તમ….. હુ તો એટલુ જ કહિશ…

  તુમ્હે ઔર ક્યાં દુ મૈ દિલ કે સિવાં,
  તુમ કો હમારી ઉમર લગ જાય…….

  “પ્રભુ આપનો દિવસ ઉત્તમ અને મજાનો કરે એવી પ્રાર્થના”

  Like

 9. અશોકભાઇ મૈત્રી દિન રોજ જ હોય સાચી વાત. પરંતુ મૈત્રીદિને આપની અંગત ડાયરીમાંથી આપના યાદ અને ફરિયાદના સંગ્રહના ખજાનાને માણવા મળ્યું. ખૂબ જ સરસ.

  Like

  • આભાર, મીતાબહેન. આગળ ક્યારેક જે મિત્રો માટે આ બધા શેર સંગ્રહ થયા તે મિત્રોના પરિચય પણ કરાવીશ !! બહુ મજાના મિત્રો મને પણ મળ્યા છે !
   (એ બધા મિત્રોએ આને ધમકી સમજવી !! અને ભારતમાં ’વ્યવહારે સમજુતી’ કરી શકાય છે જ 🙂 )

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s