હવે ગમતાનો ગુલ્લાલ કરો, કોપી-પેસ્ટની જરૂર નથી !!! (Reblog)


મિત્રો, હમણા એક પ્રતિભાવમાં, ફક્ત મજાકમાં જ, મેં લખેલું કે ’હવે કોપી-પેસ્ટ કરો કાયદેસર રીતે’ નામનો લેખ મારા બ્લોગ પર વાંચો !!!  અને લો આ ’વર્ડપ્રેસ’ પર એ સગવડ !! પણ મળી ગઇ 🙂  હવે આપને કોઇના બ્લોગ પરની રચના ગમી જાય તો કોપી-પેસ્ટની મહેનત પણ કરવાની જરૂર નથી, ફક્ત તે પોસ્ટ પર જઇ અને ઉપર તમારા ડેશબોર્ડમાં  ’* Like‘ ની ટેબ પર ક્લિક કરી દો, અન્ય બે-ચાર જરૂરી ક્લિક કરો અને એ પોસ્ટ આપોઆપ આપના બ્લોગ પર આવી જશે !! હવે, “મને આ રચના બહુ ગમી તેથી મારા બ્લોગ પર મુકી દીધી” (અને રચનાકારનું નામ કે બ્લોગની લિંક મુકવાનું ભુલાઇ ગયું !!),  જેવા ખુલાસાઓ કરવાની જરૂર રહેશે નહીં. અહીં મુળ બ્લોગની લિંક અને નામ વગેરે ઓટોમેટિક રીતે જ આવી જશે. અને આપના વાંચકોને તે રચનામાં વધુ રસ પડે તો …Read More પર ક્લિક કરી અને જે તે બ્લોગ પર જઇ વાંચી અને પ્રતિભાવ પણ આપી શકશે. શાથે શાથે આવી સરસ રચનાનો પરિચય કરાવવા બદલ આપને પણ ધન્યવાદ કહી શકશે !!!

અને હા, આપને જે તે રચના આપના બ્લોગ પર મુકવી ન હોય, પરંતુ ફક્ત આપની કાયમી યાદીમાં જ સામેલ કરવી હોય તો પણ થઇ શકે છે.  આપને ગમતી રચનાઓની એક યાદી આપોઆપ બનતી જશે. (આ માટે ફક્ત  * Like‘  ટેબ પર ક્લિક કરી દેવાનું બસ !!) 

વધુ જાણકારી માટે, આ જ પદ્ધતીથી અહીં લાવેલ લેખને વાંચી જવા વિનંતી. 

જાણકાર મિત્રો પાસે આ બાબતે વધુ કશી તકનિકી જાણકારી હોય તો લોકહિતાર્થે પ્રસિદ્ધ કરવા વિનંતી. આભાર.  

We All Like to Reblog Have you ever come across a blog post that you enjoyed so much you wanted to easily share it with the readers of your own blog? Sure, you can copy and paste the link and perhaps even a snippet of text with your own comments, but overall it’s not a particularly enjoyable experience. We wanted to change this and make sharing other posts with your readers as easy as posting to your blog. Today we’re introducing a new like and reblog feature enabled … Read More

via WordPress.com News

10 responses to “હવે ગમતાનો ગુલ્લાલ કરો, કોપી-પેસ્ટની જરૂર નથી !!! (Reblog)

 1. પિંગબેક: (Reblog via વાંચનયાત્રા) : હવે ગમતાનો ગુલ્લાલ કરો, કોપી-પેસ્ટની જરૂર નથી !!! « જીવન પુષ્પ …

 2. ચાલો હવે કૉપી-પેસ્ટ કરીયે….
  કૈસે ?
  કાયદે સે…!

  Liked by 1 person

 3. હમમ..!

  હવે જોઈએ ‘કૉપી માસ્ટર્સ’ શું કરે છે…?

  * લાઈક અપનાવે છે કે પછી વહી રફતાર બેઢંગી ચલાવે છે..!

  Like

 4. આશા રાખીએ કે સકારાત્મક ઉપયોગ થાય. બાકી અત્યારે હરખપદુડા થવું એટલે ભેંસ ભાગોળે … છાશ સાગોળે ને બ્લોગે ધમાધમ!!!!!!!!

  Like

 5. Saru…

  chalo vinaybhai nu kam ochu thai gayu..

  Like

 6. ચીંતનની ચીલઝડપ કરનારાઓ હવે કઈ ચાલ ચાલશે તે સમય જ કહેશે..

  Like

 7. સૌ મિત્રો અને વડિલોનો આભાર.
  કહેવાય છે કે, તાળું સજ્જનોને જાણ થાય, કે આ ઘરે ન ઘુસવું, તે માટે હોય છે ! ચોરલોકોને તાળું રોકી શકતું નથી !! તેને માટે તો તે ’કંકોત્રી’ હોય છે !! આ નવી સગવડનો ઉપયોગ પણ જરૂર જણાયે સજ્જનોએ કરવાનો છે, જેઓ ને લિંક આપવી જ ન હોય તે તો reblog પણ શા માટે કરે ! (આમા તો આપની પોસ્ટ રીબ્લોગ થાય એટલે આપને તુરંત જાણ થાય છે કે કોણે આપની પોસ્ટ રીબ્લોગ કરી) સીધું કરતા હોય તે જ ન કરે ?? અને આ સગવડનો ઉપયોગ કરી અન્યની રચના રીબ્લોગ થશે તેનાથી મુળ રચનાકારને ઉલ્ટો વધુ ફાયદો થશે ! કેમ કે તેની રચનાનો વધુ વિશાળ ફલક પર પ્રચાર થશે.(આ મારો તાજો અનુભવ થયો !!) એ રીતે જોતા આમાં કોપી-પેસ્ટથી ઉલ્ટું થશે, કદાચ બ્લોગર સ્વયં રીબ્લોગ કરનારનો આભારી થશે !
  અને હા,વર્ડપ્રેસ-ન્યુઝ પર, જ્યાં આ મુળ લેખ મુકાયો છે ત્યાં, પણ આ સગવડની તરફેણ અને વિરોધના ઢગલોએક પ્રતિભાવો છે, તેમાંથી પણ ઘણું જાણવા મળે તેમ છે. એમ પણ કહેવાયું છે કે આ સગવડ પોતાના બ્લોગ માટે ચાલુ રાખવી કે નહીં તેની પસંદગીનું ઓપ્શન બ્લોગરને હોવું જોઇએ. કદાચ તેમ પણ થશે. (કારણ કે કોપીરાઇટનો ભંગ ન થાય તે પણ જોવું જરૂરી છે) જો કે આ સગવડથી બ્લોગનું તમામ લખાણ નહીં પરંતુ ફક્ત થોડો ભાગ જ વંચાય છે અને વધુ વાંચન માટે મુળ બ્લોગ પર લઇ જતી લિંક આપોઆપ મુકાય છે.
  બાકી તો માન.યશવંતભાઇએ કહ્યું તેમ તેલ અને તેલની ધાર જોયા પછી ખબર પડે, કે હરખપદુડા થવું કે નહીં !!:-)
  આભાર.

  Like

 8. આ સુવીધા તરફ ધ્યાન ખેંચવા બદલ ધન્યવાદ.

  Like

 9. પિંગબેક: પ્રતિભાવ ગમ્યો ? કરો ‘લાઈક’ (Reblog) | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s