કોપીરાઇટ (૨) – ક્રિએટિવ કોમન્સ લાઇસન્સ


Creative Commons License
આ લેખ (કોપીરાઇટ (૨) ) by અશોક મોઢવાડીયા (વાંચનયાત્રા) is licensed under a Creative Commons Attribution-Non-Commercial-No Derivative Works 2.5 India License.
Based on a work at creativecommons.org.
Permissions beyond the scope of this license may be available at ફક્ત જાણકારી માટે 🙂.


મિત્રો, આ પહેલા આપણે કોપીરાઇટ પર કોપીરાઇટ (૧) લેખમાં થોડી માહિતી મેળવી હતી. આજે આપણે કોપીરાઇટનાં સંદર્ભે થોડી વધુ માહિતી મેળવીશું.  

આપનું લખાણ, કાવ્ય, ફોટોગ્રાફ કે કોઇ પણ પ્રકારના સર્જનને સંપૂર્ણ આરક્ષિત કઇ રીતે કરવું તે તો હવે આપ જાણો જ છો. આગળ આપણે જોયું તે રીતે © Copyright જેવું લખાણ આપના પાના પર કે બ્લોગ પર રાખવાથી  લોકોને એ જાણ થઇ જાય છે કે આ કૃતિની કોપી કરવાની મનાઇ છે.  (જો કે આવું કશું ન હોય તો પણ આપની કૃતિ સંરક્ષણ હેઠળ તો ગણાય જ,  છતાં પણ કોપીરાઇટનું ચિહ્ન રાખવું વધુ સારૂં રહેશે)  આજે આપણે એવા કેટલાક મિત્રો માટે વાત કરવી છે જેઓને પોતાની કૃતિનો અન્ય લોકો દ્વારા પ્રચાર-પ્રસાર કે ઉપયોગ, પોતાની શરતોને આધિન રહીને, થાય તે સામે કશો વાંધો નથી. 

ધારો કે આપના બ્લોગ પર કોઇ લોકોપયોગી લખાણ કે ચિત્ર કે અન્ય કશી માહિતી આપે ચઢાવી છે, જે સંપૂર્ણપણે આપની છે કે આપના દ્વારા કર્તાની યોગ્ય અનુમતી લઇને પ્રક્ટ કરાઇ છે. આપ ( કે મુળ કર્તા) ઇચ્છો છો કે આ કૃતિનો પ્રચાર-પ્રસાર થાય, અને તે માટે દરેક વ્યક્તિએ આપની વારંવાર પરવાનગી માગવી ન પડે. તો આપ તે કૃતિ (કે આપના સમગ્ર બ્લોગને) “ક્રિએટિવ કોમન્સ” લાઇસન્સ હેઠળ સુરક્ષિત કરતી નોંધ (તેના કોપીરાઇટ ચિહ્ન શાથે) મુકી અને તેમ કરી શકો છો. 

આ માટે ક્રિએટિવ કોમન્સ નામની સ્વૈચ્છિક સંશ્થા કાર્યરત છે. તેમની વેબસાઇટનાં  

આ પાના   પર જઇ અને આપ આપની શરતો પ્રમાણેનું લાઇસન્સ બનાવી શકો છો.  “ક્રિએટીવ કોમન્સ”  હેઠળ આપને પ્રકારના લાઇસન્સ મળે છે, જેને વિગતવાર આપણે પછીથી જોઇશું. જો કે આમાનું દરેક લાઇસન્સ આપની કૃતિની, આપના અને આપની સાઇટનાં ઉલ્લેખ કે લિંક આપ્યા વગર કોપી કરવાની પરવાનગી આપતું નથી, એ ખાસ ધ્યાને રાખવું.  અહીં પ્રથમ આપણે લાઇસન્સ બનાવવા માટે કઇ પ્રકારે વિગતો આપવાની છે તે જોઇએ. 

* આપની કૃતિનો વ્યવસાયીક ઉપયોગ કરવાની અનુમતી છે કે નહીં ? 

* આપની કૃતિમાં ફેરફાર કરવાની અનુમતી છે કે નહીં ? તેમાં પણ જવાબ હા હોય તો  વિનાશરતે કે ફક્ત આજ પ્રકારનાં લાઇસન્સ હેઠળ તેની ચોખવટ કરવી.  

* આપનું ન્યાયીક કાર્યક્ષેત્ર (દેશનું નામ) 

* વધારાની માહિતી : જેમાં 

** કાર્યનો પ્રકાર (લખાણ, ચિત્ર, સંગીત વગેરે), 

** કૃતિનું નામ, 

** કર્તાનું નામ, 

** આપની વેબસાઇટ, બ્લોગનું સરનામું (URL), 

** આપે આ કૃતિ અન્ય જગ્યાએથી, મંજૂરીસહ:,  લીધી હોય તો તેનું સરનામું (URL), 

** આ કૃતિના વપરાશ માટે આપની કોઇ વિશેષ શરતો હોય તો તે જણાવતા પાનાનું સરનામું (URL).  (અહીં આપ આપના બ્લોગ પર, આપની અન્ય કોઇ વધારાની, શરતો દર્શાવતું પાનું બનાવી અને દરેક વખતે તેની લિંક અહીં આપી શકો છો. અને આવું કશું નવીન કાર્ય કરો તો સૌના લાભાર્થે અહીં પણ જાણ કરો તેવી વિનંતી 🙂 જોઇએ ’ક્રિએટિવ કોમન્સ’ બાબતે મિત્રોની ’ક્રિએટિવિટિ કેવોક રંગ લાવે છે 🙂 )  

આ બધી માહિતીઓ ભર્યા પછી “Select a licence’ બટન પર ક્લિક કરવાથી આપને HTML ફોર્મેટમાં આપના લાઇસન્સનો કોડ મળી જશે. જેને કોપી કરી આપના લેખ કે સાઈટનાં વિજેટમાં પેસ્ટ કરી દેવાથી અહીં, સાવ ઉપર, દર્શાવ્યું તેવું લખાણ, ચિહ્ન સહીત, આવી જશે. જેમ કે અહીં ઉપરનાં લાઇસન્સનો અર્થ છે કે આ લેખ આપ કોપી કરી શકો છો, (ઉપરોક્ત લાઇસન્સનાં લખાણ શાથે જ) પરંતુ તેનો વ્યવસાઇક ઉપયોગ કે તેમાં ફેરફાર કરવાની અનુમતી નથી. 

હવે આ ’ક્રિએટીવ કોમન્સ’ હેઠળ વિવિધ શરતો મુજબ કયા છ લાઇસન્સ આપ વાપરી શકો છો તે બાબતે ટુંકમાં જોઇએ. (ક્રિએટિવ કોમન્સ સાઇટ પર ’લાઇસન્સનાં પ્રકારો’ પર આપ આ માટેની વધુ માહિતી જાણી શકો છો)  આપના વાંચકને આ લાઇસન્સનાં ચિહ્ન પર ક્લિક કરતાં તેની શાથે સંકળાયેલી, અને આપે નક્કિ કરેલી શરતોની યાદી, કે જે નીચે મુજબની હશે, અંગ્રેજીમાં જોવા મળશે. આવો આપણે તે શરતોને ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીએ. અને ત્યાર પછી તમે તમારી જરૂરીયાત મુજબનું લાઇસન્સ પસંદ કરી શકો છો.  

(૧)   

image
  Attribution    =
       cc by

આ ચિહ્ન સુચવે છે કે કોઇ પણ આ કૃતિનું પ્રસારણ, ફેરફાર, સુધારા, પ્રતિકૃતિ વગેરે અને વ્યવસાઇક ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ તેણે મુળ કૃતિ માટે આપને  ક્રેડિટ આપવી જરૂરી છે. 

(૨)    

image
Attribution Share Alike    =
            cc by-sa

આ ચિહ્ન સુચવે છે કે કોઇ પણ આ કૃતિનું પ્રસારણ, ફેરફાર, સુધારા, પ્રતિકૃતિ વગેરે અને વ્યવસાઇક ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ તેણે મુળ કૃતિ માટે આપને  ક્રેડિટ આપવી જરૂરી છે. શાથે શાથે તેમણે પણ તેમનું કાર્ય આ જ લાઇસન્સ હેઠળ મુકવું જરૂરી છે.

(૩) 

image
Attribution No Derivatives    =
            cc by-nd

આ ચિહ્ન સુચવે છે કે કોઇ પણ આ કૃતિનું પ્રસારણ અને વ્યવસાઇક ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ તેણે મુળ કૃતિ માટે આપને  ક્રેડિટ આપવી જરૂરી છે.  જો કે કોઇપણ આ કૃતિમાં ફેરફાર કરી શકશે નહીં, આપની લિંક શાથે તેને મુળરૂપમાં જ વાપરી શકાશે.

(૪) 

image
Attribution Non-Commercial    =
          cc by-nc

આ ચિહ્ન સુચવે છે કે કોઇ પણ આ કૃતિનું પ્રસારણ, ફેરફાર, સુધારા, પ્રતિકૃતિ વગેરે કરી શકે છે, પરંતુ તેણે મુળ કૃતિ માટે આપને  ક્રેડિટ આપવી જરૂરી છે. આ કૃતિનો ફક્ત બિનવ્યવસાઇક ઉપયોગ જ થઇ શકે છે.

(૫) 

image
Attribution Non-Commercial Share Alike     =
        cc by-nc-sa

આ ચિહ્ન સુચવે છે કે કોઇ પણ આ કૃતિનું પ્રસારણ, ફેરફાર, સુધારા, પ્રતિકૃતિ, ભાષાંતર વગેરે કરી શકે છે, પરંતુ તેણે મુળ કૃતિ માટે આપને  ક્રેડિટ આપવી જરૂરી છે. આ કૃતિનો અને તેના પરથી ફેરફાર કરી બનાવેલ કોઇપણ કૃતિનો ફક્ત બિનવ્યવસાઇક ઉપયોગ જ થઇ શકે છે. અને આ કૃતિમાંથી બનાવેલી કોઇ પણ કૃતિને પણ આ જ લાઇસન્સ હેઠળ પ્રસારીત કરવાની રહેશે.

(૬) 

image
Attribution Non-Commercial No Derivatives     =
       cc by-nc-nd

આ ચિહ્ન સુચવે છે કે કોઇ પણ આ કૃતિનું પ્રસારણ કરી શકે છે, પરંતુ તેમાં કોઇપણ જાતના ફેરફાર કે તેનો વ્યવસાઇક ઉપયોગ કરી શકે નહીં. ઉપરાંત આ લાઇસન્સ હેઠળની કૃતિ વાપરવા માટે તેમણે મુળ કર્તાનો ઉલ્લેખ અને તેમની લિંક આપવી જરૂરી છે.  આ લાઇસન્સને “મફત જાહેરાત” લાઇસન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે બ્લોગર મિત્રોને (જેઓને પોતાની કૃતિઓ અન્ય બ્લોગર મિત્રો વાપરે તે સામે વાંધો ન હોય તેઓને) આ લાઇસન્સ હેઠળ પોતાના લેખ રાખવા વધુ અનુકુળ ગણાશે. 

એટલું ચોક્કસ છે કે આમાનું કોઇ પણ લાઇસન્સ વાપરેલું હોય, તેમની કૃતિઓને જે તે શરતો શાથે વાપરવા ઉપરાંત, મુળ કર્તાની લિંક (લિંકબેક) આપવી ખાસ જરૂરી ગણાશે જ. ફક્ત એટલું જ કે આ વપરાશ માટે દર વખતે મુળ કર્તાની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. જો કે તેમણે મુકેલું લાઇસન્સ પણ લેખ શાથે કોપી કરી અને મુકવું તે વધુ સારૂં રહેશે.

(આ લેખ ફક્ત કોપીરાઇટનાં વિવિધ પાસાઓની ગુજરાતીમાં પ્રાથમિક સમજુતી માટે લખ્યો છે.  કોઇ શરતચુક ધ્યાને આવે તો સુધારો સુચવવા વિનંતી. વધુ માહિતી માટે ઉપર દર્શાવેલ સાઇટ કે વિકિપીડિયા પરનો લેખ Creative Commons વાંચવા વિનંતી.)

આપના સુચનો અને અભિપ્રાયો આવકાર્ય.   આભાર.

8 responses to “કોપીરાઇટ (૨) – ક્રિએટિવ કોમન્સ લાઇસન્સ

 1. ખુબ ખુબ ધન્યવાદ, સર જી,,

  Like

 2. Keep up the informative work.
  keep shining.

  Rajendra M. Trivedi,M.D.
  http://www.bpaindia.org

  Like

 3. સરસ લેખ. મારો બ્લોગ પણ CC લાયસન્સ હેઠળ છે 🙂

  Like

 4. શ્રી અશોકભાઈ,
  બહુ સરસ માહિતી આપી છે.કોપી પેસ્ટ ના માહોલ માં જરૂરી હતી આ બધી માહિતી.ધન્યવાદ.

  Like

 5. આટલી બધી અગત્યની Information આપવા બદલ ખુબ ખુબ આભાર..

  Like

 6. પિંગબેક: વિકિસ્ત્રોત (Wikisource) ગુજરાતી | વાંચનયાત્રા

 7. પિંગબેક: વિકિસ્રોત (Wikisource) ગુજરાતી | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s