સુઃખ (કેટલાક અવતરણો)


નમસ્કાર, આજે આપણે વધુ કશું ચિંતન કરી અને દુઃખી ન થતાં, સુઃખ કે આનંદ વિષે કેટલાક મહાનુભાવોએ શું કહેલું છે તે વાંચીશું. આશા છે દરેકને આમાં ક્યાંકથી સુઃખી થવાનો કોઇ માર્ગ મળી રહેશે. આમ તો જો કે આ વિષય પર હજારો-લાખો અવતરણો મળશે, પરંતુ અહીં મને ગમેલા કેટલાક રજુ કર્યા છે.

આ અવતરણો, વિવિધ પુસ્તકો અને નેટ પર ખાંખાખોળા કરી એકઠ્ઠા કરેલ છે. મોટાભાગના, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં, ભાષાંતરણ કરેલા છે. આપ સૌને આમાં ઉમેરો કરવા હાર્દિક નિમંત્રણ છે.

|| સુઃખ ||

“માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ |
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ||
ભગવદ્‌ ગીતા (૨ -૧૪)

(હે કૌન્તેય, ઠંડી, ગરમી, સુઃખ, દુઃખ આ બધું તો કેવળ સ્પર્શ માત્ર છે.આવતા જતા રહે છે, હમેશા નથી રહેતા, તેને સહન કરો, હે ભારત.)

 

“પરિશ્થિતિ અને સંજોગો માણસના સ્વભાવને અનુકૂળ હોય છે ત્યારે તે સુઃખી હોય છે. પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ પરિશ્થિતિ અને સંજોગોને અનુકૂળ બનાવી શકે છે તે પરમસુઃખી હોય છે.” હ્યુમ

 

“ગમતું હોય તે મળે એ સુઃખ, મળે તે ગમે એ મહાસુઃખ !” — ???

 

“ભ્રમણા એ સર્વ સુઃખોમાં પ્રથમ છે”ઓસ્કાર વાઇલ્ડ

 

“મેળવવું એ શોધ ના સુઃખનો અંત છે”અબ્રાહમ લિંકન  

 

(’પહોંચવું એટલે પ્રવાસના સુઃખનો અંત’ — અશોક !!)

 

“સમજણનો આનંદ એ મહાનત્તમ સુઃખ છે” લિઓનાર્દો દ વિન્સી

 

“સુઃખ એ બુરાઇ માટેનું મહાનત્તમ પ્રોત્સાહન છે”પ્લેટો

 

“પ્રેમનો આનંદ એક ક્ષણ ટકે છે, પ્રેમનું દર્દ જીવનભર રહે છે” — ???

 

“નિરૂપયોગી જ્ઞાનમાંથી બહુ ખુશી પ્રાપ્ત કરી શકાય છે”બર્ટ્રાન્ડ રસેલ્લ

 

“જેનામાં બુરાઇ સામે અણગમાની ભાવના હોય, જ્યારે કોઇ શાંતિ અનુભવતો હોય, જેને સદ્‌ઉપદેશ સાંભળવામાં આનંદ મળતો હોય; જેનામાં આ લાગણીઓ અને તેની કદર હોય, તે, ભયથી મુક્ત છે.” — બુદ્ધ 

 

“હું માનું છું કે અન્યનાં ભલા માંજ દરેક માણસનું મન સુઃખ અનુભવે છે” થોમસ જેફરસન

 

“એક હ્રદયને સુઃખ પમાડવા માટે કરાતું એક કાર્ય, પ્રાર્થના માટે નમતા હજારો માથાં કરતાં વધુ ઉત્તમ છે”ગાંધીજી

 

“લડાઇમાં સુઃખ નથી, પરંતુ મારી કેટલીક લડાઇઓમાં જીતનું સુઃખ રહેલું”મહમદ અલી (બોક્સર)

 

“ઘણાં લોકો વિચારે છે કે તેઓ સુઃખ ખરીદે છે, જ્યારે હકિકતમાં તેઓ પોતાની જાત તેને વેંચે છે”બેન્ઝામિન ફ્રેન્ક્લિન

 

“કામમાં ખુશી કાર્યમાં પૂર્ણતા લાવે છે”એરિસ્ટોટલ

 

“બુદ્ધિમાનોનો ઉદ્દેશ સુઃખ મેળવવાનો નહીં પરંતુ દુઃખથી બચવાનો હોય છે”એરિસ્ટોટલ

 

“શું શક્ય છે તેનું જ્ઞાન એ સુઃખની શરૂઆત છે”જ્યોર્જ સાન્ત્યાના

 

“આપણી પાસે કેટલું છે તે નહીં, પરંતુ આપણે કેટલું માણી શકીએ છીએ તે, સુઃખનું પ્રમાણ છે” — ???

 

આમ તો આ લેખનો ઉદ્દેશ, આ બહાને, ઉપરોક્ત મહાનુભાવોનો વિગતે પરિચય થાય તે પણ છે. લિંક નામ શાથે આપેલી જ છે. અત્યારે આટલું જ, આગળ ક્યારેક વધુ વિચાર કરીશું.  આભાર.

7 responses to “સુઃખ (કેટલાક અવતરણો)

  1. અશોક્મુનિ કી જ્ય હો ! બહુજ સરસ “શું શક્ય છે તેનું જ્ઞાન એ સુઃખની શરૂઆત છે” — જ્યોર્જ સાન્ત્યાના
    ’પહોંચવું એટલે પ્રવાસના સુઃખનો અંત’ — અશોક
    પ્રેમ મા પડ્વુ એ સુઃખનો અંત’ દુ:ખ ની શરુઆત છે – શકીલ મુન્શી !!! હા હા હા

    Like

  2. આહ ! ખરેખર સુંદર collection છે !આ લેખનો ઉદ્દેશ પણ મહાનુભાવો નો પરિચય લઇ પૂરો કર્યો !અભિનંદન!

    Like

  3. સુખ બહારથી મળતું નથી તે તો અંદરથી જ મળે છે. પણ અહંકારને દૂર કર્યા વિના તે ન મળી શકે-સ્વામી વિવેકાનંદ

    સુખ એ તમારે પહોંચવાનું સ્ટેશન નથી પણ મુસાફરી કરવાની રીત છે.-મીતા (ક્યાંક વાંચેલું)

    Like

Leave a comment