ગુરુ – એક ખોજ !


મિત્રો, નમસ્કાર.

ગુરુપૂર્ણિમા ગઇ, અને હું ’ગુરુ’ની ખોજમાં નીકળ્યો ! આપણી તો લગભગ બધીજ ખોજ (સર્ચ !) ’ગુગલ’ મહારાજથી શરૂ થાય !  અહીં બ્લોગજગતમાં ગુરુઓ વિશે ઘણું સુંદર, વિચારવા યોગ્ય, મનનીય લખાયું જ છે. હું તો આદતવશ ફક્ત કેટલીક હકિકતો સામે રાખું છું, જે કદાચ રસપ્રદ નિવડે !  તો ચાલો ગુગલ ટ્રેન્ડના સથવારે ગુરુઓના કેટલાક રહસ્યોની ખોજમાં !

એ તો સાવ જાણીતો શ્લોક છે, ’ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ….’ આથી મેં પણ ગુરુ અને ઇશ્વર વચ્ચે કેટલીક સરખામણી કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. પરિણામ આપ લોકોની સામે જ છે. આ આલેખો ફક્ત એ બતાવે છે કે નેટ વાપરનારાઓ વધુ રસ કોને ખોજવામાં ધરાવે છે, (એટલે કે આ બે પસંદગીમાંથી જ 🙂 બાકી તો… પરદા જો ઉઠ ગયા તો… 😉 ) વધુ કશું કહેવાની જરૂર છે ? હા ! આપ સૌને વિશ્લેષણ કરવા આગ્રહસહ વિનંતી છે. 

(૧)  ગુરુ – ઇશ્વર (Guru – God) — વૈશ્વિક ટ્રેન્ડ :

 

અહીં  ’ગુરુ’ શબ્દ એ ભારતીય સંસ્કૃતિનો શબ્દ હોવાથી સ્વાભાવિકપણે જ ભારતમાંથી એ શબ્દની ખોજનો ટ્રેન્ડ વધુ જ રહેલો છે. છતાં ’ઇશ્વર’ (God)ની ખોજમાં આપણો ક્રમ પાંચમો આવે છે ! એક ધ્યાન ખેંચતી બાબત એ પણ જુઓ કે, દિલ્હીમાં ’ગોડ’ કરતા પણ ’ગુરુ’ની ખોજ વધુ જણાય છે ! (કારણ ? ). ઇન્ડોનેશિયન ભાષામાં ’ગુરુ’ શબ્દની ખોજ વધુ દેખાય છે ! પરંતુ તે તો કદાચ તે ભાષામાં તેનો કોઇ અન્ય અર્થ થતો હોય તે કારણે હોય શકે. (કોઇ જાણકાર હોય તો જણાવશોજી)  

(૨) ગુરુ – ઇશ્વર (Guru – God) — ભારતીય ટ્રેન્ડ :

અહીં ભારતીય ટ્રેન્ડ દર્શાવવાનો પ્રયાસ કરેલ છે. જેમાં ફરી દિલ્હી જ મેદાન મારી જાય છે ! જો કે પંજાબ રાજ્યમાં સૌથી વધુ ટ્રેન્ડ છે, પરંતુ એનું કારણ શીખ ધર્મમાં ’ગુરુ’ ના મહત્વને કારણે સમજી શકાય તેવું છે. એકંદરે જોઇએ તો (ઉપલો ચાર્ટ જોતા) ગુરુ અને ઇશ્વરની ખોજનો ટ્રેન્ડ લગભગ સમાન રીતે ચાલતો લાગે છે. અને સમાચારોમાં ઇશ્વરનો હાથ ઉપર રહેલો દેખાય છે ! (ઉપરમાં નીચલો ચાર્ટ) જો કે સને:૨૦૦૭ પછીના સમયથી ગુરુઓ પણ સમાચાર માધ્યમમાં ચમકવા માંડ્યા તેવું જણાય આવે છે !  

(૩) ગુરુ – ઇશ્વર (Guru – God) — ગુજરાતી ટ્રેન્ડ :

અહીં ગુજરાતના સંદર્ભે આપણી ખોજને આગળ ધપાવી છે. હવે જુઓ મજાની વાત કે અહીં ’ગાંધીનગર’માં સૌથી વધુ ટ્રેન્ડ ’ગુરુ’ની ખોજનો જોવા મળે છે !! (કારણ ?) જો કે સરેરાશ રીતે તો અહીં ’ગુરુ’ કરતા ’ઇશ્વરનો’ હાથ ઉપર જણાય છે ! ખોજમાં અને સમાચારોમાં પણ ! 

(૪) ગુરુ – ઇશ્વર (Saint – God)  (મુળ અંગ્રેજી શબ્દ વાપરતા) — વૈશ્વિક ટ્રેન્ડ :

આપને કદાચ લાગે કે ’ગુરુ’ શબ્દ ભારતીય હોય, ખરો વૈશ્વિક ટ્રેન્ડ સ્પષ્ટ ન કરી શકે. તેથી અહીં અંગ્રેજી ’સંત’ (Saint) શબ્દ વાપરી અને પ્રયાસ કરી જોયો છે. આમાં પણ ઘણું જાણવા મળે તેમ છે. અહીં પ્રથમ વખત એવું જણાશે કે ખરે જ ’GOD’ કરતા ’SAINT’ ની ખોજનો ટ્રેન્ડ ઉંચો છે ! જો કે સમાચારોમાં અહીં બન્ને લગભગ સમાન ધોરણે ચાલે છે.  અહીં ભારતનો ક્રમ પણ ચકાશો (ઇશ્વરની ખોજના સંદર્ભમાં).  અહીં નીચે એક પુરકચાર્ટ આપ્યો છે જે જોતા એમ કહી શકાય કે ફ્રાન્સ અને ફ્રેન્ચ ભાષા સંતો અને ગુરુઓમાં વધુમાં વધુ રસ ધરાવે છે ?

  

(૫) ગુરુ – ઇશ્વર (Saint – God)  (મુળ અંગ્રેજી શબ્દ વાપરતા) — ભારતીય ટ્રેન્ડ :

અને અંતે અહીં ભારત માટેનો ટ્રેન્ડ પણ બતાવ્યો છે, જો કે તે પરથી કોઇ ચોક્કસ તારણ નીકળતું નથી. કારણ કે આપણે ’ગુરુ’ શબ્દ જ વધુ પ્રમાણમાં અપનાવેલો છે.

આ ફક્ત એક સામાન્ય વિશ્લેષણ હેતુ કરાયેલો પ્રયાસ છે. એવું નથી કે આપણને આ ચાર્ટને આધારે એકદમ સચોટ માહીતિઓ જ મળી હોય. જેમ કે કોઇએ ’ગુરુ’ માટે ’ગોડમેન’ શબ્દ વાપરીને પણ સર્ચ કર્યું હોય કે પછી કોઇએ ’મેનેજમેન્ટ ગુરુ’ માટે સર્ચ કર્યું હોય તો તેને અધ્યાત્મ શાથે કશું લાગતું વળગતું ન હોવા છતાં અહીં આલેખમાં તેની અસર દેખાઇ શકે છે. છતાં પણ સામાન્ય પણે આપણને આ નિમિત્તે ગુરુ અને ગોવિંદ બન્નેના ટ્રેન્ડનો થોડો ખ્યાલ તો આવ્યોને ?  એકંદરે “ગુરુ” શબ્દ વાપરો કે “Saint’, ભારતમાં તો હજુ “ઇશ્વર”નો હાથ ઉપર જ જણાય છે !! ગુરુઓ પોતાનું સ્થાન ઉંચું લાવવા માટે, અને ઇશ્વરને ’ઓવરટેઇક’ કરી અને વૈશ્વિકધારામાં ભળવા માટે પ્રયત્નશીલ છે (જે આલેખમાં જોતા સમજાશે). એટલે આગળ જેવી હરીઇચ્છા !!  બસ, વધુ વિશ્લેષણ કરવા માટે આપ સાદર આમંત્રીત છો. આભાર.

10 responses to “ગુરુ – એક ખોજ !

 1. શ્રી અશોકભાઈ,
  મારી સાથે ઘણા ઇન્ડોનેશિયન કામ કરે છે.ગુરુ નો અર્થ હિન્દુસ્તાન માં અને ત્યાં સરખો જ છે.ગુરુ હવે ગ્લોબલ વર્ડ બની ગયો છે અને અંગ્રેજીમાં પણ માન્યતા પ્રાપ્ત કરી ચુક્યો છે.લવ ગુરુ નામનું હોલીવુડ માં એક મુવી પણ બની ચુક્યું છે.

  Like

 2. અને ‘ભગવદ્ગોમંડલ’માં કઈક આવુ છે.
  આચાર્ય; શિક્ષક; વિદ્યા ભણાવનાર માણસ; બોધ આપનાર વ્યક્તિ.
  ૧. ગુરુ આદેશ = (૧) કોઇએ બીજાને ભંભેરવો તે. (૨) નાથપંથના બાવા એકબીજાને મળતાં કરાતો ઉદ્ગાર.
  ૨. ગુરુ મળવો = (૧) ઠગને પણ ઠગી જનારો મળવો; હોશિયારને પણ ફસાવનારો બીજો કોઇ અધિક શક્તિવાળો મળવો.
  ( http://bit.ly/bfiaCI )
  શ્રી અશોકભાઈ,આ વિશ્લેષણ દ્વારા ઘણુ જાણવા મળ્યું.પેલા પંજાબી પુત્તર નવજ્યોતસિંહ સિંધુનો ડાયલોગ યાદ હશે, मान गये गुरु . 😉

  Like

 3. વાહ,અશોક્ભાઈ વાહ, સરાહનીય પ્રકાર દેખાડ્યો….ચાલો એ પણ ટ્રાય કરી લઈએ….ઉત્તમ પ્રયાસ…ધન્યવાદ

  Like

 4. અશોકભાઇ, આપના ગુગલ મહારાજ અને ગુગલ ટ્રેન્ડ દ્વારા ગુરુઓના રહસ્યોની ખોજનો પ્રયાસ સરસ. ગુરુ શબ્દ ગ્લોબલ બનતો જાય છે. જેમ કે હવે લવ ગુરુ અને મેનેજમેન્ટ ગુરુ.

  Like

 5. શ્રી અશોક્મુની ખૂબ જ સરસ પ્રયાસ ઉમદા વિચાર

  Like

 6. ખુબ સુંદર અને કંઇક નવીન પ્રયાસ
  લોકો જેમ જેમ આધુનિક થતાં જાય છે તેમ તેમ આધુનિકતાની સાથે સાથે તેની આડ અસરો જેવીકે તણાવ, અસુરક્ષાનીભાવના, સ્પર્ધા,
  વધતી જાય છે.
  ઈશ્વર તો જયારે સહાયતા કરે ગુરૂ તો હાજરા હજૂર છે
  પછી જેવા શિષ્ય તેવા ગુરૂ!!!!

  Like

 7. Bapu ,
  Dharmna Vichar ma Techonology tame j Vapri sako.Congrats

  Like

 8. શ્રી ભુપેન્દ્રસિંહજી, યશભાઇ, રાજનીભાઇ, રાજેશભાઇ, મીતાબહેન, મુન્શીજી, નરેન્દ્રભાઇ, ભાવેશભાઇ સૌ મિત્રોનો આભાર. ગુરુ વિષયક વધુ વાંચન (અને મારા પ્રતિભાવ પણ) માટે ’કુરૂક્ષેત્ર’ પર પણ એક સુંદર લેખ છે.
  (http://brsinh.wordpress.com/2010/07/24/%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%81-%e0%aa%a6%e0%ab%87%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%ad%e0%aa%b5%e0%aa%83/)

  અને શ્રી મીતાબહેને પણ એક સુંદર લેખ લખેલો છે, જે વાંચવા મીત્રોને ભલામણ છે.
  (http://mbhojak.wordpress.com/2010/07/25/%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%aa%be-%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%81-%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%ab%87-%e0%aa%9c-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80%e0%aa%8f/)

  આભાર.

  Like

 9. પિંગબેક: ગુરુ – ૨૦૧૪ | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s