Tag Archives: ગાંધીજી

ક્યાં ખોવાયા છો ? (વિકિસ્રોત અને ગાંધીજી)

પ્રિય મિત્રો, નમસ્કાર.
થોડા દહાડાથી ખોવાઈ ગયેલ તે બદલ ક્ષમાપ્રાર્થી છું ! ખોવાઈ જવાનાં ગળે ઊતરે તેવા અને ન ઊતરે તેવા પણ અનેક કારણો ગણાવી શકું છું ! કિંતુ મુખ્ય મુખ્ય કારણો ગણાવું તો પરીક્ષાઓ (બાળકોની સ્તો !), લગ્નગાળો, તાજી તાજી શરૂ થયેલ ગરમી વગેરે વગેરે ગણાય. ન ગણાવી શકાય તેવા કારણો વિષે માત્ર ખુલાસો કરીશ કે સચિન જેવો સચિન પણ દરેક મેચમાં સદી ના કરી શકે તો આપણે પણ, ભલે ૨૦-૨૨ વર્ષના અનુભવી હોઈએ, દરેક વખતે મસ્તકની સીધમાં આવતો પ્રહાર ન ચૂકવી શકીએ (વેલણનો જ સ્તો !!) :-)

પરંતુ માત્ર બહાનાબાજી ન કરવી હોય તો કહીશ કે એક નક્કર, અને વળી આપણે ગુજરાતી ભાષાનાં ચાહકો માટે ગૌરવપ્રદ એવું,  કારણ એ છે કે વિકિપીડિયાનાં ઘણાં મિત્રોની નિષ્ઠા અને ત્રણ ત્રણ વર્ષનાં અથાક પ્રયત્નને કારણે તા:૨૭-૩-૨૦૧૨નાં રોજ આપણું અલાયદું ગુજરાતી વિકિસ્રોત મળ્યું. (વિકિસ્રોત વિષયે માહિતી આપતો એક અગાઉનો લેખ વાંચનયાત્રા પર છે. વિકિસ્રોત (Wikisource) ગુજરાતી” ) હમણાં સુધી સૌ મિત્રોએ વિકિસોર્સનાં બહુભાષી પ્રોજેક્ટનાં એક ભાગરૂપ એવા ગુજરાતી સાહિત્ય સ્રોતનાં વિભાગ પર કામ કરવું પડતું હતું. જે પ્રોજેક્ટ અંતર્ગત, જેમાં બહુ સાહિત્ય ન ચઢાવાયું હોય કે ન ઉપલબ્ધ હોય તેવી, નાની નાની ભાષાઓ પોતાનું સાહિત્ય સહિયારું ચઢાવે છે. સમૃદ્ધ સાહિત્ય વારસો ધરાવતી ગુજરાતી ભાષાનાં પ્રતિનિધિઓ તરીકે આ વાત સૌ મિત્રોને ખૂંચે તે પણ સ્વાભાવિક છે. હવે ગુજરાતીમાં “વિકિસ્રોત” તરીકે અલાયદી ઓળખ મેળવવી હોય તો વિકિનાં જે નિર્ધારિત નિયમો, શરતો છે તેને પૂર્ણ કરવી પડે. વિકિસ્રોત પર કાર્ય કરતાં મિત્રોએ આંખોમાં તેલ આંજી, માથાની ચોટલી બાંધી, આ કાર્ય સુપેરે પાર પાડ્યું. સૌ મિત્રો ખરે જ અભિનંદનનાં અધિકારી છે. આ એ લોકો છે જે કશી બૂમરાણો કર્યા વગર, પોતાની નામના થાય તેવો કોઈ મોહ રાખ્યા વગર, બસ પોતાનાથી બનતું કાર્ય કર્યે જાય છે. તો હવે મિત્રોનાં વખાણ બહુ થયા ! પણ હજુ આપને હું ક્યાં ખોવાયો હતો એ જાણવા તો ન જ મળ્યું ને ?!!! (લાગે છે કે ૨૦૧૪માં અમારે માટે ઊજળી તક રહેલી છે ! ચલો દિલ્હી ! :-) )

મજાક મસ્તી બહુ થઈ, વધારે જાણકારી માટે મિત્ર ધવલભાઈનો આ લેખ વાંચવા ભારપૂર્વક ભલામણ કરું છું. જરૂરી બધી જ માહિતી ત્યાં મળી રહેશે.

તો, આપને પણ આ પરિયોજનામાં રસ પડે તો સાદર આમંત્રિત છો. ખાસ તો આમાં કોઈ આગ્રહ નથી, માત્ર ને માત્ર સ્વૈચ્છીક કાર્ય છે. એક પ્રકરણ, પાંચ પ્રકરણ કે પચાસ પ્રકરણ ! જે પ્રમાણે આપણે અનુકૂળતા હોય તે પ્રમાણે પોતાનું યોગદાન આપી શકાશે. (અને આપણે ગુજરાતીઓ માટે રસપ્રદ ગણાય તેવી વાત કહું તો; સાવ મફત ! :-) અર્થાત આપને ટાઈપિંગ પ્રૅક્ટિસ થશે અને ગાંધીજીની આત્મકથા વાંચવા, વિચારવા મળશે તે લાભનો કશો ચાર્જ લેવામાં નહીં આવે !) છે ને રસપ્રદ વાત ?!

તો ચાલો હવે આટલા દહાડામાં તો અમારા મિતાબહેને, બાપુએ, ગોવિંદભાઈ અને ગોવીંદભાઈએ, કિશોરભાઈ સાહેબે, આતાએ અને હાદ તો ખરું જ ! એમ સૌ મિત્રોએ કેટકેટલી સુંદર રચનાઓ પ્રસિદ્ધ કરી છે તે વાચવા (અને ડહાપણ ડહોળવા !!) પહોંચી જાઉં. આભાર.

તા.ક: હમણાંથી વર્ડપ્રેસનાં લગભગ બધા જ બ્લોગ પર મારા દ્વારા અપાયેલા પ્રતિભાવ “સ્પામ” માં જતા હોવાનું જણાય છે. ’મને એ જ સમજાતું નથી કે આમ શા ને થાય છે ?’ કોઈ સલાહ સૂચન ? અને હા, આગોતરો આભાર !

મારા પ્રતિભાવો – संभवामि युगे युगे|| (via કુરુક્ષેત્ર)

 संभवामि युगे युगे॥           ,,પ્રેરક::–દિશા ગોહિલ,,ફ્લોરીડા…
           ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત વાદી હતા,એવું લાગે છે.હુજ ભગવાન છું!મારી શરણ માં આવ!અને પછી મો ખોલી ને આખું વિશ્વ બતાવી દીધું.અહં બ્રહ્માસ્મિ!એટલે જ એવું બોલ્યા હશે કે ‘સંભવામિ યુગે યુગે’.મતલબ જે પણ જન્મે ને સડેલી રાજ્યવ્યવસ્થા કે સડેલા કાનુન કે સમાજ વ્યવસ્થા ને સુધારવાનું કામ કરશે તેનો આત્માં  ને મારા આત્મા માં શું ફરક હોય?સર્વ ખલુ ઇદમ બ્રહ્મ.માટે હું યુગે યુગે જન્મ લઈશ એવું બોલ્યા હશે.અને આપણે એમના અવતરવાની રાહ જોઈ રહ્યા છીએ.એ દિવસ કદી આવવાનો નથી.  …. (વધુ વાંચો)

મારો પ્રતિભાવ:

અશોક મોઢવાડીયા:

શ્રી ભુપેન્દ્રસિંહજી, ફક્ત એક પ્રશ્ન !! ગબ્બરસિંઘની ભાષામાં !! ’ બાપુ ! કૌન સી ચક્કી કા આટા ખાતે હો’ ??
संभवामि युगे युगे॥ ની આ વ્યાખ્યા બુદ્ધિગમ્ય લાગી, સચોટ તર્ક.
સત્ય પોતાના પક્ષે જ છે તેની સંપૂર્ણ ખાત્રી હોય તો જ કહી શકાય કે: सर्वधर्मान् परित्यज्य मामेकम् शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥१८-६६॥
બાકી તો કહેવું પડે કે : અમે હોમ-હવન કરાવી દઇએ, અમે ગ્રહ-નક્ષત્રોને શાંત કરાવીએ, અમે તમારા વતી પ્રાર્થનાઓ કરાવીએ, તમે આટલા આટલા વિધીવિધાન કરો, જાત્રાઓ કરો, માનતાઓ કરો, (અમારાં ગજવા પણ ભરો !!) બાકી બધું તો ’ઉપરવાળા’ની ઇચ્છા પર નિર્ભર છે !!
’હું તો મહેનત કરી આપું (તમારા જોખમે !!) કામ થવું ન થવું ઇશ્વર ઇચ્છા’ આમ કહેનાર કાંતો ધુતારો છે કાંતો ’સાચો અશ્રદ્ધાળુ’ છે ! એક ’મોહન’ની વાત તો આપે સમજાવી જ, બીજા ’મોહને’ પણ એમ જ કર્યું ને ! ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ દર્શાવતા કંઇ એમ ન કહ્યું કે તમે ’સત્યાગ્રહ, અસહકાર’ જેવા આંદોલન કરો, સ્વતંત્રતા તો ઇશ્વરૈચ્છા હશે તો મળશે !! તેમણે પણ અહંકારયુક્ત ઉદ્‌ઘોષણા જ કરેલી કે ’કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા વીના આશ્રમમાં પાછો ફરીશ નહીં’ અને આવતી પેઢીઓ જોશે કે આ ’મોહન’ પણ ઇશ્વરના અવતાર તરીકે પૂજાશે !!! (ફરી એક વખત સંભવામિ યુગે યુગે…) અને આઇન્સ્ટાઇનનાં સુવિખ્યાત અવતરણ મુજબ ’લોકો કોઇ માનશે નહીં કે આવો કોઇ જણ આ પૃથ્વીના પટ પર સદેહે ભમ્યો પણ હશે’ !
બાકી કૃષ્ણે પણ, કોઇ ચમત્કાર વિના પણ, ” सत्यमेव जयते ” એ એક સુત્ર સાબીત કરવા સિવાય કોઇ ચમત્કાર કર્યો નથી. (આ વાક્ય બે વખત વાંચવા વિનંતી)
સ_રસ અને ઉમદા વિચારયુક્ત લેખ બદલ ધન્યવાદ.


Bhupendrasinh Raol

  • શ્રી અશોકભાઈ,
    ભાઈ આ મોહન તો ઘણો કાબો નીકળ્યો.કોઈ તો મારવાના આઈડિયા લઇ ને આવે,આતો માર ખાવાના આઈડિયા લઇ ને આવ્યો.એકદમ નવા વિચારો કે મારો અમને ક્યા સુધી મારશો? પણ જાવ અહીંથી.વળી આ મોહન નું સંમોહન એવું હતું કે લોકો માર ખાવા તૈયાર થઇ જતા.કોઈ મારી ને ભગાડે,અહી તો માર ખાઈ ને ભગાડ્યા.ભાઈ દુખ એ વાત નું થયું કે મારી કંપની માં એક ઇન્ડોનેશિયન કામ કરે તેણે એક વખત વાત કાઢી કે મહાત્મા ગાંધી ગુડ મેન,ત્યારે બીજા મિત્રોએ ગાંધીજી ની બેહુદી,ગંદી મજાક કરી.પણ પેલો માને નહિ.એ કહે ના ગાંધી ગુડ મેન.પછી મેં એને સમજાવ્યું કે ગાંધી ગુડ નહિ બેસ્ટ મેન હતા,વિધાઉટ ફાઈટીંગ,નો વોર બ્રીટીશર ગોન.એ કહે નો પિસ્તોલ?મેં કહ્યું નો પિસ્તોલ.એ ખુશ થયો.એને ઈંગ્લીશ ના આવડે એટલે છૂટક શબ્દો માં વાતો કરી લે.પણ આપણાં જ ભાઈઓ ગાંધી ને ગાળો દે ત્યારે ખુબ દુખ થાય.ભાઈ અમેરિકા માં ફક્ત બેજ ભારતીયો ને લોકો ઓળખે છે.એક છે ગાંધી ને બીજા છે સ્વામી વિવેકાનંદ.બાકી કોઈને કોઈ ઓળખાતું નથી.અહી ન્યુઝ ચેનલો પર ડીબેટ ચાલતી હોય ત્યારે સેંકડો વાર મેં ધોળિયા પત્રકારો ના મોઢે સાંભળ્યું છે કે ગાંધી આમ કહેતા હતા કે તેમ કહેતા હતા.ત્યારે ગર્વ થાય.
    બીજું કોઈ ટેલીપથી લાગે છે.મને થતું હતું કે અશોક ભાઈ એવું ના પૂછે તો સારું કે શું ખાવ છો?અને આજે પૂછી નાખ્યું.બધા ખાય તેજ ખાઉં છું ભાઈ.અમેરિકન ફૂડ ના ભાવે.ભારતીય ખોરાક જ ભાવે.તીખું ખાવા બહુ જોઈએ.તીખા મરચા કાચા ચાવી જાઉં.ભલે પસીના ના રેલા ઉતરે પણ ખાવા તો તીખું જ જોઈએ.વિટામીન સી મરચા માં બહુ હોય.બે કેપ્સીકમ મરચામાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામીન સી હોય.તીખું ખાવા થી બ્લડ સર્ક્યુલેશન વધી જાય,માણસ એક્ટીવ રહે,લોહી પાતળું રહે.હાર્ટ ની ઘણી દવાઓ માં મરચા માંથી મેળવેલ તત્વો વપરાય છે.

    • અશોક મોઢવાડીયા
    •  જામશે લ્યો ! મરચાં અને મરી (black pepper) મારા પણ પ્રિય, જો કે શાથે મિષ્ટાન્ન પણ ભરપુર ખાઉં છું, મારા ડોક્ટર તો એ સંશોધન કરે છે કે મને હજુ મધુપ્રમેહ કેમ નથી થયો !! ગાંધીજી વિશે આપના અને મુ. યશવંતભાઇના વિચારો જાણી ખરે જ આનંદ થયો. મેં મારો બ્લોગ લખવાની શરૂઆત ગાંધીજીની આત્મકથાથી કરેલી. (http://wp.me/pKKId-o) હજુ તો ૬૦ વર્ષ માંડ થયા છે ત્યાં આજે ગાંધી સમજાતો નથી, ત્યારે પાંચ હજાર વર્ષ પહેલાનો કૃષ્ણ ક્યાંથી સમજાય !! જો કે આવનારી પેઢીઓ બંન્ને ’મોહન’ને આપણા કરતા વધુ સારી રીતે સમજી અને અનુસરી શકસે તેવી આશા છે, કારણ કે નવી પેઢીમાં ફક્ત આંધળો ભક્તિભાવ નહીં પણ તર્કસંગત સમજણ વિકસેલી હશે. આભાર.
      • Bhupendrasinh Raol
         ભાઈ આપના જીન્સ માં નહિ હોય કે મધુપ્રમેહ થાય.માટે ગમે તેટલું ગળ્યું ખાવ કઈ નહિ થાય.મને ગળ્યું ભાવે પણ ઓછું ફાવે.બહુ ના ખાઉં.જોકે અતિશય તીખું ખાવા ની ડોકટર ના પાડે છે.
અશોક મોઢવાડીયા
 ક્ષમા કરશો, આ બે ’મોહન’ની વાતમાં ત્રીજા ’મોહન’ ભુલાઇ ગયા !! ત્રીજા ’(મન)મોહન’ ને પણ “परित्राणाय साधुनाम, विनाशाय च दुष्कृताम्” નું જ્ઞાન જલ્દી થાય તેવી આશા રાખીએ !!! જેથી વળી કોઇએ ’અવતાર’ લેવાનું કષ્ટ ન કરવું પડે !! આભાર.
  • Bhupendrasinh Raol

    શ્રી અશોકભાઈ,
    આ ત્રીજા મનમોહન નો એક પ્રોબ્લેમ છે.છે તો બુદ્ધિજીવી અને છે અંતર્મુખી,ખોટો ચડી બેઠો છે ગાદી પર.રાજનેતા બનવા માટે ની સખ્તાઈ નો અભાવ છે.દંડ દેવા માટે ઢીલો પડે ને બીજા નો દોરવ્યો ચાલે છે.સરદારજી આવો ના હોય.ગુરુ ગોવિંદસિંહ તો એવું કહેતા હતા કે લાખ ની સામે એક લડાવું,

ગાંધીજીને ગાળો દેવી એ બહાદુરી ગણાય છે. ગાંધીજીની વાતોમાં ભરોસો વ્યકત કરવો એ કાયરતા ગણાય છે. એમના તમામ વિચારો આજની તારીખે કદાચ અમલમાં મૂકવા જેવા ન પણ હોય. પણ કેટલાક ઝનૂની ધાર્મિક નેતાઓ એમને વગોવીને તાળીઓ પડાવે ત્યારે કહેવાનું મન થાય કે: તમે ભલે માર ખાવા તૈયાર નથી પણ મારવા તો તૈયાર છોને? તો એકાદ ગદ્દારને મારી બતાવો તો સાચા ભડવીર!
એવું નહીં કરી શકે. એ લોકો માત્ર જનતાને ભડકાવી શકે. જેને વિશ્વ માનતું હોય એને આપણે કોડીના કરી નાખીએ છીએ. એમ થવાનું કારણ કદાચ ગાંધીજીના નામે ચરી ખનારાઓ જ છે. આઝાદી પછીના વર્ષોમાં એ લોકોએ ગાંધીજીનું નામ એટલું તો વટાવી ખાધું છે કે લોકોને નફરત થઈ ગઈ.
અને ગાંધીજી માનવ તરીકે પૂજાય એ જ બરાબર છે. ભગવાન તરીકે એમની પૂજા થવા માંડશે તો વળી ભવિષ્યમાં એમના મંદિરો બનશે, એમના ચમત્કારોની ચોપડીઓ વેચાશે. માદળિયા વેચાશે!!!

Bhupendrasinh Raol

શ્રી યશવંત ભાઈ,
આપની વાત સાચી છે.મેં અશોકભાઈ ના પ્રતિભાવ નીચે લખેલું છે,એનો સુર આપના જેવો છે.ભાઈ મારીને સૌ ભગાડે,પણ માર ખાઈને ભગાડે તેનું નામ મહાત્મા.ભાઈ ગાંધી ના નામ થી ભારત ઓળખાય છે,બીજા કોઈના નામ થી નહિ.ભાઈ એનો ગર્વ હોવો જોઈએ.એમને ગાળ દેવાવાળા ને ગોળી દેવાનું મન મને તો થાય છે.એમની અમુક વાતો થી ભલે અસહમત હોઈએ,પણ એમની મહાનતા સ્વીકારવા માં કોઈ નાનમ ના હોય.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)
આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

મારા પ્રતિભાવો – Satyavachan (2) (via મારી બારી)

સત્ય અઘરૂં છે અને એને વ્યક્ત કરવા માટે ભાષા પૂરતી નથી. આપણે ગયા અઠવાડિયે આ દૃષ્ટિએ ચર્ચા કરી હતી. સત્યનો આધાર બાહ્ય જગતમાં હોય છે. સત્ય પોતે વાક્યનો ગુણ નથી. શ્રી જુગલકિશોરભાઇએ એના પર પોતાનો પ્રતિભાવ આપતાં એ વાતને સમર્થન આપ્યું કે વાક્ય વ્યાકરણના નિયમ પ્રમાણે બને છે અને અસત્ય પણ વ્યક્ત થઈ શકે. એમાં આગળ જતાં ફરી એ વાત પર ભાર મૂકીએ કે જે અશક્ય હોય તે પણ વાક્યમાં શક્ય જણાય. “પાંચ પગવાળી કાળી ગાય” અને “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે” એ વાક્યો વ્યાકરણ પ્ર … Read More
via- મારી બારી—દીપકભાઈ ધોળકીયા

મારો પ્રતિભાવ:

‘સત્ય એટલે પારદર્શકતા’ — દી.
’સત્ય અઘરું નથી પણ તેને સમજાવવું અઘરું છે !!’ — જુ.
’જે વાક્યનો અર્થ હંમેશા તેવો ને તેવો જ રહે તે વાક્યને સત્ય વચન કહી શકાય.’ — અ.
અને અંતે આપનું ’આપણે કદીયે સંપૂર્ણ મૌલિક નથી હોતા.’

આ વલોણાની છાસ પર તરી આવેલું માખણ છે. ખાસ તો આપના વિચારપ્રેરક લેખ (૧-૨) અને ઉમદા પ્રતિભાવો હજુ ઘૂંટું છું. રાજેશભાઈ માટે ’સત્ય’ એટલે ’માત્ર તેનો ધર્મ જ’ એવી કોઈક વ્યાખ્યા લાગે છે. એ માનવા માટે તેઓ સ્વતંત્ર છે ! અન્ય લોકો માટે પણ એમ હોઈ શકે છે. એક મિત્રએ આ ચર્ચાને જ નકામી ઠેરવી અને ’ચર્ચા કરનાર માં કોઈ એમ નથી કહેતું કે હવે આજથી હું સત્યવાદી’ એવું કહી ઘણોજ ઉમદા વિચાર રજુ કર્યો પરંતુ વ્યવહારીક રીતે જોઈએ તો આ સ્થળ જ ચર્ચા અને વિચારનું હોય, ધારોકે હું જ એમ કહી દઉં કે : ચાલો આજથી હું “સત્યવાદી” !! તો તેનું મહત્વ શું ? અને મારી વાતને માનવાનું કોઈ કારણ ખરૂં ? (એમ તો અસત્ય આચરનાર પણ પોતાનું આચરણ તે જ સત્ય એવો આગ્રહ ક્યાં નથી રાખતા !) તો ભુપેન્દ્રસિંહજીએ ઉલ્લેખ કર્યો તેમ, અને મેં મારા બ્લોગની પ્રસ્તાવનામાં પણ લખેલું તેમ ’સત્ય સાપેક્ષ હોય છે’ તે વાત વધુ વ્યવહારૂ લાગે છે. મારા દ્વારા મનાતું એ જ સત્ય એવું ના હોઈ શકે. હું આજથી સત્યનું આચરણ જ કરીશ એમ કહી દેવું પુરતું બનશે ? હું મને જે સત્ય લાગે છે તેનું આચરણ કરતો હોઉં પણ હું જેને સત્ય માનું છું તે જ અન્યનાં દૃષ્ટિકોણથી કદાચ અસત્ય પણ હોઈ શકે. મારી તો ક્ષમતા નથી તેથી હું પણ આ વિષયે ગાંધીજીએ આપેલું એક પ્રવચન, ૩૧-૧૨-૧૯૩૧નાં યંગ ઇન્ડિયામાં આવેલું, જે ’સત્ય એ જ ઈશ્વર છે’ (નવજીવન પ્રકાશન – નવે.૧૯૭૭)માં પ્રકાશિત થયેલું છે તેના, આપણા વિષયને લાગુ પડતા, થોડા અંશ જોઇએ (વધુ એ પુસ્તકમાં વાંચવા વિનંતી). જે કદાચ આ વિચારવલોણાને ઊર્જા આપશે.

” સત્ય પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમ માટે કાંઈ નહીં તો અંગ્રેજીમાં વપરાતા ’લવ’ શબ્દના અનેક અર્થો થાય છે…..પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં આવ્યો નથી. અને ઈશ્વરનો ઇન્કાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની જરૂર અથવા તેનું સામર્થ્ય સ્વીકારવામાં સંકોચ બતાવ્યો નથી. પણ સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઈશ્વરનો ઇન્કાર કરતાં પણ અચકાયા નથી. અને મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીયે નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઈ શક્યો કે ઈશ્વર સત્ય છે એમ કહેવાને બદલે મારે સત્ય એ જ ઈશ્વર છે એમ કહેવું જોઈએ…..આ ઉપરાંત લાખો લોકોએ ઈશ્વરનું નામ લઈ તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી…..આમ ઈશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી. પણ માણસનું મન એક અધૂરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા પરમ તત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડ્યા વગર રહેતી નથી…..

ત્યારે હવે સત્ય શું છે ? એ સવાલ થયો. સવાલ સાચે જ અઘરો છે પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય એવો જવાબ આપી એ સવાલનો મેં ઉકેલ કાઢ્યો છે. તો પછી તમે પૂછશો કે જુદા જુદા લોકો જુદાં જુદાં અને એકબીજાથી વિરોધી સત્યો કેમ વિચારાતા હશે ? પણ વધારે વિચાર કરતાં સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક જ પ્રકારનો થયો નથી; તેથી આપોઆપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય હોય તે બીજાને માટે અસત્ય હોય;….વિજ્ઞાનના પ્રયોગો કરવાને માટે વિજ્ઞાનની તાલીમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે તે્વી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને માટે યમનિયમોનું કડક પાલન આવશ્યક છે. એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ…..આ પ્રયોગો કરનાર લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે છે એ વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે…..જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઈથી સત્યની શોધ થઈ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળપણે તરવું હોય તો તમારે શૂન્ય બની જવું જોઈએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું એમ નથી.”

‘સત્ય એટલે પારદર્શકતા’ એ વિચાર ગમ્યો, પરંતુ આપ એ વિચાર પર હજુ વધુ પ્રકાશ પાડશો તેવી આશા રાખું છું. (એટલે કે ભાગ-૩ ની રાહમાં) આભાર.

Dipak Dholakia
અશોકભાઈ,
તમે ગાંધીજીનું અવતરણ આપ્યું તે પછી કઈં પણ કહેવું મારા માતે અઘરૂં બની ગયું છે. કારણ કે ગાંધીજીની ભાષાની સાદાઈ ક્યામ્થી લાવવી? બીજી વાત. એ માનસ તો સત્ય જીવ્યો, હું તો કદાચ બૌદ્ધિક ખેલ કરૂં છું. તમે પારદર્શકતા એટલે સત્ય એ્નાવા મારા તારણ વિશે પ્રકાશ પાડવા કહ્યું છે, પણ મેં લેખના અંતે કહ્યું છે કે “આપણે એમ માની લઇએ કે ‘સત્ય એટલે પારદર્શકતા’. કોણ જાણે મને તો એમ જ લાગે છે… માત્ર લાગે છે, પાકી ખબર નથી.”
મને ખબર હોત તો હું ગુરુ બની ન ગયો હોત કે આવો, સત્ય મારી પાસે છે. હું તમેન સત્યવદી બનાવીશ, જેમ ભાઈ હરેશ આશા રાખે છે. મને પોતાને એમ લાગે છે કે સત્ય અને સત્યવાદી હોવું એટલે શું, એ જ નક્કી ન કરી શકતા હોઇએ તો શી રીતે સત્યવાદી બની શકીએ? ભાષા તો સત્યને વ્યક્ત કરી શકતી નથી અને આપને હજી ભાષા મારફતે સત્યના અર્થો શોધવા મથીએ છીએ. મને ગાંધીજીના જીવનમાં પારદર્શકતા જણાઈ એટલે આપણા સહવિચાર માટે મેં “એ જ તો સત્ય નથી ને?” એ ફૉર્મમાં માત્ર રજૂઆત કરી છે.. પ્રોસેસ આગળ વધે તો કઈંક ખબર પડે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”